ત્રીજા નંબર પર વીરેન્દ્ર સેહવાગ છે જેણે વર્ષ 2012માં 16 મેચમાં 495 રન બનાવ્યા હતા. તેનો હાઈએસ્ટ સ્કોર 87 રન હતો. જ્યારે એબી ડિવિલિયર્સ આ યાદીમાં ચોથા નંબર પર છે. તેણે 2009માં 15 મેચમાં 465 રન બનાવ્યા હતા. તેમાં 105 તેનો હાઈએસ્ટ સ્કોર હતો. ત્યાર બાદ ક્વિન્ટન ડી કોકનો નંબર આવે છે તેણે વર્ષ 2016માં 13 મેચમાં 445 રન બનાવ્યા હતા. તેમાં 108 તેનો હાઈએસ્ટ સ્કોર હતો.
2/4
ઋષભ પંતે આ સીઝનમાં 12 મેચમાં અત્યાર સુધી 582 રન બનાવ્યા છે. જેમાં 128 તેનો હાઈએસ્ટ સ્કોર છે. ગૌતમ ગંભીરે 2008માં 14 મેચ રમતાં 534 રન બનાવ્યા હતા. તેમાં 86 રન તેનો હાઈએસ્ટ સ્કોર હતો.
3/4
ઋષભ પંત આઈપીએલની કોઈ એક સીઝનમાં દિલ્હી ડેયરડેવિલ્સ માટે સૌથી વધારે રન બનાવનાર બેટ્સમેન બની ગયા છે. ઋષભ પંતે આ ઉપલબ્ધિ દિલ્હીના દિગ્ગજ ખેલાડીઓ ગૌતમ ગંભીર અને વીરેન્દ્ર સેહવાગને પછાડીને મેળવી છે.
4/4
નવી દિલ્હીઃ દિલ્હીની ટીમ ભરે આઈપીએલની આ સીઝનમાં પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ હોય. પરંતુ ટીમના સ્ટાર બેટ્સમેન ઋષભ પંત દરેક મેચમાં કોઈને કોઈ ઉપલબ્ધિ પોતાના નામે કરી લે છે. આ સીઝનમાં સૌથી વધારે રન, સૌથી વધારે છગ્ગા, સૌથી વધારે ચોગ્ગા અને એક જ ઇનિંગમાં સૌથી વધારે રનનો રેકોર્ડ હાલમાં તેના નામે જ છે, શનિવારે રોયલ ચેલેન્જર્સ બેંગલોરની વિરૂદ્ધ રમવામાં આવેલ મેચ દરમિયાન તેણે વધુ એક રેકોર્ડ પોતાના નામે કર્યો છે.