શોધખોળ કરો
CSKvSRH: ધોની બાદ હવે જાડેજાએ પણ કરી એમ્પાયર સાથે દલીલ, જુઓ વીડિયો
અંતિમ ઓવરમાં સીએસકેના બેટ્સમેન રવિન્દ્ર જાડેજાએ એમ્પાયરના ફેંસલા સામે નારાજગી દર્શાવી હતી. અંતિમ ઓવર ભુવનેશ્વર કુમાર ફેંકતો હતો અને ચોથો બોલ જાડેજાના માથા પરથી પસાર થયો હતો.
નવી દિલ્હીઃ ચેન્નઇ સુપર કિંગ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે બુધવારે રાત્રે રમાયેલી આઈપીએલની 33મી મેચમાં SRHનો 6 વિકેટથી વિજય થયો હતો. ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી CSKએ 20 ઓવરમાં 5 વિકેટના નુકસાન પર 132 રન બનાવ્યા હતા. સનરાઇઝર્સના બોલરની ચુસ્ત બોલિંગ સામે સીએસકેના બેટ્સમેનો અંતિમ ઓવરમાં છૂટથી રન બનાવી શક્યા નહોતા.
અંતિમ ઓવરમાં સીએસકેના બેટ્સમેન રવિન્દ્ર જાડેજાએ એમ્પાયરના ફેંસલા સામે નારાજગી દર્શાવી હતી. અંતિમ ઓવર ભુવનેશ્વર કુમાર ફેંકતો હતો અને ચોથો બોલ જાડેજાના માથા પરથી પસાર થયો હતો. જોકે, ઓવરમાં ભુવનેશ્વર પહેલા એક બાઉન્સર નાંખ્યો હોવા છતાં એમ્પાયરે આ બોલને નો બોલ આપ્યો નહોતો. જેને લઇ જાડેજા ક્રિઝ છોડીને એમ્પાયરના ફેંસલાનો વિરોધ કર્યો. રાયડૂએ પણ જાડેજાને સાથ આપતા એમ્પાયરને નો બોલ જાહેર કરવાની માંગ કરીં. પરંતુ એમ્પાયર ટસ ના મસ થયા નહોતા.
WATCH: No-Ball issue 2.0? Not really 📽️📽️https://t.co/FojRLzTgoN #SRHvCSK
— IndianPremierLeague (@IPL) April 17, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
અમદાવાદ
ક્રિકેટ
દેશ
Advertisement