મુંબઇની હાર બાદ મેદાન પર સચિન તેંદુલકરને પગે પડી ગયો દુનિયાનો આ દિગ્ગજ ક્રિકેટર, જાણો
પંજાબ કિંગ્સના ફિલ્ડિંગ કૉચ જૉન્ટી રૉડ્સ જ્યારે મેચ બાદ મુંબઇ ઇન્ડિયન્સના મેન્ટર સચિન તેંદુલકરને મળ્યા તો તે ગ્રાઉન્ડ પર જ તેમના પગે પડી ગયો.
IPL 2022: ઇન્ડિયન પ્રીમિયર લીગની સિઝન 15માં ઘણા બધા કિસ્સા એવા જોવા મળી રહ્યા છે, જે અદભૂત અને અકલ્પનીય છે, તે ક્યારેય ભૂલી શકાય એમ નથી. ગઇ કાલે આઇપીએલમાં મુંબઇ ઇન્ડિયન્સ (MI) અને પંજાબ કિંગ્સ (PBKS)ની વચ્ચે જબરદસ્ત રોચક મુકાબલો જોવા મળ્યો. અંતે મુંબઇની હાર થઇ. પરંતુ હાર બાદ મેદાન પર જે ઘટના ઘટી તેને દરેકના દિલ જીતી લીધા છે.
પંજાબ કિંગ્સના ફિલ્ડિંગ કૉચ જૉન્ટી રૉડ્સ જ્યારે મેચ બાદ મુંબઇ ઇન્ડિયન્સના મેન્ટર સચિન તેંદુલકરને મળ્યા તો તે ગ્રાઉન્ડ પર જ તેમના પગે પડી ગયો. જૉન્ટી રૉડ્સ સચિનના પગે લાગવા લાગ્યો હતો. બાદમાં સચિને પણ તેને આમ કરતા રોક્યો અને બન્નેનો આ અંદાજ કેમેરામાં કેદ થઇ ગયો હતો. સોશ્યલ મીડિયા પર આ વીડિયો બાદમાં ખુબ વાયરલ થયો હતો.
ઉલ્લેખનીય છે કે જૉન્ટી રૉડ્સની ગણતરી દુનિયાના બેસ્ટ ફિલ્ડરોમાં થાય છે. તે દક્ષિણ આફ્રિકાનો શાનદાર પ્લેયર હતો, અને પોતાની કેરિયર દરમિયાન સચિન સામે કેટલીય મેચો રમ્યો છે. જૉન્ટી રૉડ્સ પહેલા મુંબઇ ઇન્ડિયન્સની સાથે પણ હતો. આવામા બન્નેની બૉન્ડિંગ બેસ્ટ છે.
વળી, જો મેચની વાત કરીએ તો પંજાબ કિંગ્સે આ મેચમાં પહેલા બેટિંગ કરતા 198 રનોનો વિશાળ ટાર્ગેટ આપી દીધો, જોકે, મુંબઇએ પીછો કરતા સારી બેટિંગ કરી અને અંતે 14 રનથી મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ખાસ વાતે છે ઇન્ડિયન પ્રીમિયર લીગની 15મી સિઝનમાં મુંબઇ ઇન્ડિયન્સ પાંચ મેચ રમી છે, જે તમામમાં હારનો સામનો કરવો પડ્યો છે.
આ પણ વાંચો......
રાજ્યમાં આજથી પડશે કાળઝાળ ગરમી, જાણો કેટલા ડિગ્રી સુધી પહોંચી શકે છે પારો
આ લક્ષણો દર્શાવે છે કે, આપની પ્રેગ્નન્સી અનહેલ્ધી છે, બાળકને પહોંચી શકે છે નુકસાન, ન કરો નજરઅંદાજ
ભારતની સોફ્ટવેર કંપની ઈન્ફોસિસે રશિયામાં પોતાનો બિઝનેસ સમેટી લીધો, જાણો કંપનીએ કેમ લીધો આ નિર્ણય
ગુજરાતની આ યુનિવર્સિટીએ ફીમાં કર્યો 10 ટકાનો વધારો
PM મોદીએ UPI ટ્રાન્ઝેક્શન ડેટાથી બનેલી ટ્યુન શેર કરી, કહ્યું- તે ખૂબ જ રસપ્રદ અને માહિતીપ્રદ છે