શોધખોળ કરો

IPL 2024 પહેલા જ ધોનીની ચેન્નાઇ મુશ્કેલીમાં, 500થી વધુ રન ઠોકનારો બેટ્સમેન ઇજાગ્રસ્ત

ન્યૂઝીલેન્ડ ક્રિકેટ ટીમે પણ ટેસ્ટ સીરીઝ માટે કોનવેના રિપ્લેસમેન્ટની ટીમમાં જાહેરાત કરી છે. હેનરી નિકોલ્સને રિપ્લેસમેન્ટ તરીકે ટીમમાં જગ્યા આપવામાં આવી છે

IPL Updates: ઈન્ડિયન પ્રીમિયર લીગની 17મી સિઝન પહેલા ચેન્નાઈ સુપર કિંગ્સને મોટો ઝટકો લાગ્યો છે. ન્યૂઝીલેન્ડના સ્ટાર ક્રિકેટર ડેવોન કોનવેનું IPLની 17મી સિઝનમાં રમવાનું નક્કી નથી. કોનવે ઈજાના કારણે ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સીરીઝમાંથી બહાર થઈ ગયો છે. કોનવે ટી20 સીરીઝ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો અને અહેવાલો પરથી જાણવા મળ્યું છે કે તેની ઈજા ગંભીર છે. કોનવેને મેદાનમાં પાછા ફરવામાં કેટલો સમય લાગશે તે હજુ સુધી જાણી શકાયું નથી.

ન્યૂઝીલેન્ડ ક્રિકેટ ટીમે પણ ટેસ્ટ સીરીઝ માટે કોનવેના રિપ્લેસમેન્ટની ટીમમાં જાહેરાત કરી છે. હેનરી નિકોલ્સને રિપ્લેસમેન્ટ તરીકે ટીમમાં જગ્યા આપવામાં આવી છે. જો કે નિકોલ્સ પ્લેઈંગ 11માં રમશે તે નક્કી નથી. વિલ યંગ પ્રથમ ટેસ્ટમાં ઓપનિંગની જવાબદારી સંભાળતો જોવા મળી શકે છે. પરંતુ કોનવેની ઈજાના કારણે ચેન્નાઈ સુપર કિંગ્સની મુશ્કેલીઓ વધવાની ખાતરી છે. કોનવેની રિકવરી અંગેના અહેવાલો સામે આવ્યા બાદ જ ખબર પડશે કે તે આ વર્ષે IPLમાં રમતા જોવા મળશે કે નહીં.

સીએસકે માટે મુશ્કેલી વધી 
કોનવેની ઈજાના કારણે ન્યૂઝીલેન્ડની મુશ્કેલીઓ વધી ગઈ છે. ન્યૂઝીલેન્ડના કોચે કહ્યું કે, મહત્વની મેચ પહેલા ડેવોનની ઈજા અમારા માટે મોટો ફટકો છે. કોનવે ક્લાસ પ્લેયર છે. અમે ટોચના ક્રમમાં કોનવેને ચૂકી જવાના છીએ. કોનવે આ સીરીઝ પહેલા સારા ફોર્મમાં દેખાઈ રહ્યો હતો, પરંતુ ત્યારે તે ઘાયલ છે.

ગયા વર્ષે ચેન્નાઈ સુપર કિંગ્સને ચેમ્પિયન બનાવવામાં કોનવેએ મહત્વની ભૂમિકા ભજવી હતી. કોનવેએ ગત સિઝનમાં 500થી વધુ રન બનાવ્યા હતા અને તેથી જ CSK રેકોર્ડ 5મું ટાઈટલ જીતવામાં સફળ રહી હતી. હવે CSKની નજર છઠ્ઠું ટાઈટલ જીતવા પર છે. ચેન્નાઈ સુપર કિંગ્સ IPL 17માં તેની પ્રથમ મેચ 22 માર્ચથી RCB સામે રમવાની છે.

દિલ્હીનું હૉમ ગ્રાઉન્ડ વાઇજેગ, 10 શહેર અને 21 મેચ... જાણો આઇપીએલ 2024ના શિડ્યૂલમાં શું છે ખાસ....

BCCIએ ગુરુવારે (22 ફેબ્રુઆરી) IPL 2024નું શિડ્યૂલ જાહેર કર્યું. વિશ્વની આ સૌથી મોટી ક્રિકેટ લીગની નવી સીઝન 22 માર્ચથી શરૂ થશે. પ્રથમ મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) વચ્ચે રમાશે. આ મેચ CSKના હોમ ગ્રાઉન્ડ એટલે કે એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ, ચેપોક, ચેન્નાઈ ખાતે રમાશે.

આ વખતે IPL શિડ્યૂલ સાથે કેટલીક રસપ્રદ બાબતો છે. વાસ્તવમાં, આ વખતે IPLનું સંપૂર્ણ શિડ્યૂલ જાહેર કરવામાં આવ્યું નથી. અત્યારે માત્ર 21 મેચોનું શિડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. બીસીસીઆઈએ માત્ર 22 માર્ચથી 7 એપ્રિલ વચ્ચેનો સમયપત્રક આપ્યો છે. આગામી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને માત્ર 17 દિવસનું શિડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. માનવામાં આવી રહ્યું છે કે લોકસભા ચૂંટણીમાં પ્રથમ તબક્કાનું મતદાન 10 એપ્રિલથી શરૂ થઈ શકે છે.

આ શિડ્યૂલની સૌથી મોટી વાત એ છે કે, દિલ્હી કેપિટલ્સનું હોમ ગ્રાઉન્ડ વિઝાગ એટલે કે વિશાખાપટ્ટનમનું ડૉ. વાયએસ રાજશેખર રેડ્ડી ACA-VDCA ક્રિકેટ સ્ટેડિયમ બનાવવામાં આવ્યું છે. આ નિર્ણય પણ લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. શક્ય છે કે મતદાનના પ્રથમ તબક્કામાં દિલ્હીમાં ચૂંટણી યોજવામાં આવે અને તે પછી દિલ્હી કેપિટલ્સ બાકીની મેચો તેમના હોમ ગ્રાઉન્ડ એટલે કે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમશે.

17 દિવસોમાં કોના હિસ્સામાં કેટલી મેચ ? 
જાહેર કરાયેલા શિડ્યૂલ મુજબ, પ્રથમ 17 દિવસ દરમિયાન 10 શહેરોમાં તમામ 10 ટીમો વચ્ચે કુલ 21 મેચો રમાશે. અહીં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, દિલ્હી કેપિટલ્સ અને ગુજરાત ટાઇટન્સની ટીમો મહત્તમ એટલે કે 5-5 મેચ રમશે. વળી, ચેન્નાઈ સુપર કિંગ્સ, સનરાઈઝર્સ હૈદરાબાદ, મુંબઈ ઈન્ડિયન્સ, રાજસ્થાન રોયલ્સ, લખનઉ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સ ચાર-ચાર મેચ રમવા માટે મળશે. જ્યારે કોલકાતા નાઈટ રાઈડર્સની માત્ર ત્રણ મેચ જ હશે.

માનવામાં આવે છે કે લોકસભા ચૂંટણી માટે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સની સાથે જ દેશમાં આચારસંહિતા લાગુ કરવામાં આવશે અને ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવશે. આ પછી આઈપીએલની બાકીની મેચોનું શિડ્યૂલ જાહેર કરવામાં આવશે. આઈપીએલની 2023 સીઝનની જેમ આઈપીએલ 2024માં પણ 74 મેચો રમાશે. એટલે કે 53 મેચનું શિડ્યૂલ આવવાનું બાકી છે.

આવું છે 21 મેચોનું શિડ્યૂલ - 

માર્ચ 23 પંજાબ કિંગ્સ દિલ્હી કેપિટલ્સ મોહાલી
માર્ચ 23 કોલકત્તા નાઇટરાઇડર્સ સનરાઇઝર્સ હૈદરાબાદ કોલકત્તા
માર્ચ 24 રાજસ્થાન રૉયલ્સ લખનઉ સુપર જાયન્ટ્સ જયપુર
માર્ચ 24 ગુજરાત ટાઇટન્સ મુંબઇ ઇન્ડિયન્સ અમદાવાદ
માર્ચ 25 રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉર પંજાબ કિંગ્સ બેંગ્લુરુ
માર્ચ 26 ચેન્નાઇ સુપર કિંગ્સ ગુજરાત ટાઇટન્સ ચેન્નાઇ
માર્ચ 27 સનરાઇઝર્સ હૈદરાબાદ મુંબઇ ઇન્ડિયન્સ હૈદરાબાદ
માર્ચ 28 રાજસ્થાન રૉયલ્સ દિલ્હી કેપિટલ્સ જયપુર
માર્ચ 29 રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉર કોલકત્તા નાઇટરાઇડર્સ બેંગ્લુંરુ
માર્ચ 30 લખનઉ સુપર જાયન્ટ્સ પંજાબ કિંગ્સ લખનઉ
માર્ચ 31 ગુજરાત ટાઇટન્સ સનરાઇઝર્સ હૈદરાબાદ અમદાવાદ
માર્ચ 31 દિલ્હી કેપિટલ્સ ચેન્નાઇ સુપર કિંગ્સ વિશાખાપટ્ટનમ
એપ્રિલ 1 મુંબઇ ઇન્ડિયન્સ રાજસ્થાન રૉયલ્સ મુંબઇ
એપ્રિલ 2 રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉર લખનઉ સુપર જાયન્ટ્સ બેંગ્લુંરુ
એપ્રિલ 3 દિલ્હી કેપિટલ્સ કોલકત્તા નાઇટરાઇડર્સ વિશાખાપટ્ટનમ
એપ્રિલ 4 ગુજરાત ટાઇટન્સ પંજાબ કિંગ્સ અમદાવાદ
એપ્રિલ 5 સનરાઇઝર્સ હૈદરાબાદ ચેન્નાઇ સુપર કિંગ્સ હૈદરાબાદ
એપ્રિલ 6 રાજસ્થાન રૉયલ્સ રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉર જયપુર
એપ્રિલ 7 મુંબઇ ઇન્ડિયન્સ દિલ્હી કેપિટલ્સ મુંબઇ 
એપ્રિલ 7 લખનઉ સુપર જાયન્ટ્સ ગુજરાત ટાઇટન્સ લખનુ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot Crime : રાજકોટમાં પોલીસના હત્યારાએ ગેંગ બનાવી સાક્ષીના ભાઈ પર કર્યો હુમલો, સામે આવ્યા સીસીટીવીBharuch Dushkarma Case : ભરુચ દુષ્કર્મ કેસમાં સરકારી વકીલ કોઈ પણ ફી વગર પીડિત બાળકીનો કેસ લડશેShankersinh Vaghela : શંકરસિંહ બાપુએ નવી પાર્ટીની સ્થાપનામાં જ કર્યું દારૂનું સમર્થનBhavnagar Police: ભાવનગરમાં ગુનેગારોમાં કાયદાનો ડર ન હોય તેવી સ્થિતિ, સમગ્ર ઘટના CCTVમાં કેદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
Robin Uthappa: રોબિન ઉથપ્પાએ લાખોના  EPFO ફ્રોડ કેસ પર આપ્યું નિવેદન, જાણો શું કહી વાત 
Robin Uthappa: રોબિન ઉથપ્પાએ લાખોના  EPFO ફ્રોડ કેસ પર આપ્યું નિવેદન, જાણો શું કહી વાત 
Women U19 Asia Cup 2024: ભારતીય ટીમે જીત્યો એશિયા કપનો ખિતાબ, બાંગ્લાદેશને ફાઇનલમાં હરાવ્યું
Women U19 Asia Cup 2024: ભારતીય ટીમે જીત્યો એશિયા કપનો ખિતાબ, બાંગ્લાદેશને ફાઇનલમાં હરાવ્યું
Embed widget