શોધખોળ કરો
Advertisement
ટીમ ઈન્ડિયાના આ પૂર્વ ક્રિકેટરે કોહલી પર સાધ્યુ નિશાન, કહ્યું- IPLમાં 8 વર્ષથી એકપણ ટાઈટલ નથી જીત્યો તો કેપ્ટન શા માટે
8 વર્ષમાં એક પણ ટ્રોફી નથી જીતી, આ ખૂબજ લાંબો સમય છે. એવો કોણ કેપ્ટન કે પ્લેયર છે જે આઠ વર્ષ એકપણ ટાઈટલ જીત્યા વગર રમી રહ્યો છે.
નવી દિલ્હી: આઈપીએલ 2021ને લઈને તૈયારીઓ શરુ થઈ ગઈ છે. અનેક ફ્રેન્ચાઈજીએ ખેલાડીઓને રિલીઝ કરી દીધા છે. તેની વચ્ચે ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટર અને ભાજપ સાંસદ ગૌતમ ગંભીરે આઈપીએલમાં RCBની ટીમનું નેતૃત્વ કરી રહેલા વિરાટ કોહલી પર નિશાન સાધ્યું છે.
ગૌતમ ગંભીરે સ્ટાર સ્પોર્ટ્સ સાથે વાતચીતમાં કોહલી પર પ્રહાર કરતા કહ્યું કે, 8 વર્ષમાં એક પણ ટ્રોફી નથી જીતી, આ ખૂબજ લાંબો સમય છે. એવો કોણ કેપ્ટન કે પ્લેયર છે જે આઠ વર્ષ એકપણ ટાઈટલ જીત્યા વગર રમી રહ્યો છે.
ગંભીરે કહ્યું કે, આવી નિષ્ફળતા માટે કેપ્ટનની જવાબદારી બને છે. કોહલીએ આગળ આવીને કહેવું જોઈએ કે તેના માટે તે પોતે જવાબદાર છે. ઉલ્લેખનીય છે કે, આગામી સિઝન આ વર્ષે એપ્રિલમાં યોજાવાની છે. ફેબ્રુઆરીમાં ખેલાડીઓની હરાજી થશે. કોહલીની RCB ટીમે આઠ ખેલાડીઓને રિલીઝ કરી દીધા છે.
ગૌતમ ગંભીરે તેના પર નિશાન તાકતા કહ્યું, આરસીબીની સૌથી મોટી સમસ્યા છે કે, તે દર વર્ષે ફેરફાર કરે છે અને ખેલાડીઓમાં અસુરક્ષાની ભાવના પેદા થાય છે. ગંભીર આફ્રિકી ઓલરાઉન્ડર ક્રિસ મોરિસના રિલીઝ કરવા પર સૌથી વધુ હૈરાન છે. ગૌતમ ગંભીરે કહ્યું, ક્રિસ મોરિસને તમે બહાર કરી દીધો. તમે તેના પર ઘણો વિશ્વાસ કરો છો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
બિઝનેસ
ટેકનોલોજી
ટેકનોલોજી
Advertisement