IPL 2022 : ટૉપના આ પાંચ ખેલાડીઓને મળ્યા છે કરોડો રૂપિયા, પરંતુ નથી મળતો મેચ રમવાનો મોકો, જાણો
ઇન્ડિયન પ્રીમિયર લીગની 15મી સિઝનમાં અત્યાર સુધી 39 મેચો રમાઇ ચૂકી છે. પરંતુ બીજીબાજુ નજર કરીએ તો હજુ પણ એવા કેટલાય ખેલાડીઓ છે, જેમને રમવાનો મોકો નથી મળી રહ્યો.
IPL 2022: ઇન્ડિયન પ્રીમિયર લીગની 15મી સિઝનમાં અત્યાર સુધી 39 મેચો રમાઇ ચૂકી છે. પરંતુ બીજીબાજુ નજર કરીએ તો હજુ પણ એવા કેટલાય ખેલાડીઓ છે, જેમને રમવાનો મોકો નથી મળી રહ્યો. આમાં એવા ખેલાડીઓ પણ છે કે જેને પોતાના ફ્રેન્ચાઇઝીએ ઓક્શનમાં કરોડો રૂપિયા આપીને ખરીદ્યા છે. આ લિસ્ટમાં કેટલાય મોટા નામ પણ સામેલ છે. જાણો કયા છે આ મોટા નામ વાળા કરોડોના ખેલાડીઓ........
IPL 2022: કરોડોના ખેલાડીઓ બેન્ચ પર -
ચેતન સાકરિયા -
આ લિસ્ટમાં સૌથી મોટુ નામ ચેતન સાકરિયાનુ છે, સાકરિયાને દિલ્હી કેપિટલ્સને 4.2 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે, પરંતુ આ સિઝનમાં હજુ સુધી રમવાનો મોકો નથી મળ્યો.
કાર્તિક ત્યાગી -
ફાસ્ટ બૉલર કાર્તિક ત્યાગીને સનરાઇઝર્સ હૈદરાબાદે 4 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે, પરંતુ હજુ સુધી એકપણ મેચ રમવાનો મોકો નથી મળ્યો. કાર્તિક ડેબ્યૂની રાહ જોઇને બેઠો છે.
યશ ધુલ અને રાજવર્ધન હંગરગેકર -
આ લિસ્ટમાં અંડર 19 વર્લ્ડકપ ટીમના કેપ્ટન યશ ધુલનુ નામ પણ સામેલ છે. આ ઉપરાંત રાજ્યવર્ધન હંગરગેકરનુ નામ પણ સામેલ છે. આ બન્ને આ ઓક્શનમાં કરોડપતિ બન્યા છે.
જયંત યાદવ અને ડોમિનિક ડ્રેક્સ -
1.7 કરોડ રૂપિયામાં જયંત યાદવ અને વેસ્ટ ઇન્ડિઝ ઓલરાઉન્ડર ડોમિનિક ડ્રેક્સને હાર્દિકની આગેવાની વાળી ગુજરાત ટાઇટન્સે ખરીદ્યો છે, પરંતુ રમવાનો મોકો હજુ સુધી નથી મળ્યો.
કેએસ ભરત -
દિલ્હી કેપિટલ્સને ચેતન સાકરિયા ઉપરાંત જયંત યાદવને પણ ખરીદ્યો છે. એટલુ જ નહીં વિકેટકીપર બેટ્સમેન કેએસ ભરત પણ આ લિસ્ટમાં છે. બન્ને ખેલાડીઓને હજુ સુધી રમવાનો મોકો નથી મળ્યો.
આ ઉપરાંત ન્યૂઝીલેન્ડનો વિકેટકીપર ગ્લેન ફિલિપ્સ, વિક્કી ઓસ્તવાલ, દક્ષિણ આફ્રિકન ફાસ્ટ બૉલર લુંગી એનગીડી, અફગાનિસ્તાનનો રહમાનુલ્લાહ ગુરુબાજ અને ગુરકીરત માન સહિતના ખેલાડીઓ બેન્ચ પર બેઠા છે, હજુ સુધી આ ખેલાડીઓને આઇપીએલ 2022માં રમવાનો મોકો નથી મળ્યો.