શોધખોળ કરો

IPL 2025: પંજાબ કિંગ્સની KKR વિરુદ્ધ જીત બાદ પોઇન્ટસ ટેબલમાં મોટો ફેરફાર, જાણો તમામ ટીમની સ્થિતિ?

Ipl 2025 Points Table: આ પંજાબ કિંગ્સની 6 મેચમાંથી ચોથી જીત હતી. બીજી તરફ, કોલકત્તાને આ સીઝનમાં 7 મેચમાંથી ચોથી હારનો સામનો કરવો પડ્યો હતો.

Ipl 2025 Points Table: ઇન્ડિયન પ્રીમિયર લીગ 2025ની 31મી મેચમાં પંજાબ કિંગ્સની ટીમે ધમાલ મચાવી દીધી હતી. પંજાબની ટીમે કોલકાતા નાઈટ રાઈડર્સને તેના હોમ ગ્રાઉન્ડ પર માત્ર 111 રન કરીને હરાવ્યું હતું. પંજાબ કિંગ્સની આ જીત બાદ પોઈન્ટ ટેબલમાં પણ મોટી હલચલ મચી ગઈ છે. આ પંજાબ કિંગ્સની 6 મેચમાંથી ચોથી જીત હતી. બીજી તરફ, કોલકત્તાને આ સીઝનમાં 7 મેચમાંથી ચોથી હારનો સામનો કરવો પડ્યો હતો.

કોલકત્તા સામેની આ જીત બાદ પંજાબ કિંગ્સની ટીમે પોઈન્ટ ટેબલમાં પોતાનું સ્થાન મજબૂત બનાવ્યું છે. જોકે, ઓછા સ્કોરવાળી મેચ હોવાથી ટીમને રન રેટમાં મોટું નુકસાન થયું છે. પંજાબની ટીમ +0.172 રન રેટ સાથે ચોથા સ્થાને છે. પંજાબ કિંગ્સ ઉપર ગુજરાત ટાઇટન્સ, દિલ્હી કેપિટલ્સ અને રોયલ ચેલેન્જર્સ છે. આવી સ્થિતિમાં ચાલો જાણીએ કે પંજાબ કિંગ્સ અને કેકેઆર વચ્ચેની મેચ પછી પોઈન્ટ ટેબલની સ્થિતિ શું છે.

પંજાબ અને કોલકત્તા વચ્ચેની મેચ કેવી રહી?

પંજાબ કિંગ્સ અને કેકેઆર વચ્ચેની આ મેચ ન્યૂ ચંડીગઢના મુલ્લાંપુર ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચમાં ટોસ જીતીને પંજાબ કિંગ્સની ટીમે પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી પંજાબની ટીમ સારી શરૂઆત બાદ KKR સામે ખરાબ રીતે નિષ્ફળ ગઈ હતી. પંજાબ કોઈક રીતે કોલકત્તા સામે 15.3 ઓવરમાં 111 રનનો સ્કોર હાંસલ કરવામાં સફળ રહ્યું. કોલકત્તા તરફથી હર્ષિત રાણાએ શાનદાર બોલિંગ કરી અને ત્રણ વિકેટ લીધી હતી. આ ઉપરાંત વરુણ ચક્રવર્તી અને સુનીલ નારાયણે પણ બે-બે વિકેટ લીધી હતી.

માત્ર 112 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી કેકેઆરની ટીમની શરૂઆત પંજાબ કિંગ્સ કરતા ખરાબ રહી હતી. કોલકત્તાએ ફક્ત 7 રનમાં બે વિકેટ ગુમાવી દીધી. જોકે, રઘુવંશીએ થોડા સમય માટે ઇનિંગ્સને સંભાળવાનો પ્રયાસ કર્યો, પરંતુ યુઝવેન્દ્ર ચહલના સ્પિન સામે કોલકત્તાના બેટ્સમેન સંપૂર્ણપણે લાચાર દેખાતા હતા. પંજાબ તરફથી ચહલે 4 ઓવરમાં 28 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. આ રીતે સમગ્ર કોલકત્તાની ટીમ 15.1 ઓવરમાં 95 રનમાં ઓલઆઉટ થઈ ગઈ, જેના કારણે પંજાબ 16 રનથી મેચ જીતી શક્યું હતું.                                            

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Republic Day 2026: ગણતંત્ર દિવસે આતંકી હુમલાના પ્લાનિંગનો પર્દાફાશ, રામ મંદિર, દિલ્લી ટારગેટ પર, એલર્ટ જાહેર

Trump Tariff:ગ્રીનલેન્ડ પર ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો યુ-ટર્ન, અમેરિકા હવે યુરોપિયન દેશો પર નહિ લગાવે ટેરિફ

IND vs NZ: ભારતે કિવીઓને કચડી નાખ્યા! ઐતિહાસિક સ્કોર ખડકીને 48 રને જીતી પ્રથમ T20

PM Modi માટે ખૂબ માન છે, જલ્દી થશે મોટી ટ્રેડ ડીલ: ટેરિફ વોર વચ્ચે ટ્રમ્પનું મોટું નિવેદન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કરોડોની ધૂણધાણી
Jayraj Mayabhai Ahir : બગદાણા વિવાદમાં માયાભાઈનો પુત્ર જયરાજ પોલીસ સમક્ષ થયો હાજર
Asaram Ashram : અમદાવાદમાં આસારામ આશ્રમનું થઈ શકે ડિમોલિશન, ઇમ્પેક્ટ ફીની અરજી નામંજૂર
Hun To Bolish : હું તો બોલીશ : 'ટાંકીકાંડ'માં ખેલ નહીં ચાલે
Hun To Bolish : હું તો બોલીશ : રૂપિયાનો રોડ !

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Republic Day 2026: ગણતંત્ર દિવસે આતંકી હુમલાના પ્લાનિંગનો પર્દાફાશ, રામ મંદિર, દિલ્લી ટારગેટ પર, એલર્ટ જાહેર
Republic Day 2026: ગણતંત્ર દિવસે આતંકી હુમલાના પ્લાનિંગનો પર્દાફાશ, રામ મંદિર, દિલ્લી ટારગેટ પર, એલર્ટ જાહેર
Trump Tariff:ગ્રીનલેન્ડ પર ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો યુ-ટર્ન, અમેરિકા હવે યુરોપિયન દેશો પર નહિ લગાવે ટેરિફ
Trump Tariff:ગ્રીનલેન્ડ પર ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો યુ-ટર્ન, અમેરિકા હવે યુરોપિયન દેશો પર નહિ લગાવે ટેરિફ
IND vs NZ: ભારતે કિવીઓને કચડી નાખ્યા! ઐતિહાસિક સ્કોર ખડકીને 48 રને જીતી પ્રથમ T20
IND vs NZ: ભારતે કિવીઓને કચડી નાખ્યા! ઐતિહાસિક સ્કોર ખડકીને 48 રને જીતી પ્રથમ T20
PM Modi માટે ખૂબ માન છે, જલ્દી થશે મોટી ટ્રેડ ડીલ: ટેરિફ વોર વચ્ચે ટ્રમ્પનું મોટું નિવેદન
PM Modi માટે ખૂબ માન છે, જલ્દી થશે મોટી ટ્રેડ ડીલ: ટેરિફ વોર વચ્ચે ટ્રમ્પનું મોટું નિવેદન
US-EU Deal: ટ્રમ્પને મોટો ઝટકો! ગ્રીનલેન્ડ વિવાદને લીધે 27 દેશોએ અમેરિકા સાથેનો કરાર તોડ્યો

IND vs NZ: 6,6,6,6,4,4,4,4... અભિષેક શર્માનું તોફાન! ગુરુ યુવરાજને પછાડી બનાવ્યો નવો 'સિક્સર રેકોર્ડ'

'ગેરકાયદે ખનન પર્યાવરણ જ નહીં, ભવિષ્યની પેઢી માટે ગંભીર ખતરો', અરવલ્લી પર્વતમાળાને લઈ સુપ્રીમ કોર્ટેની ટિપ્પણી  

ભારતમાં મેચ રમવી છે કે નહીં? ICC એ બાંગ્લાદેશને આપ્યું અલ્ટીમેટમ, 24 કલાકમાં જવાબ નહીં મળે તો....

Embed widget