સતત ફ્લૉપ રહેલા રહાણેની છુટ્ટી, તેની જગ્યાએ ટીમમાં સામેલ થશે આ તોફાની બેટ્સમેન, જાણો વિગતે
પોર્ટ છે કે, આજની મેચમાં હૈદરાબાદ સામે રહાણેને બેન્ચ પર બેસવાનો વારો આવી શકે છે, અને તેની જગ્યાએ ટીમમાં ઓસ્ટ્રેલિયન તોફાની બેટ્સમેને એરોન ફિન્ચ રમતો જોવા મળી શકે છે.
નવી દિલ્હીઃ આઇપીએલમાં અત્યાર સુધી શ્રેયસ અય્યરની આગેવાની વાળી કોલકત્તા નાઇટ રાઇડર્સની ટીમે સારુ પરફોર્મન્સ આપ્યુ છે. પાંચમાંથી ત્રણ જીત સાથે પૉઇન્ટ ટેબલમાં બીજા નંબર પર છે, પરંતુ તેની મોટી સમસ્યા અનુભવી બેટ્સમેન અજિંક્યે રહાણે બની રહ્યો છે. આઇપીએલની સિઝન 15માં રહાણે સતત ફ્લૉપ સાબિત થઇ રહ્યો છે. પરંતુ આજની મેચમાં કેટલાક ફેરફાર જોવા મળી શકે છે. રિપોર્ટ છે કે, આજની મેચમાં હૈદરાબાદ સામે રહાણેને બેન્ચ પર બેસવાનો વારો આવી શકે છે, અને તેની જગ્યાએ ટીમમાં ઓસ્ટ્રેલિયન તોફાની બેટ્સમેને એરોન ફિન્ચ રમતો જોવા મળી શકે છે.
કોલકત્તા નાઇટ રાઇડર્સ માટે અજિંક્ય રહાણે સતત ફ્લૉપ સાબિત થઇ રહ્યો છે. તેને હજુ સુધી એકપણ ફિફ્ટી નથી ફટકારી. પાંચ મેચોમાં તેને માત્ર 80 રન જ બનાવ્યા છે, અને આમાં 44 રન તો તેને પહેલી જ મેચમાં બનાવી દીધા હતા, પછી તે સતત ફોર્મ સામે ઝઝૂમી રહ્યો છે. રિપોર્ટ છે કે આજની મેચમાં ઓસ્ટ્રેલિયન ઓપનર એરોન ફિન્ચ ઓપનિંગમાં આવી શકે છે. આઇપીએલમાં આજે કોલકત્તા અને હૈદરાબાદ વચ્ચે જોરદાર જંગ જામશે, બેબ્રૉન સ્ટેડિયમમાં આજે સાંજે 7.30 વાગ્યાથી બન્ને ટીમો આજે ફેરફારો સાથે મેદાનમાં ઉતરશે
કોલકત્તાની સંભવિત પ્લેઇંગ ઇલેવન -
વેંકેટેશ અય્યર, એરોન ફિન્ચ, શ્રેયસ અય્યર (કેપ્ટન), નિતિશ રાણા, આન્દ્રે રસેલ, શેલ્ડન જેક્સન, રસિખ સલામ, પેટ કમિન્સ, સુનીલ નારેન, ઉમેશ યાદવ, વરુણ ચક્રવર્તી.
હૈદરાબાદની સંભવિત પ્લેઇંગ ઇલેવન -
અભિષેક શર્મા, કેન વિલિયમસન (કેપ્ટન), રાહુલ ત્રિપાઠી, એડેન માર્કરમ, નિકોલસ પૂરન, શશાંક સિંહ, શ્રેયસ ગોપાલ, ભુવનેશ્વર કુમાર, માર્કો જેનસેન, ઉમરાન મલિક, ટી. નટરાજન.
પૉઇન્ટ ટેબલમાં બન્નેની શું છે સ્થિતિ -
ઇન્ડિયન પ્રીમિયર લીગની 15મી સિઝનની વાત કરીઓ તે શ્રેયસ અય્યરની આગેવાની વાળી કોલકત્તા નાઇટ રાઇડર્સની ટીમે 5 મેચો રમી છે, જેમાં 3માં જીત અને 2માં હારનો સામનો કરવો પડ્યો છે. કેકેઆર 6 પૉઇન્ટ અને +0.446 એવરેજથી પૉઇન્ટ ટેબલમાં બીજા નંબર પર છે. વળી હૈદરાબાદની વાત કરીએ તો કેન વિલિયમસનની ટીમે આ સિઝનમાં 4 મેચો રમી છે જેમાંથી 2માં જીત અને 2માં હાર મળી છે, હૈદરાબાદ -0.501ની એવરેજ સાથે 4 પૉઇન્ટ મેળવીને પૉઇન્ટે ટેબલમાં 8માં નંબરે છે.