શોધખોળ કરો

યુવરાજ સિંહ બાદ ટીમ ઈન્ડિયાના વધુ એક ખેલાડીએ જાહેર કરી નિવૃત્તિ, જાણો વિગત

પંજાબ ક્રિકેટ એસોસિએશનના પ્રવક્તા સુશીલ કપૂરે કહ્યું કે, મનપ્રીત સિંહ ગોનીએ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે.

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમને બે વખત વર્લ્ડકપ જીતાડનારા પૂર્વ ઓલરાઉન્ડર યુવરાજ સિંહે નિવૃત્તિની જાહેરાત કર્યા બાદ વધુ એક ખેલાડીએ સંન્યાસની જાહેરાત કરી છે. પંજાબ ક્રિકેટ એસોસિએશનના પ્રવક્તા સુશીલ કપૂરે કહ્યું કે, મનપ્રીત સિંહ ગોનીએ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. કપૂરે કહ્યું, ગોની શ્રેષ્ઠ બોલર રહ્યો છે. ફર્સ્ટ ક્લાસ કરિયરમાં ગોનીએ પંજાબ ક્રિકેટ ટીમને અનેક મચો જીતી છે. તેણે આકરી મહેનત કરીને નેશનલ ટીમમાં સ્થાન મેળવ્યું હતું. પંજાબ ક્રિકેટ એસોસિએશન તરફથી મનપ્રીત ગોનીના ફેંસલાનું સ્વાગત કરીને તેને ભવિષ્ય માટે શુભકામના પાઠવું છું. 36 વર્ષીય ગોની તેના ક્રિકેટ કરિયરમાં 2 વન ડે મેચ, 61 ફર્સ્ટ કલાસ, 55 લિસ્ટ એ મેચ અને 90 ટી મેચ રમી છે. ગોનીએ પ્રથમ વન ડે 25 જૂન, 2008ના રોજ હોંગકોંગ સામે રમી વન ડે કરિયરની શરૂઆત કરી હતી. કરિયરની અંતિમ વન ડે 28 જૂન, 2008ના રોજ બાંગ્લાદેશ સામે રમ્યો હતો. 2 વન ડેમાં તેણે 2 વિકેટ ઝડપી હતી. ગોનીએ ફર્સ્ટ ક્લાસ કરિયરમાં 61 મેચમાં 196 વિકેટ ખેરવી છે. આ દરમિયાન તેણે 10 વખત પાંચ-પાંચ વિકેટ લીધી છે. ઉપરાંત 1226 રન પણ બનાવ્યા છે. ગોનીને રાષ્ટ્રીય સ્તરે ઓળખ આઈપીએલથી મળી હતી. 2008થી 2010 સુધી તે ચેન્નાઇ સુપર કિંગ્સ તરફથી રમ્યો હતો. 2011-12માં ડેક્કન ચાર્જર્સ હૈદરાબાદ, 2013-17 કિંગ્સ ઇલેવન પંજાબ, 2018-19માં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમ્યો હતો. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કર્યા બાદ ગોની ચાલુ વર્ષે કેનેડામાં યોજાનારી ગ્લોબલ ટી-20 ક્રિકેટ ટુર્નામેન્ટમાં ટોરંટો નેશનલ ફ્રેંચાઇઝ ટીમ તરફથી રમશે. સલમાનના ખાસ મિત્રની માતાનું નિધન, સમાચાર મળતાં જ પહોંચી ગયો સાંત્વના આપવા, જાણો વિગત અફઘાનિસ્તાન સામે જીત બાદ નાખુશ કેપ્ટન કોહલીએ બેટ્સમેનોને સંભળાવી ખરી-ખોટી, જાણો શું કહ્યું અફઘાનિસ્તાનના અપસેટથી સહેજમાં બચી ટીમ ઈન્ડિયા, આ રહ્યા મેચના ટર્નિંગ પોઇન્ટ, જાણો વિગત
મહીસાગરઃ ખોડિયાર માતાજીના મંદિરમાં મગર આવી જતાં લોકોના ટોળે ટોળા ઉમટ્યા, જુઓ વીડિયો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

લોર્ડ્સ વનડે પહેલા ટીમ ઈન્ડિયામાં ફેરફાર: સુંદર આઉટ, આ સ્ટાર ઓલરાઉન્ડરની થઈ એન્ટ્રી
લોર્ડ્સ વનડે પહેલા ટીમ ઈન્ડિયામાં ફેરફાર: સુંદર આઉટ, આ સ્ટાર ઓલરાઉન્ડરની થઈ એન્ટ્રી
IND vs ENG: ત્રીજી વનડેમાં લોર્ડ્સ પર તૂટશે 4 મોટા રેકોર્ડ, વિરાટ અને રોહિત રચશે ઇતિહાસ
IND vs ENG: ત્રીજી વનડેમાં લોર્ડ્સ પર તૂટશે 4 મોટા રેકોર્ડ, વિરાટ અને રોહિત રચશે ઇતિહાસ
FIFA World Cup Prize Money: વર્લ્ડ કપના ચેમ્પિયનને મળશે બમ્પર પ્રાઇઝ મની, રકમ જાણીને તમારા હોશ ઊડી જશે
FIFA World Cup Prize Money: વર્લ્ડ કપના ચેમ્પિયનને મળશે બમ્પર પ્રાઇઝ મની, રકમ જાણીને તમારા હોશ ઊડી જશે
87 સદી, હજાર પ્લસ વિકેટ, 6 બોલમાં 6 સિક્સર.... ક્યાં મળશે ગેરી સોબર્સ જેવો ઓલરાઉન્ડર
87 સદી, હજાર પ્લસ વિકેટ, 6 બોલમાં 6 સિક્સર.... ક્યાં મળશે ગેરી સોબર્સ જેવો ઓલરાઉન્ડર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આતંકીઓ ક્યાં ફોડવાના હતા બોમ્બ ?
Hun To Bolish : હું તો બોલીશ : દીકરીઓને વાસી ભોજન કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : વિદ્યાર્થીઓ માટે મુશ્કેલ અમેરિકા
Ambalal Patel Forecast: 20 જુલાઈ બાદ જામશે વરસાદી માહોલ : અંબાલાલ પટેલની આગાહી
Geniben Thakor : કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરે ફરી અંધશ્રદ્ધા મુદ્દે મહિલાઓને કરી ટકોર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
AHMEDABAD: રામોલમાં ફટાકડા ફેક્ટરીમાં ભીષણ બ્લાસ્ટ; 8ના મોત, 10થી વધુ ગંભીર
AHMEDABAD: રામોલમાં ફટાકડા ફેક્ટરીમાં ભીષણ બ્લાસ્ટ; 8ના મોત, 10થી વધુ ગંભીર
ગુજરાતમાં વરસાદનું નવું એલર્ટ: આગામી 3 કલાકમાં 6 જિલ્લામાં તૂટી પડશે વરસાદ, ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાતમાં વરસાદનું નવું એલર્ટ: આગામી 3 કલાકમાં 6 જિલ્લામાં તૂટી પડશે વરસાદ, ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: 17,000 રેશનિંગ દુકાનદારોના કમીશનમાં થયો આટલો વધારો
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: 17,000 રેશનિંગ દુકાનદારોના કમીશનમાં થયો આટલો વધારો
માત્ર ગાળો બોલવી કે અભદ્ર ભાષાનો ઉપયોગ કાયદાની નજરમાં અશ્લીલતા નથી: સુપ્રીમ કોર્ટ
માત્ર ગાળો બોલવી કે અભદ્ર ભાષાનો ઉપયોગ કાયદાની નજરમાં અશ્લીલતા નથી: સુપ્રીમ કોર્ટ
સોનમ વાંગચુકને જંતર-મંતર પરથી હટાવવા પર રાહુલ ગાંધીની પહેલી પ્રતિક્રિયા:
સોનમ વાંગચુકને જંતર-મંતર પરથી હટાવવા પર રાહુલ ગાંધીની પહેલી પ્રતિક્રિયા: "કોઈ તાકાત..."
Gujarat Rain Alert: અમદાવાદ સહિત 17 જિલ્લામાં યલો એલર્ટ, આ વિસ્તારોમાં ભારે વરસાદ તૂટી પડશે
Gujarat Rain Alert: અમદાવાદ સહિત 17 જિલ્લામાં યલો એલર્ટ, આ વિસ્તારોમાં ભારે વરસાદ તૂટી પડશે
Gujarat Rain Forecast:આ તારીખે રાજ્યમાં વરસશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Gujarat Rain Forecast:આ તારીખે રાજ્યમાં વરસશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
ભારતે રચ્યો ઈતિહાસ, શ્રીહરિકોટાથી પહેલું ખાનગી રોકેટ લોન્ચ, વિક્રમ-1 એ ભરી ઐતિહાસિક ઉડાન
ભારતે રચ્યો ઈતિહાસ, શ્રીહરિકોટાથી પહેલું ખાનગી રોકેટ લોન્ચ, વિક્રમ-1 એ ભરી ઐતિહાસિક ઉડાન
Embed widget