શોધખોળ કરો
વર્લ્ડકપને લઈ વિરાટ કોહલીએ આપ્યું મોટું નિવેદન, કહ્યું કે ટીમમાં.......

નવી દિલ્હીઃ ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયા સામે વન ડે સીરિઝ 2-3થી હાર્યા બાદ સ્પષ્ટતા કરી હતી કે આગામી વર્લ્ડ કપ માટે પ્લેઇંગ ઇલેવન લગભગ નક્કી કરી લીધી છે. ઓસ્ટ્રેલિયાએ પાંચમી અને અંતિમ વન ડેમાં ભારતને 35 રનથી હાર આપીને સીરિઝ 3-2થી જીતી લીધી હતી. કોહલીએ મેચ બાદ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, વર્લ્ડ કપ માટે અંતિમ ઇલેવન લગભગ નક્કી છે અને પરિસ્થિતિ મુજબ તેમાં 1-2 ફેરબદલ થઈ શકે છે. ઓસ્ટ્રેલિયા સામેની સીરિઝ પહેલા કોહલીએ કહ્યું હતું કે, વિશ્વ કપ પહેલા ટીમમાં બે સ્થાનની ભરપાઇ કરવાની છે પરંતુ સીરિઝ બાદ તેણે કહ્યું કે, હવે માત્ર એક જ સ્થાન અંગે ચર્ચા કરવાની છે. વાંચોઃ INDvAUS: ઓસ્ટ્રેલિયાનો 3-2થી શ્રેણી વિજય, અંતિમ વન ડેમાં ટીમ ઈન્ડિયાની 35 રનથી હાર બેટિંગમાં ચોથા ક્રમ અને ટીમમાં બીજા વિકેટકિપરને લઇ ભ્રમની સ્થિતિ યથાવત હોવા છતાં કોહલીએ કહ્યું કે, આનો ઉકેલ મળી ગયો છે. મેચ બાદ તેણે કહ્યું કે, અમે ટીમની રૂપ-રેખા લગભગ તૈયાર કરી લીધી છે. હવે ખેલાડીઓને તેમની જવાબદારી અંગે બતાવવા અને તેમની પાસેથી સારા પ્રદર્શનની આશા અંગેની છે. અમે બિલકુલ ભ્રમિત નથી. કદાચ એક જ જગ્યા માટે ચર્ચાની જરૂર છે. INDvAUS: રોહિત શર્માએ સૌરવ ગાંગુલીના રેકોર્ડની કરી બરાબરી, જાણો વિગત
Virat Kohli: I don't think any one team starts as favourites in the World Cup. West Indies,England,NZ look strong, we are strong, now even Australia look balanced, Pakistan can defeat anyone on their day. So,very important to understand what mindset you take to the World Cup pic.twitter.com/yFiie4LLKn
— ANI (@ANI) March 13, 2019
વધુ વાંચો





















