(Source: ECI/ABP News/ABP Majha)
IPL 2022: RCB આ વખતે પણ નહીં બની શકે IPL ચેમ્પિયન ! જાણો કારણ
IPL 2022: આઈપીએલના ઈતિહાસમાં એલિમિનનેટર રમતી ટીમ ચેમ્પિયન બની હોય તેવું માત્ર એક જ વાર બન્યું છે.
IPL 2022: IPLમાં લીગ મેચો બાદ હવે પ્લેઓફ મેચો રમાશે. ગુજરાત ટાઇટન્સ (GT) અને રાજસ્થાન રોયલ્સ (RR) ઉપરાંત લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) પ્લેઓફમાં પહોંચનાર 4 ટીમો છે. લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ની ટીમો એલિમિનેટર મેચમાં સામસામે ટકરાશે. આઈપીએલના ઈતિહાસમાં એલિમિનનેટર રમતી ટીમ ચેમ્પિયન બની હોય તેવું માત્ર એક જ વાર બન્યું છે.
એલિમિનેટર રમતી ટીમ ક્યારે બની હતી વિજેતા
પોઈન્ટ ટેબલમાં પ્રથમ અને બીજા સ્થાને રહેલી ટીમને ફાઇનલમાં પહોંચવાની 2 તકો મળે છે. પોઈન્ટ ટેબલમાં ટોપ-2 ટીમો ક્વોલિફાયર-1 રમે છે. ક્વોલિફાયર-1માં વિજેતા ટીમને ફાઇનલમાં સ્થાન મળે છે. જ્યારે હારનાર ટીમે એલિમિનેટર વિજેતા સાથે ક્વોલિફાયર-2 રમવું પડશે. આ રીતે ટોપ-2 ટીમો પાસે ફાઇનલમાં પહોંચવાની 2 તકો છે. ખરેખર, આઈપીએલના ઈતિહાસમાં આવું માત્ર એક જ વાર બન્યું છે જ્યારે એલિમિનેટર રમતી ટીમે ટાઈટલ જીત્યું હોય. વર્ષ 2016 માં ડેવિડ વોર્નરની આગેવાની હેઠળ સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) એ આ કારનામું કર્યું હતું. તે વર્ષે સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) એ ફાઇનલમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને હરાવીને પ્રથમ વખત ટાઇટલ જીત્યું હતું.
RCB માટે ફાઇનલમાં પહોંચવાનો માર્ગ નથી સરળ
એલિમિનેટરમાં, KL રાહુલની આગેવાની હેઠળની લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) નો સામનો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ટીમ સાથે થશે. આ મેચમાં હારનાર ટીમ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ જશે. જ્યારે વિજેતા ટીમ ક્વોલિફાયર-1માં હારેલી ટીમ સાથે ક્વોલિફાયર-2 રમશે. ક્વોલિફાયર-2માં વિજેતા ટીમ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે 29મી મેના રોજ ક્વોલિફાયર-1ના વિજેતા સામે ફાઇનલ મેચ રમશે. આવી સ્થિતિમાં, એલિમિનેટર રમી રહેલી બંને ટીમો એટલે કે લખનઉ સુપર જોઈન્ટ્સ (LSG) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) માટે ફાઇનલમાં પહોંચવાનો રસ્તો આસાન નહીં હોય. જો આરસીબી ફાઈનલમાં નહીં પહોંચે તો કોહલીનું વિજેતા બનવાનું સપનું ફરી એક વખત રોળાઈ જશે.