શોધખોળ કરો

Delhi Capitals IPL 2023: દિલ્હી કેપિટલ્સને મળી સીઝનની સાતમી હાર, શું ટુનામેન્ટમાંથી બહાર ફેંકાઇ? જાણો પ્લે ઓફના સમીકરણ

ઈન્ડિયન પ્રીમિયર લીગની 16મી સીઝનમાં દિલ્હી કેપિટલ્સનો સાતમો પરાજય થયો છે

ઈન્ડિયન પ્રીમિયર લીગની 16મી સીઝનમાં દિલ્હી કેપિટલ્સનો સાતમો પરાજય થયો છે. 10 મે (બુધવાર) ના રોજ એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં દિલ્હીને ચેન્નઈ સુપર કિંગ્સે 27 રને હાર આપી હતી. આ હાર બાદ ડેવિડ વોર્નરની કેપ્ટનશીપ હેઠળની દિલ્હી કેપિટલ્સ માટે પ્લેઓફમાં પહોંચવું ખૂબ મુશ્કેલ દેખાઈ રહ્યું છે.

IPL 2023માં દિલ્હી કેપિટલ્સ હાલમાં 11 મેચમાં આઠ પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં 10મા સ્થાને છે. દિલ્હીની ત્રણ મેચ બાકી છે - જેમાંથી બે પંજાબ કિંગ્સ સામે છે, જ્યારે તેની છેલ્લી મેચ અરુણ જેટલી સ્ટેડિયમમાં ચેન્નઈ સુપર કિંગ્સ સામે છે. દિલ્હી કેપિટલ્સને હવે પ્લેઓફમાં સ્થાન મેળવવા માટે ચમત્કારની જરૂર છે.

પ્લેઓફ એટલે કે ટોપ-4માં સ્થાન મેળવવા માટેની પ્રથમ શરત એ છે કે દિલ્હી કેપિટલ્સ લીગ તબક્કાની બાકીની ત્રણેય મેચ જીતે. જો તે પંજાબ કિંગ્સને બે વખત હરાવે છે અને તેના હોમ ગ્રાઉન્ડ પર ચેન્નઈ સુપર કિંગ્સ સામે જીતે છે, તો તેના ખાતામાં 14 પોઈન્ટ થઈ જશે. હા, દિલ્હી કેપિટલ્સે આ ત્રણ મેચમાં મોટી જીત મેળવવી પડશે જેથી તેમનો નેટ-રનરેટ પણ સારો રહી શકે.

દિલ્હી કેપિટલ્સનો વર્તમાન નેટ-રનરેટ -0.605 છે, જે તમામ 10 ટીમોમાં સૌથી ખરાબ છે. દિલ્હીની ટીમ હવે પોઈન્ટ ટેબલમાં ચેન્નઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સને હરાવી શકશે નહીં. કારણ કે ગુજરાતના 16 અને ચેન્નઈ સુપર કિંગ્સના 15 પોઈન્ટ છે. માની લઈએ કે દિલ્હી કેપિટલ્સ ટીમ સારી નેટ-રનરેટ અને 14 પોઈન્ટ સુધી પહોંચે છે, તો દિલ્હી કેપિટલ્સે પ્રાર્થના કરવી પડશે કે આ ત્રણ સમીકરણો તેમની તરફેણમાં રહે.

  1. ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઇન્ડિયન્સ તેમની બાકીની લીગ તબક્કાની મેચો જીતે છે, જ્યારે ચેન્નઈ સુપર કિંગ્સ કોલકાતા નાઈટ રાઈડર્સ સામે જીતી જાય.
  2. લખનઉ સુપર જાયન્ટ્સ કોલકાતા નાઈટ રાઈડર્સને હરાવે અને સનરાઈઝર્સ હૈદરાબાદ અને મુંબઈ ઈન્ડિયન્સ સામે મેચ હારી જાય.
  3. રાજસ્થાન રોયલ્સ તેની બાકીની 3 મેચમાંથી ઓછામાં ઓછી બે મેચ હારી જાય. રાજસ્થાને બાકીની ત્રણ મેચ આરસીબી, પંજાબ કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ સામે રમવાની છે.

જો આ સમીકરણ દિલ્હી કેપિટલ્સની તરફેણમાં રહે છે, તો તે 14 પોઈન્ટ સાથે પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ શકે છે. આવી સ્થિતિમાં તે ગુજરાત ટાઇટન્સ, ચેન્નઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ પછી લીગ તબક્કામાં ચોથા સ્થાને હશે.

બુધવાર (10 મે)ના રોજ રમાયેલી મેચની વાત કરીએ તો ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરીને ચેન્નઈ સુપર કિંગ્સે 20 ઓવરમાં આઠ વિકેટે 167 રન બનાવ્યા હતા. શિવમ દુબેએ 12 બોલમાં 25 રનની ઇનિંગ રમી જેમાં ત્રણ સિક્સ સામેલ હતી. આ સાથે જ ઓપનર ઋતુરાજ ગાયકવાડે ચાર ચોગ્ગાની મદદથી 24 રનનું યોગદાન આપ્યું હતું. દિલ્હી કેપિટલ્સ તરફથી મિશેલ માર્શે ત્રણ અને અક્ષર પટેલે બે વિકેટ ઝડપી હતી.

જવાબમાં દિલ્હી કેપિટલ્સની ટીમ નિર્ધારિત ઓવરમાં આઠ વિકેટે 140 રન જ બનાવી શકી હતી. દિલ્હી કેપિટલ્સ તરફથી રિલે રુસોએ 35 અને મનીષ પાંડેએ 27 રનનું યોગદાન આપ્યું હતું. CSK તરફથી મતિષા પથિરાનાએ સૌથી વધુ ત્રણ અને દીપક ચહરે બે વિકેટ ઝડપી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Cold: રાજ્યમાં આ તારીખથી પડશે હાડ થીજવતી ઠંડી, અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી જાણી લો
Gujarat Cold: રાજ્યમાં આ તારીખથી પડશે હાડ થીજવતી ઠંડી, અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી જાણી લો
દિલ્હીમાં ઠંડીનો 14 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, આગામી બે દિવસ માટે હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું 
દિલ્હીમાં ઠંડીનો 14 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, આગામી બે દિવસ માટે હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું 
EPFO Scheme: ATM માંથી નિકળશે PF ના પૈસા, સરકારે જણાવ્યું ક્યારે મળશે આ સુવિધા
EPFO Scheme: ATM માંથી નિકળશે PF ના પૈસા, સરકારે જણાવ્યું ક્યારે મળશે આ સુવિધા
ચેમ્પિયન્સ ટ્રોફી વિવાદમાં નવો વળાંક, ODIને બદલે T20 ફોર્મેટમાં થઈ શકે છે  ટૂર્નામેન્ટ  
ચેમ્પિયન્સ ટ્રોફી વિવાદમાં નવો વળાંક, ODIને બદલે T20 ફોર્મેટમાં થઈ શકે છે  ટૂર્નામેન્ટ  
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ રઝળ્યા રત્નકલાકાર?Hun To Bolish : હું તો બોલીશ : કયા કારણે લાંબી લાઈન?Surat News: સુરતમાં સરેઆમ દીકરીઓની છેડતી કરનાર નરાધમની ધરપકડHarsh Sanghavi: ગુજરાતમાં ગૌહત્યાના આરોપીઓ વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં સરકાર કટિબદ્ધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Cold: રાજ્યમાં આ તારીખથી પડશે હાડ થીજવતી ઠંડી, અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી જાણી લો
Gujarat Cold: રાજ્યમાં આ તારીખથી પડશે હાડ થીજવતી ઠંડી, અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી જાણી લો
દિલ્હીમાં ઠંડીનો 14 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, આગામી બે દિવસ માટે હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું 
દિલ્હીમાં ઠંડીનો 14 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, આગામી બે દિવસ માટે હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું 
EPFO Scheme: ATM માંથી નિકળશે PF ના પૈસા, સરકારે જણાવ્યું ક્યારે મળશે આ સુવિધા
EPFO Scheme: ATM માંથી નિકળશે PF ના પૈસા, સરકારે જણાવ્યું ક્યારે મળશે આ સુવિધા
ચેમ્પિયન્સ ટ્રોફી વિવાદમાં નવો વળાંક, ODIને બદલે T20 ફોર્મેટમાં થઈ શકે છે  ટૂર્નામેન્ટ  
ચેમ્પિયન્સ ટ્રોફી વિવાદમાં નવો વળાંક, ODIને બદલે T20 ફોર્મેટમાં થઈ શકે છે  ટૂર્નામેન્ટ  
Disease X: સમગ્ર વિશ્વ માટે ખતરો નવી મહામારી Disease X, WHO એ આપી હતી ચેતવણી, જાણી કઈ રીતે બચશો 
Disease X: સમગ્ર વિશ્વ માટે ખતરો નવી મહામારી Disease X, WHO એ આપી હતી ચેતવણી, જાણી કઈ રીતે બચશો 
9 એરબેગ સેફ્ટી સાથે લોન્ચ થઈ Toyota Camry, જાણો શું છે કિંમત 
9 એરબેગ સેફ્ટી સાથે લોન્ચ થઈ Toyota Camry, જાણો શું છે કિંમત 
Rajkot Fire: રાજકોટ ગોપાલ નમકીનમાં લાગેલી વિકરાળ આગ હજુ પણ બેકાબુ, એક કિમીનો વિસ્તાર કરાવાયો ખાલી
Rajkot Fire: રાજકોટ ગોપાલ નમકીનમાં લાગેલી વિકરાળ આગ હજુ પણ બેકાબુ, એક કિમીનો વિસ્તાર કરાવાયો ખાલી
IND vs AUS: ગાબા ટેસ્ટ નહીં રમે જસપ્રીત બુમરાહ ? ઓસ્ટ્રેલિયાના આ બોલરે કર્યો મોટો દાવો 
IND vs AUS: ગાબા ટેસ્ટ નહીં રમે જસપ્રીત બુમરાહ ? ઓસ્ટ્રેલિયાના આ બોલરે કર્યો મોટો દાવો 
Embed widget