શોધખોળ કરો
આંદ્રે રસેલે ધમાકેદાર ઇનિંગ છતાં જીત માટે આમને આપી ક્રેડિટ
કોલકાતા નાઈટ રાઈડર્સની આઈપીએલના ઈતિહાસમાં આ 100મી જીત છે. જ્યારે મુંબઈ વિરૂદ્ધ કોલકાતાની આ ચાર વર્ષ બાદ પ્રથમ જીત છે.
![આંદ્રે રસેલે ધમાકેદાર ઇનિંગ છતાં જીત માટે આમને આપી ક્રેડિટ ipl 2019 after victory against mumbai indians andre russell says well done to the bowlers આંદ્રે રસેલે ધમાકેદાર ઇનિંગ છતાં જીત માટે આમને આપી ક્રેડિટ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/04/29140250/ipl-2019-after-victory-against-mumbai-indians-andre-russell-says-well-done-to-the-bowlers.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ આંદ્રે રસેલે (અણનમ 80 રન અને બે વિકેટ) શાનદાર પ્રદર્શનથી કોલકાતા નાઈટ રાઈડર્સને રવિવારે ઈડન ગાર્ડનમાં મુંબઈ ઇન્ડિયન્સ સામે શાનદાર જીત મેળવીહતી. આ જીત સાથે જ કોલકાતાની પ્લેઓફમાં પહોંચવાની આશા જીવંત રહી છે.
કોલકાતા નાઈટ રાઈડર્સની આઈપીએલના ઈતિહાસમાં આ 100મી જીત છે. જ્યારે મુંબઈ વિરૂદ્ધ કોલકાતાની આ ચાર વર્ષ બાદ પ્રથમ જીત છે.
બે વખત ચેમ્પિયન કોલકાતાએ પ્રથમ બેટિંગ કરતાં બે વિકેટ પર 232 રન બનાવ્યા હતા અને મુંબઈ 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને માત્ર 198 રન જ બનાવી શકી હતી.
મેચ બાદ રસેલે કહ્યું કે, તાલમેલ, સારું બેલેન્સ અને મેં મારા ખભાના જોરે ખૂબ જ પાવરફુલ શોટ્સ રમ્યા. તમારે એ સુનિશ્ચિત કરવાનું રહેશે કે તમારું શરીર ફિટ અને મજબૂત છે. ચોક્કસપણે ટી20 ક્રિકેટમાં આ મારો શ્રેષ્ઠ સમય ચાલી રહ્યો છે. અમે જાણતા હતા કે અમારે 200થી વધારે રન બનાવવાના છે. 200થી વધારે સ્કોરવાળો મેચ બિલકુલ અલ હોય છે. પરંતુ બોલરોએ પણ શાનદાર પ્રદર્શન કર્યું.
![આંદ્રે રસેલે ધમાકેદાર ઇનિંગ છતાં જીત માટે આમને આપી ક્રેડિટ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/04/29140253/ipl-2019-after-victory-against-mumbai-indians-andre-russell-says-well-done-to-the-bowlers-2.jpg)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)