ટી-20 શ્રેણીમાં હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યા બંનેનો ટીમમાં સમાવેશ કરાયો છે. રિષભ પંત અને દિનેશ કાર્તિકને પણ ટી-20 શ્રેણીમાં સામેલ કરવામાં આવ્યા છે. ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ શ્રેણીમાં ખરાબ ફોર્મમાં ચાલી રહેલો લોકેશ રાહુલ ટી-20 ટીમમાં સ્થાન ટકાવી રાખવામાં સફળ રહ્યો છે.
નવી દિલ્હીઃ બીસીસીઆઈ દ્વારા ન્યૂઝીલેન્ડમાં ફેબ્રુઆરીમાં રમાનારી ત્રણ મેચની T-20 શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. જેમાં સૌથી ખાસ વાત એ છે કે મહેન્દ્રસિંહ ધોનીનો ફરી ટી-20 ટીમમાં સમાવેશ કરાયો છે. આ પહેલા વેસ્ટ ઇન્ડિઝ અને ઓસ્ટ્રેલિયા સામેની ટી-20 ટીમમાં ધોનીને સ્થાન ન મળતા એવી ચર્ચા હતી કે ધોનીનો હવે ટી-20માં સમાવેશ નહીં કરવામાં આવે અને તે ફક્ત વન-ડેમાં જ ધ્યાન આપશે. ધોનીને ન્યૂઝીલેન્ડના પ્રવાસમાં ટી-20 ટીમમાં વિકેટકિપર તરીકે સ્થાન આપવામાં આવ્યું છે.