શોધખોળ કરો

LSG vs GT: ગુજરાતે લખનઉને 62 રનથી હરવ્યું, રાશિદ ખાને 4 વિકેટ ઝડપી, ગુજરાત પ્લેઓફમાં પહોંચ્યું

IPL 2022, GT vs LSG: પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાયેલી IPL 2022ની 57મી મેચમાં ગુજરાત ટાઇટન્સે લખનઉ સુપર જાયન્ટ્સને 62 રનથી હરાવ્યું હતું.

GT vs LSG, Match Highlights: પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાયેલી IPL 2022ની 57મી મેચમાં ગુજરાત ટાઇટન્સે લખનઉ સુપર જાયન્ટ્સને 62 રનથી હરાવ્યું હતું. આ સિઝનમાં ગુજરાતની આ 9મી જીત છે. આ સાથે જ હાર્દિક પંડ્યાની ટીમ પ્લેઓફમાં ક્વોલિફાય થઈ ગઈ છે. IPL 2022ની પ્લેઓફમાં પહોંચનારી ગુજરાત પ્રથમ ટીમ બની છે.

ગુજરાત ટાઇટન્સે પ્રથમ બેટિંગ કરતાં 20 ઓવરમાં 4 વિકેટે 144 રન બનાવ્યા હતા. જવાબમાં લખનઉ સુપર જાયન્ટ્સની ટીમ 13.5 ઓવરમાં માત્ર 82 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ગુજરાત માટે રાશિદ ખાન, યશ દયાલ અને આર. સાંઈ કિશોરે શાનદાર પ્રદર્શન કર્યું હતું. રાશિદે ચાર વિકેટ લીધી હતી. તો યશ અને કિશોરે બે-બે વિકેટ લીધી હતી. જ્યારે મહોમ્મદ શામીને 1 વિકેટ લેવામાં સફળતા મળી હતી.

ગુજરાત તરફથી મળેલા 145 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી લખઉની ટીમની શરૂઆત સારી રહી ન હતી. ચોથી ઓવરમાં 19ના સ્કોર પર ક્વિન્ટન ડી કોક પેવેલિયન પરત ફર્યો હતો. તેણે 10 બોલમાં 11 રન બનાવ્યા હતા. આ પછી શાનદાર ફોર્મમાં ચાલી રહેલ કેએલ રાહુલ પણ સાવ સસ્તામાં આઉટ થયો હતો. રાહુલ 16 બોલમાં માત્ર 8 રન બનાવી શક્યો હતો.

24 રનમાં બે વિકેટ પડી ગયા પછી, દીપક હુડ્ડાએ એક બાજુથી ઈનિંગને સંભાળવાનો પ્રયાસ કર્યો, પરંતુ નિયમિત અંતરે બીજી બાજુથી વિકેટો પડતી રહી. ગુજરાત ટાઈટન્સની ઘાતક બોલિંગ સામે લખનઉના માત્ર 2 બેટ્સમેન ડબલ ફિગરમાં રન બનાવી શક્યા હતા. જેમાં આજની મેચથી ડેબ્યુ કરનાર કરણ શર્મા 04 રન બનાવીને આઉટ થયો હતો. જ્યારે કૃણાલ પંડ્યા 05, આયુષ બદોની 08, માર્કસ સ્ટોઇનિસ 02 અને જેસન હોલ્ડર 01 રને આઉટ થયા હતા. આ પછી મોહસીન ખાન 01 અને અવેશ ખાન 4 બોલમાં 2 સિક્સરની મદદથી 12 રન બનાવીને આઉટ થયો હતો. આ સાથે જ દુષ્મંત ચમીરા શૂન્ય રને અણનમ પરત ફર્યો હતો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ

ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો

'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી

Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Bhavnagar Accident News: ભાવનગર-સોમનાથ હાઈવે પર જીવલેણ અકસ્માત, 6 ના મોત, 10થી વધુ ઈજાગ્રસ્તKhyati Hospital Scam: કુખ્યાત ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં વધુ એક મહત્વની માહિતી ક્રાઈમબ્રાંચને હાથ લાગીWeather Update : ગજરાતમાં ઠંડી હજી વધશે? જુઓ હવામાન વિભાગની લેટેસ્ટ આગાહીRajkot News: રાજકોટ મહાનગરપાલિકાની કચરાના નિકાલ મુદ્દેની કામગીરી આવી શંકાના દાયરામાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી
'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Parliament Winter Session:  લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી

EPF Balance Check: પોતાના EPF એકાઉન્ટનું બેલેન્સ કેવી રીતે કરશો ચેક, જાણો સ્ટેપ-બાય સ્ટેપ પ્રોસેસ?

રાજ્યમાં ‘સેવા સેતુ’ કાર્યક્રમથી ૩.૦૭ કરોડથી વધુને થયો લાભ, ૯૯ ટકાથી વધુ અરજીનો નિકાલ

​Bank Jobs 2024: સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં બહાર પડી જૂનિયર એસોસિએટની ભરતી, જાણો કઇ છે અંતિમ તારીખ?

Embed widget