રોહિત શર્મા આ ગોલ્ડન ડકની સાથે જ આઈપીએલ ઈતિહાસમાં સૌથી વખત ઝીરો પર આઉટ થનારો બીજો કેપ્ટન બની ગયો છે. રોહિત શર્મા આઈપીએલમાં કેપ્ટન તરીકે 7 વખત ઝો પર આઉટ થયો છે.
2/6
ગત વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સનું પ્રદર્શન આઈપીએલ 11માં ઘણું નબળું રહ્યું છે. ટીમનો કેપ્ટન રોહિત શર્મા પણ ચાલુ સીઝનમાં રંગમાં દેખાતો નથી. ગઈકાલની મેચમાં રોહિત શર્મા પ્રથમ બોલ પર જ 0 રને આઉટ થઈ ગયો.
3/6
મુંબઈઃ IPL-11ના રવિવારે રાતે રમાયેલા મુકાબલામાં રાજસ્થાન રોયલ્સે મુંબઈ ઈન્ડિયન્સને 7 વિકેટથી હાર આપીને પ્લેઓફમાં પ્રવેશવાની આશા જીવંત રાખી છે, તો મુંબઈ માટે હવે પ્લેઓફમાં પહોંચવું મુશ્કેલ થઈ ગયું છે.
4/6
ટુર્નામેન્ટમાં ત્રીજી વખત રોહિત શર્મા 0 રન પર આઉટ થયો હતો. ગોલ્ડન ડકની સાથે જ રોહિત શર્માના નામે એક એવો રેકોર્ડ નોંધાઇ ગયો છે, જેને તે ક્યારેય યાદ રાખવા નહીં માંગે.
5/6
કેપ્ટન તરીકે સૌથી વધારે વખત ઝીરો પર આઉટ થવાનો રેકોર્ડ ગૌતમ ગંભીરના નામે છે. ગંભીર 10 વખત ગોલ્ડન ડક બન્યો છે.
6/6
ગિલક્રિસ્ટ અને શેન વોર્ન કેપ્ટન તરીકે 7 વખત ઝીરો પર આઉટ થઈ ચુક્યા છે.જો રોહિત શર્મા વધુ એક વખત ઝીરો પર આઉટ થશે તો તેના નામે અણગમતો રેકોર્ડ નોંધાઈ જશે.