શોધખોળ કરો
IPL 2018: રાજસ્થાને પંજાબને 15 રને હરાવી પ્લેઓફ પ્રવેશની આશા જીવંત રાખી
1/5

જયપુરઃ IPL-11ના 40મા મુકાબલામાં રાજસ્થાન રોયલ્સે કિંગ્સ ઈલેવન પંજાબને 15 રને હરાવ્યું હતું. 159 રનના ટાર્ગેટનો પીછો કરતાં પંજાબની ટીમ 7 વિકેટના નુકસાને 20 ઓવરમાં 143 રન બનાવી શકી હતું. પંજાબ વતી કેએલ રાહુલે એકલા હાથે લડત આપી હતી. તે સતત બીજી મેચમાં ફિફ્ટી મારતાં 95 રને નોટઆઉટ રહ્યો હતો. રાહુલને બાદ કરતાં કોઈ બેટ્સમેન ટકી શક્યો નહોતો. જયપુરમાં પંજાબની સતત પાંચમી હાર થઈ છે. રાજસ્થાને જીત સાથે જ પ્લેઓફમાં પ્રવેશની આશા જીવંત રાખી છે.
2/5

આ પહેલા જયપુરમાં મંગળવારે સાંજે રાજસ્થાન રોયલ્સે કિંગ્સ ઈલેવન પંજાબ સામે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. રાજસ્થાને 20 ઓવરમાં 8 વિકેટના નુકસાન પર 158રન બનાવ્યા હતા. રાજસ્થાન વતી ઓપનર જોસ બટલરે 58 બોલમાં 82 રન બનાવ્યા હતા.
Published at : 08 May 2018 07:54 PM (IST)
View More




















