2007 અને 2011ના વર્લ્ડકપનો આ હીરો સની લિયોની સાથે કરશે રોમાન્સ, મળી મોટી ફિલ્મ, જાણો વિગતે
એસ શ્રીસંતે એક ઇન્ટરવ્યૂ દરમિયાન ખુદ જણાવ્યુ હતુ કે, તેને 'કથુવાકુલા રેન્દુ કાધા' તમિલ ફિલ્મથી નયનથારા, વિજય સેતુપતિ અને સામંથા સાથે સિલ્વર સ્ક્રીન પર આવવાનો મોકો મળ્યો છે.
મુંબઇઃ ભારતીય ટીમે ટી20 વર્લ્ડકપ 2007 અને વનડે વર્લ્ડકપ 2011માં શાનદાર જીત મેળવી હતી, આ ટીમના પૂર્વ ક્રિકેટર એસ શ્રીસંતને લઇને એક મોટા સમાચાર સામે આવ્યા છે. એસ શ્રીસંતને બે મોટી ફિલ્મોમાં કામ કરવાની ઓફર મળી છે, અને બહુ જલ્દી તે ફિલ્મોમાં એક્ટિંગ કરતો દેખાશે.
એસ શ્રીસંતે એક ઇન્ટરવ્યૂ દરમિયાન ખુદ જણાવ્યુ હતુ કે, તેને 'કથુવાકુલા રેન્દુ કાધા' તમિલ ફિલ્મથી નયનથારા, વિજય સેતુપતિ અને સામંથા સાથે સિલ્વર સ્ક્રીન પર આવવાનો મોકો મળ્યો છે. આ ફિલ્મથી તે તમિલમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી રહ્યો છે. એટલુ જ નહીં એસ શ્રીસંતે આ ઉપરાંત બીજી એક બૉલીવુડ ફિલ્મમાં પણ કામ કરવાનો છે, એસ શ્રીસંતે કહ્યું કે તેને બૉલીવુડમાં સની લિયૉની સાથેની એક ફિલ્મમાં કામ કરવાનો પણ મોકો મળ્યો છે, પરંતુ આના માટે ઉતાવળ નથી કરતો. શ્રીસંતે પોતાના એક ઈન્ટરવ્યુમાં કહ્યું, હું ખુશ છું કે મને આટલી સારી ફિલ્મ અને ટીમ સાથે તમિલમાં ડેબ્યૂ કરવાનો મોકો મળ્યો છે.
શ્રીસંતે કહ્યું હું મારી પ્રથમ ફિલ્મ વિશે વધુ જણાવવા માંગતો નથી કારણ કે તેનાથી સ્ટોર અંગે કોઈ સરપ્રાઈઝ રહેશે નહીં. ફિલ્મ 'કથુવાકુલા રેંદુ કાધા' ઉપરાંત શ્રીસંત કેટલીક વધુ ફિલ્મો સાઈન કરવાની તૈયારીમાં છે. તેણે કહ્યું, મારી પાસે ખૂબ જ રસપ્રદ તમિલ અને એક હિન્દી ફિલ્મ ક્યુમાં છે. હું સની લિયોન સાથે બોલિવૂડ ફિલ્મમાં કામ કરીશ.
આ પણ વાંચો........
ગુજરાતની સ્કૂલોમાં કોરોનાએ મચાવ્યો કહેરઃ હવે સુરતની સ્કૂલમાં 3 વિદ્યાર્થી આવ્યા સંક્રમિત