શોધખોળ કરો
IPL: ધમાકેદાર ઇનિંગ બાદ શુબમન ગિલે રસેલ નહીં પણ આ વિરોધી ખેલાડીના કર્યા વખાણ
ગિલની શાનદાર ઇનિંગના જોરે કોલકાતાએ મુંબઈને 233 રનનો ટાર્ગેટ આપ્યો અને આ સીઝનમાં ટીમનો સર્વોચ્ચ સ્કોર છે.

નવી દિલ્હીઃ કોલકાતના બેટ્સમેન શુબમન ગિલે મુંબઈ ઇન્ડિયન્સ વિરૂદ્ધ રમેલ 45 બોલરમાં 76 રનની ઇનિંગને લઈને ખુશી વ્યક્ત કરી હતી અને આ આઈપીએલમાં પોતાની સૌથી સારી ઇનિંગ ગણાવી હતી. ગિલની શાનદાર ઇનિંગના જોરે કોલકાતાએ મુંબઈને 233 રનનો ટાર્ગેટ આપ્યો અને આ સીઝનમાં ટીમનો સર્વોચ્ચ સ્કોર છે. મેચ બાદ શુમભમને કહ્યું કે, સ્થિતિને જોતી આઈપીએલમાં આ મારી સૌથી શ્રેષ્ઠ ઇનિંગમાંથી એક છે. ગિલે એ વાત પર ખુશી વ્યક્ત કરી કે તે ટીમમાં કોઈપણ ક્રમ પર બેટિંગ કરતાં રન બનાવવામાં સફળ રહ્યા છે. ગિલે કહ્યું કે, મને તક મળી અને મેં ખુદને સાબિત કર્યો. મને તેની ખુશી છે. અમે સ્થિતિનો સામનો કરવા માટે અલગ અલગ સ્થને ધ્યાનમાં રાખતા પ્રેક્ટિસ કરીએ છીએ અને કોઈપણ ક્રમ પર આવવું અને બેટિંગ સાથે ચમકવું એક માનસિક સ્થિતિ હોય છે.
ગિલે મુંબઈ ઇન્ડિયન્સના ખેલાડી હાર્દિક પંડ્યાના પણ વખાણ ક્યા, જેણે 34 બોલમાં 91 રનની ઇનિંગ રમી. ગિલે કહ્યું, આ એક હાર્ડ અને ક્લીન હિટિંગ ઈનિંગ હતી.
ગિલે મુંબઈ ઇન્ડિયન્સના ખેલાડી હાર્દિક પંડ્યાના પણ વખાણ ક્યા, જેણે 34 બોલમાં 91 રનની ઇનિંગ રમી. ગિલે કહ્યું, આ એક હાર્ડ અને ક્લીન હિટિંગ ઈનિંગ હતી. વધુ વાંચો




















