છેલ્લી ઓવરના પ્રેશર વચ્ચે કયો ખેલાડી બોલ્યો 'હવે આપણો વારો છે, ડરવાનુ નથી જીતવાનુ છે'
આ સમયે ગુજરાતના વાઇસ કેપ્ટન રાશિદ ખાને પ્રેશરમાં ગભરાઇ ગયેલા તેવટિયાને કહ્યું -આપણા સર્વશ્રેષ્ઠ બૉલર ફર્ગ્યૂસને છેલ્લી ઓવરમાં 25 રન આપ્યા હતા,
મુંબઇઃ ભારતમા આઇપીએલ પોતાના રોમાંચક તબક્કામાં પહોંચી ચૂકી છે. આ વખતે પોતાની પહેલી સિઝન રમી રહેલી ગુજરાત ટાઇટન્સે આઇપીએલ 15માં ધમાલ મચાવી દીધી છે. એક પછી એક મેચ જીતીને પૉઇન્ટ ટેબલમાં ટૉપ પર પહોંચી ચૂકી છે. ગઇકાલે રમાયેલી મેચમાં ગુજરાત ટાઇટન્સની હાર લગભગ નક્કી થઇ ચૂકી હતી, અને હૈદરાબાદ માત્રે એક ઓવર બાદ જીતનો જશ્ન મનાવવા તૈયાર હતી, પરંતુ રાશિદ ખાન અને રાહુલ તેવટિયાએ કેન વિલિયમસનની ઇચ્છા પર પાણી ફેરવી નાંખ્યુ.
ખરેખરમાં, ગુજરાત ટાઇટન્સ લગભગ હારી ગયેલી મેચમાં છેલ્લી ઓવરમાં 22 રન કરવાના હતા, અને ક્રિઝ પર રાહુલ તેવટિયા અને રાશિદ ખાન હતો, આ સમયે બન્ને ખેલાડીઓ પર જબરદસ્ત દબાણ હતુ.
આ સમયે ગુજરાતના વાઇસ કેપ્ટન રાશિદ ખાને પ્રેશરમાં ગભરાઇ ગયેલા તેવટિયાને કહ્યું -આપણા સર્વશ્રેષ્ઠ બૉલર ફર્ગ્યૂસને છેલ્લી ઓવરમાં 25 રન આપ્યા હતા, હવે આપણો વારો છે, ગભરાવવાની જરૂર નથી, જીતવાનુ છે, એક બૉલ ખાલી જાય તો પણ ડરવાનુ નથી, અને મેચ ફિનિશ કરવાની છે. રાશિદ ખાનની આ સલાહ બાદ આખરે છેલ્લા બૉલે ગુજરાત ટાઇટન્સને જીત મળી ગઇ હતી.
રાશિદ ખાને છેલ્લા બોલ પર સિક્સર મારીને મેચ ફિનીશ કરી-
ગુજરાતની છેલ્લી ઓવરના છેલ્લા બોલ પર શાનદાર જીત થઈ. રાશિદ ખાને છેલ્લા બોલ પર સિક્સર મારીને મેચ ફિનીશ કરી હતી. છેલ્લી ઓવરમાં રાહુલ તેવટીયા અને રાશિદ ખાને 4 સિક્સર ફટકારીને ગુજરાતને જીત અપાવી હતી.
રાશિદ ખાને 11 બૉલમાં અણનમ 31 રન ફટકાર્યા હતા, જેમાં 4 છગ્ગા સામેલ હતા. જ્યારે રાહુલ તેવટિયાએ 21 બૉલમાં અણનમ 40 રનની ઇનિંગ રમી હતી. બન્ને વચ્ચે 24 બૉલમાં 59 રનની મેચ વિનિંગ પાર્ટનરશીપ થઇ હતી.
આ પણ વાંચો......
એપ્રિલમાં અમદાવાદમાં ગરમીએ દસ વર્ષનો રેકોર્ડ તોડ્યો, રાજ્યમાં આગામી 5 દિવસ યલો એલર્ટની આગાહી
Urine Frequency:દિવસમાં કેટલી વખત યુરિન જવું છે સામાન્ય, કઇ સ્થિતિમાં થઇ જવું જોઇએ એલર્ટ
Face Fat:ફેસ ફૂડની સમસ્યાથી મેળવો છુટકારો, બંધ કરો આ ફૂડનું સેવન
ગુજરાતમાં એક જ દિવસે 4-4 હત્યાથી ખળભળાટઃ કચ્છમાં પત્ની-પુત્રની હત્યા, સુરતમાં પત્નીએ કરી પતિની હત્યા