શોધખોળ કરો
Advertisement
IPL 2021: વિરાટ કોહલીથી લઈ ધોની સુધી તમામ ટીમોના કેપ્ટનની કેટલી છે સેલેરી ? જાણો
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ટીમનો કેપ્ટન વિરાટ કોહલી આઈપીએલમાં સૌથી વધુ સેલેરી મેળવતો કેપ્ટન છે.
IPL 2021: ઈન્ડિયન પ્રીમિયર લીગમાં જે રીતે દર વર્ષે ચોગ્ગા-છગ્ગાનો વરસાદ થાય છે તે રીતે ખેલાડીઓ પર દર વર્ષે પૈસાનો પણ વરસાદ થાય છે. આ લીગે દુનિયાભરના ક્રિકેટરોને કરોડપતિ બનાવ્યા છે. આઈપીએલ 2021 માટે ખેલાડીઓની હરાજીમાં સાઉથ આફ્રિકાનો ઓલરાઉન્ડર ખેલાડી ક્રિસ મોરિસ સૌથી મોંઘો ખેલાડી રહ્યો. તેને 16.25 કરોડમાં રાજસ્થાન રોયલ્સે ખરીદ્યો છે. જો કે, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના કેપ્ટન વિરાટ કોહલીની સેલેરી હજુ પણ તેનાથી વધારે છે. ત્યારે જાણો આ વખતે તમામ ટીમોના કેપ્ટનની સેલેરી કેટલી છે.
IPLના સૌથી મોંઘો કેપ્ટન છે વિરાટ કોહલી
IPLની પ્રથમ સીઝનથી જ કોહલી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ટીમનો હિસ્સો છે. IPL 2008 ની હરાજીમાં તેને આરસીબીએ માત્ર 12 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. પરંતુ કોહલીને IPL 2021 માટે 17 કરોડ રૂપિયા મળશે. કોહલી આ લીગમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે.
રોહિત શર્મા
રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળ મુંબઈ ઈન્ડિયન્સને પાંચ વખત આઈપીએલનો ખિતાબ જીત્યો છે, તે 2013 થી આ ફ્રેન્ચાઇઝીનો મહત્વપૂર્ણ હિસ્સો છે. આઈપીએલ 2021 માં રોહિતને 15 કરોડ રૂપિયા મળશે.
મહેન્દ્રસિંહ ધોની
એમએસ ધોનીની કેપ્ટનશીપ હેઠળ ચેન્નઈ સુપર કિંગ્સ ત્રણ વખત આ લીગમાં ચેમ્પિયન બની છે. ધોનીને IPL 2021 માં 15 કરોડ રૂપિયા મળશે.
શ્રેયસ અય્યર
દિલ્હી કેપિલ્સના કેપ્ટન શ્રેયસ અય્યરનો તમામ ટીમોના કેપ્ટન કરતા સૌથી ઓછો પગાર છે. તે બે વર્ષથી ટીમનું નેતૃત્વ કરી રહ્યો છે. ગત સિઝનમાં તેની કેપ્ટનશીપ હેઠળ દિલ્હી ફાઇનલ પહોંચી હતી. અય્યરને IPL 2021 માં 7 કરોડ રૂપિયા મળશે.
કેએલ રાહુલ
પંજાબ કિંગ્સ (અગાઉની કિંગ્સ ઇલેવન પંજાબે) કેએલ રાહુલને IPL 2020માં ટીમનો કેપ્ટન બનાવ્યો હતો. રાહુલ આ ફ્રેન્ચાઇઝી સાથે 2018 માં જોડાયો હતો. રાહુલ તેની ટીમ માટે છેલ્લી ત્રણ સીઝનથી સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. રાહુલને આ સીઝનમાં 11 કરોડ રૂપિયા મળશે.
ડેવિડ વોર્નર
સનરાઇઝર્સ હૈદરાબાદના મુખ્ય બેટ્સમેન અને કેપ્ટન ડેવિડ વોર્નર આ લીગમાં ત્રણ વખત સૌથી વધુ રન બનાવીને ઓરેન્જ કેપ પોતાના નામે કરી ચુક્યો છે. તેમને IPL 2021 માં 12.50 કરોડ રૂપિયા મળશે.
ઇયોન મોર્ગન
કોલકાતા નાઈટ રાઇડર્સે ગત સીઝનમાં ટીમની કેપ્ટનશિપ મોર્ગનને સોંપવામાં આવી હતી. IPL 2021 માં મોર્ગનને 5.25 કરોડ રૂપિયા મળશે.
સંજુ સેમસન
રાજસ્થાન રોયલ્સે સેમસનને આઈપીએલ 2021 માટે તેનો કેપ્ટન બનાવ્યો છે. આ સિઝનમાં તેને આઠ કરોડ રૂપિયા મળશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
વડોદરા
લાઇફસ્ટાઇલ
અમદાવાદ
બિઝનેસ
Advertisement