(Source: ECI/ABP News/ABP Majha)
KKR vs SRH: ફ્લાઇંગ કિસ આપવાનું હર્ષિત રાણાને પડ્યું મોંઘુ, ચૂકવવી પડી આટલી મોટી કિંમત
IPL 2024: છઠ્ઠી ઓવરમાં હર્ષિત રાણાએ મયંક અગ્રવાલ (32)ને આઉટ કરીને KKRને પ્રથમ સફળતા અપાવી હતી.
Harshit Rana Fined: ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024ની ત્રીજી મેચ શનિવારે કોલકાતા નાઈટ રાઈડર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાઈ હતી. કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે રમાયેલી આ મેચમાં ખેલાડીઓ વચ્ચે ખૂબ જ ગરમાવો જોવા મળ્યો હતો. આન્દ્રે રસેલની 25 બોલમાં 64 રનની તોફાની ઈનિંગના આધારે KKRએ સાત વિકેટ ગુમાવીને 208 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો અને ત્યારપછી છેલ્લી ઓવરમાં હર્ષિત રાણાની ઘાતક બોલિંગને કારણે હૈદરાબાદને 7 વિકેટે 204 રન પર જ સીમિત કરી દીધું હતું. રસેલને તેના શાનદાર પ્રદર્શન બદલ પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.
હર્ષિત રાણાએ મયંક અગ્રવાલને ફ્લાઈંગ કિસ આપી હતી
મયંક અગ્રવાલ અને અભિષેક શર્માએ પ્રથમ વિકેટ માટે અડધી સદીની ભાગીદારી કરીને KKR દ્વારા આપવામાં આવેલા 209 રનના લક્ષ્યનો પીછો કરતી વખતે SRHને સારી શરૂઆત અપાવી હતી. પરંતુ છઠ્ઠી ઓવરમાં હર્ષિત રાણાએ મયંક અગ્રવાલ (32)ને આઉટ કરીને KKRને પ્રથમ સફળતા અપાવી હતી. મયંકે હર્ષિતના ફેંકેલા બોલને ડીપ સ્ક્વેર લેગ તરફ ફટકાર્યો હકતો પરંતુ ત્યાં હાજર રિંકુ સિંહે તેને પકડવામાં કોઈ ભૂલ કરી નહીં.
From Eden Gardens, with love 💜
— IndianPremierLeague (@IPL) March 24, 2024
A tale of triumph as narrated by Andre Russell and Harshit Rana 🤝🏻
P.S. Always good to have the 👑 in the (e)den
WATCH 🎥 🔽 - By @28anand#TATAIPL | #KKRvSRH | @Russell12A
મયંકને આઉટ કર્યા બાદ યુવા ફાસ્ટ બોલર રાણાએ પોતાનો કાબુ ગુમાવી દીધો હતો. તે પેવેલિયન તરફ જઈ રહેલા મયંક તરફ ગયો અને તેના મોં તરફ ઈશારો કરીને ફ્લાઈંગ કિસ સેલિબ્રેશન આપ્યું. રાણાનું આ એક્શન મયંકને પસંદ ન આવ્યું અને તે બોલર તરફ જોવા લાગ્યો.
હર્ષિત રાણાને દંડ
રાણાને હવે મેચ દરમિયાન ગેરવર્તન બદલ દંડ ફટકારવામાં આવ્યો છે. IPLએ રાણાને મેચ ફીના 60 ટકા દંડ ફટકાર્યો છે. IPL દ્વારા જારી કરવામાં આવેલા એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024માં કોલકાતા નાઈટ રાઈડર્સના બોલર હર્ષિત રાણાને 23 માર્ચે સનરાઈઝર્સ હૈદરાબાદ સામેની મેચમાં આઈપીએલની આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ મેચ ફીનો દંડ ફટકારવામાં આવશે. 60 ટકા દંડ ફટકારવામાં આવ્યો છે.
Russell Mania in Kolkata 👌
— IndianPremierLeague (@IPL) March 23, 2024
Andre Russell’s thunderous all round performance earns him the Player of the Match award 🏆
Scorecard ▶️ https://t.co/xjNjyPa8V4 #TATAIPL | #KKRvSRH pic.twitter.com/PbkcrsSEed