IPL 2021: મુંબઇ ઇન્ડિયન્સના મેન્ટર સચિન તેંદુલકરે UAEમાં લીધી હિરોની જેમ એન્ટ્રી, જુઓ વીડિયો
મુંબઇ ઇન્ડિયન્સે સોશિયલ મીડિયા પર સચિનનો UAEમાં પહોંચવાનો વીડિયો પોસ્ટ કર્યો છે. સચિન UAEમાં બોલિવૂડના હિરોની જેમ એન્ટ્રી કરતા જોવા મળ્યાં.
IPL 2021: મુંબઇ ઇન્ડિયન્સે સોશિયલ મીડિયા પર સચિનનો UAEમાં પહોંચવાનો વીડિયો પોસ્ટ કર્યો છે. સચિન UAEમાં બોલિવૂડના હિરોની જેમ એન્ટ્રી કરતા જોવા મળ્યાં.
વર્તમાન ચેમ્પિયન મુંબઇ ઇન્ડિયન્સના મેંટર માસ્ટર બ્લાસ્ટર સચિન તેંદુલકર આઇપીએલ 2021ના બીજા ફેઝ માટે UAE પહોંચી ગયા છે. તેનો વીડિયો પણ હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. સચિન આ વીડિયોમાં જોરદાર રીતે અનોખા અંદાજમાં એન્ટ્રી કરતા જોવા મળે છે. ઇગ્લન્ડમાં ટેસ્ટ સિરીઝ બાદ મુંબઇ ઇન્ડિયન્સના ત્રણ ખેલાડી રોહિત શર્મા, જસપ્રીત બુમરાહ, સૂર્ય કુમાર યાદવ પણ ચાર્ટડ વિમાનથી અબુધાબી પહોંચી ચૂક્યાં છે.
મુંબઇ ઇન્ડિયન્સે તેમના ઓફિશ્યલ ટવિટર અકાઉન્ટ પર સચિનની UAE એન્ટ્રીનો વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં સચિન એકદમ શાનદાર રીતે બોલિવૂડના હિરોની જેમ એન્ટ્રી કરતા જોવા મળી રહ્યો છે. વીડિયોના બેકગ્રાઉન્ડમાં પણ શાનદાર મ્યુઝિક લગાવવામાં આવ્યું છે. મુંબઇ ઇન્ડિયન્સે આ વીડિયો પોસ્ટ કરતાં લખ્યું કે, “ ધ આઇકોન, ધ લિજન્ડ, ધ આલા રે... સ્વાગત આહે, (સ્વાગત હૈ)
स्वागत आहे 🙏#OneFamily #MumbaiIndians #IPL2021 #KhelTakaTak @sachin_rt @MXTakaTak MI TV pic.twitter.com/py8HW6mJAG
— Mumbai Indians (@mipaltan) September 12, 2021
ઇગ્લેન્ડથી અબૂધાબી પહોંચી ચૂક્યાં છે મુંબઇ ઇન્ડિયન્સના આ ખેલાડી
આઇપીએલની ટીમ મુંબઇ ઇન્ડિયન્સના ત્રણ ખેલાડી કેપ્ટન રોહિત શર્મા, જસપ્રિત બુમરાહ અને સૂર્ય કુમાર યાદવ ટેસ્ટ સિરીઝ માટે ઇગ્લેન્ડમાં હાજર હતા. તેમને કાલે એક ચાર્ટર પ્લેન દ્વારા અબુ ધાબુ લાવવામાં આવ્યાં હતા. આ ખેલાડીઓ સાથે તેમનો પરિવાર પણ અબુધાબુ એજ ચાર્ટર પ્લેનમાં પહોંચ્યો છે. મુંબઇ ઇન્ડિયન્સે આ ત્રણેય ખેલાડીના પહોંચવાની જાણકારી આપવાની સાથે એક વીડિયો પણ શેર કર્યો છે.આઇપીએલ ગાઇડ લાઇન્સ મુજબ આ બધા જ ખેલાડીઓએ 6 દિવસ સુધી ક્વોરોન્ટાઇન રહેવું પડશે, 6 દિવસના ક્વોરોન્ટાઇન બાદ આ બધા જ ખેલાડી UAEમાં આઇપીએલ રમવા માટે નેટ પ્રેક્ટિસ શરૂ કરશે.
ટી-20 વર્લ્ડકપ પછી વિરાટ કોહલીની હકાલપટ્ટી
ભારતીય ક્રિકેટ ટીમમાં ટી-20 વર્લ્ડકપ બાદ મોટા પાયે ફેરફાર થઈ શકે છે. ટીમ ઈન્ડિયાનો કેપ્ટન વિરાટ કોહલી ઓક્ટોબર અને નવેમ્બરમાં રમાનારા ટી-20 વર્લ્ડકપ બાદ મર્યાદીત ઓવરના ક્રિકેટમાં કેપ્ટનપદેથી હકાલપટ્ટી કરવામાં આવી શકે છે. ટીમ ઈન્ડિયાના હિટમેન રોહિત શર્માને વન ડે અને ટી-20નો નવો કેપ્ટન બનાવવામાં આવી શકે છે.
સૂત્રોએ ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને જણાવ્યું કે, 32 વર્ષીય વિરાટ કોહલી લાંબા સમયથી ભારતના ત્રણેય ફોર્મેટનો કેપ્ટન છે અને તે અત્યાર સુધીનો સૌથી સફળ કેપ્ટન છે. પરંતુ તેણે રોહિત શર્મા સાથે કેપ્ટનશિપની જવાબદારી વહેંચવાનો ફેંસલો લીધો છે. અખબારના રિપોર્ટ પ્રમાણે, વિરાટ કોહલીએ છેલ્લા થોડા મહિનામાં હોતિ અને ટીમ મેનેજમેન્ટ સાથે આ મુદ્દે લાંબી વાતચીત કરી છે.