લગ્ન બાદ પત્ની સાથે દરિયા કિનારે રહેવા જશે આ સ્ટાર ક્રિકેટર, મહિને 10 લાખના ભાડામાં લીધુ આલિશાન એપાર્ટમેન્ટ, જાણો
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, એક્ટ્રેસ અથિયા અને ક્રિકેટર કેએલ રાહુલે મુંબઈના બાંદ્રાના કાર્ટર રોડ પર એક અપાર્ટમેન્ટ લીધું છે. આ સી ફેસિંગ ઘર 4 BHKનું છે. બિલ્ડિંગના આઠમા માળે છે
નવી દિલ્હીઃ સ્ટાર ક્રિકેટર કેએલ રાહુલ અને એક્ટ્રેસ આથિયા શેટ્ટી વચ્ચે ઇલૂ ઇલૂ ચાલી રહ્યું છે, છેલ્લા બે વર્ષથી એકબીજાને ડેટ કર્યા બાદ હવે બન્ને ખુલ્લેઆમ પ્રેમનો એકરાર કરી રહ્યાં છે. જોકે, હજુ બન્નેએ લગ્ન વિશે કોઇ પ્લાનિંગ નથી કર્યુ. છતાં મીડિયામાં રિપોર્ટ છે કે, સ્ટાર કપલ લગ્ન બાદ એક લક્ઝૂરિયસ એપાર્ટમેન્ટમાં રહેવા જવાના છે. બન્ને મુંબઈ દરિયા કિનારે એક લક્ઝૂરિયસ અપાર્ટમેન્ટ મોટી રકમ આપીને ભાડે લીધું છે, અને બહુ જલદી લગ્ન કરવાના છે.
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, એક્ટ્રેસ અથિયા અને ક્રિકેટર કેએલ રાહુલે મુંબઈના બાંદ્રાના કાર્ટર રોડ પર એક અપાર્ટમેન્ટ લીધું છે. આ સી ફેસિંગ ઘર 4 BHKનું છે. બિલ્ડિંગના આઠમા માળે છે અને મહિને 10 લાખ રૂપિયા ભાડું છે. લગ્ન બાદ બન્ને અહીંયા જ રહેવા જશે. સોશ્યલ મીડિયા પરની બન્નેની પૉસ્ટ અને કૉમેન્ટ્સથી રિલેશન પબ્લિક થઇ ગયુ છે.
View this post on Instagram
કેએલ રાહુલ અને આથિયા શેટ્ટી કરશે લગ્ન ? દોસ્તોએ લગ્ન કરવા અંગે શું બતાવ્યો પ્લાન, જાણો
રિપોર્ટ્સનુ માનીએ તો, આ સ્ટાર કપલ બહુ જલદી લગ્ન કરવાના છે, જોકે, આ ખબરો પર હજુ સુધી એક્ટ્રેસ, ક્રિકેટર કે તેમના પરિવારે કોઇપણ જાતનુ નિવેદન કે રિએક્શન નથી આપ્યુ. પરંતુ હવે લગ્ન અંગે તેમના દોસ્તોએ મોટુ અપડેટ આપ્યુ છે. આથિયાના એક દોસ્તેએ કહ્યું કે, આ બન્નેના લગ્ન આ વર્ષે નથી થઇ રહ્યાં. આ વર્ષે લગ્ન થવાની વાતને નકારી દીધી છે.
બૉમ્બે ટાઇમ્સ સાથે વાત કરતા એક્ટ્રેસના દોસ્તે કહ્યું- એ વાત સાચી છે કે આ વર્ષ કોઇ લગ્ન નથી થવાના, આથિયાની પાસે હાલમાં બે પ્રૉજેક્ટ્સ છે. એક વેબ ડૉમેન માટે છે, બીજો થિયેટર ફિલ્મ છે. વળી કેએલ રાહુલનો વર્લ્ડકપ આવી રહ્યો છે અને તેનુ શિડ્યૂલ અલગ અલગ ટૂર્નામેન્ટ્સ માટે બુક છે. બન્નેના શિડ્યૂલ એકદમ પેક છે, તેમની પાસે આ વર્ષે લગ્ન કરવાનો સમય ક્યાં છે ?
આ ખબરો પહેલા જ તાજેતરમાં જ આથિયા શેટ્ટીએ પોતાના બૉયફ્રેન્ડની સાથે કેટલીક તસવીરો શેર કરી હતી, જેમાં બન્નેનો રોમાન્ટિક અંદાજ જોવા મળ્યો હતો, કેએલ રાહુલે આ પૉસ્ટ પર કૉમેન્ટ કરતા લવ યૂ પણ લખ્યુ હતુ. આ સાથે જ બન્નેનુ રિલેશન પણ જગજાહેર થઇ ગયુ હતુ.