RCB vs LSG: કોહલીને મળવા આવેલા યુવકને પોલીસ ઉપાડી ગઈ, કોહલીએ કરી એક્ટિંગ, જુઓ વીડિયો
ચાલુ મેચમાં ઘણા ફેન્સ પોતાના ગમતા ખેલાડીઓને મળવા મેદાનમાં આવી પહોંચતા હોવાના ઘણા કિસ્સા સામે આવ્યા છે.
Kohli Super Fan in IPL: ગઈકાલે IPL 2022ની એલિમીનેટર મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને લખનઉ સુપર જાયંટ્સ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં બેંગ્લોરે લખનઉને 14 રનથી હરાવ્યું હતું. બેંગ્લોરની ઘાતક બોલિંગ સામે લખનઉના બેટ્સમેન 207 રનનો લક્ષ્યાંક હાંસલ કરવામાં નિષ્ફળ રહ્યા હતા. આ શાનદાર જીત સાથે બેંગ્લોર ક્વોલિફાયર 2માં પહોંચી ગયું છે અને હવે રાજસ્થાન રોયલ્સ સામે મેચ રમશે. આ મેચમાં બેંગ્લોરના બેટ્સમેન રજત પાટીદારે શાનદાર સદી ફટકારી હતી.
મેદાનમાં કોહલીને મળવા પહોંચ્યો યુવકઃ
ચાલુ મેચમાં ફેન્સ પોતાના ગમતા ખેલાડીઓને મળવા મેદાનમાં આવી પહોંચતા હોવાના ઘણા કિસ્સા સામે આવ્યા છે. ત્યારે આવો જ બનાવ લખનઉની બેટિંગ દરમિયાન બન્યો હતો. આ મેચ દરમિયાન બનેલી આ ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં દેખાય છે કે, એક યુવક વિરાટ કોહલીને મળવા માટે મેદાનમાં ઘુસી આવે છે. વિરાટ તરફ આગળ વધી રહેલા આ ક્રિકેટ ફેનને પકડવા માટે કોલકાતા પોલીસના 2 જવાનો પણ તેની પાછળ દોડે છે. આ યુવક કોહલી સુધી પહોંચે તે પહેલાં તેને ઝડપી પાડે છે. યુવકને પકડ્યા બાદ પોલીસ જવાને તેને ખભા પર ઉંચકી લે છે અને મેદાનમાંથી બહાર લઈ જાય છે.
યુવકને આ રીતે ઉંચકીને લઈ જતો જોઈને વિરાટ કોહલી પણ મજાક કરતાં પોલીસની આ જોન સીના સ્ટાઈલ કરે છે. વિરાટ કોહલીને મળવા આવેલા આ ફેનને પોલીસ જે રીતે ઉપાડીને લઈ ગઈ તેનો વીડિયો ખુબ જ વાયરલ થઈ રહ્યો છે.
Intruder in yesterday's match.
— Samy (@ZlxComfort) May 26, 2022
Kohli 🤣 pic.twitter.com/1CiQXZTDdm
આ પણ વાંચોઃ