IPL Auction 2023: હરાજીમાં આ ખેલાડીઓને મળી 15 કરોડથી વધુ રકમ, જાણો સૌથી વધુ કિંમતમાં વેચાયેલા 5 ખેલાડીઓ
IPL 2023 ની હરાજી કોચીમાં ચાલી રહી છે. આ હરાજીમાં ઈંગ્લેન્ડનો સૈમ કરન સૌથી વધુ કિંમતમાં વેચાયો હતો. સૈમ કરનને પંજાબ કિંગ્સે 18.50 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.
Biggest buys In IPL Auction 2023: IPL 2023 ની હરાજી કોચીમાં ચાલી રહી છે. આ હરાજીમાં ઈંગ્લેન્ડનો સૈમ કરન સૌથી વધુ કિંમતમાં વેચાયો હતો. સૈમ કરનને પંજાબ કિંગ્સે 18.50 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. જ્યારે ઓસ્ટ્રેલિયાનો કેમરન ગ્રીન બીજા નંબરનો સૌથી મોંઘો ખેલાડી હતો. કેમેરોન ગ્રીનને મુંબઈ ઈન્ડિયન્સે 17.50 કરોડમાં જોડ્યો હતો. જ્યારે ઈંગ્લેન્ડના બેન સ્ટોક્સ ત્રીજો સૌથી મોંઘો ખેલાડી હતો. બેન સ્ટોક્સને ચેન્નાઈ સુપર કિંગ્સે 16.25 કરોડમાં ખરીદ્યો હતો. આ રીતે સૈમ કરન, કેમેરુન ગ્રીન અને બેન સ્ટોક્સ ત્રણ સૌથી મોંઘા ખેલાડી હતા.
લખનઉ સુપર જાયન્ટ્સે નિકોલસ પૂરનને 16 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો
આ સિવાય વેસ્ટ ઈન્ડિઝના વિકેટ કીપર બેટ્સમેન નિકોલસ પૂરનને 16 કરોડમાં વેચવામાં આવ્યો હતો. નિકોલસ પૂરનને લખનઉ સુપર જોઈન્ટ્સે ખરીદ્યો હતો. IPL 2023ની હરાજીમાં બાકીના ઓલરાઉન્ડર ખેલાડીઓની વાત કરીએ તો રાજસ્થાન રોયલ્સે જેસન હોલ્ડરને રૂ. 5.75 કરોડમાં ઉમેર્યા હતા. જ્યારે સિકંદર રઝાને પંજાબ કિંગ્સે 50 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. જોકે, બાંગ્લાદેશના અનુભવી ઓલરાઉન્ડર શાકિબ અલ હસનને કોઈ ખરીદદાર મળી શક્યો નહોતો. ખરેખર, શાકિબ અલ હસન આઈપીએલમાં કોલકાતા નાઈટ રાઈડર્સ અને સનરાઈઝર્સ તરફથી રમી ચૂક્યો છે.
સૈમ કરન, કેમરુન ગ્રીન અને બેન સ્ટોક્સ પર પૈસાનો વરસાદ થયો
આ સિવાય ઈંગ્લેન્ડનો યુવા બેટ્સમેન હેરી બ્રુક 13.25 કરોડમાં વેચાયો હતો. હેરી બ્રુકને સનરાઇઝર્સ હૈદરાબાદે ખરીદ્યો હતો. તમને જણાવી દઈએ કે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2023ની હરાજીમાં પંજાબ કિંગ્સ ઈંગ્લેન્ડના સ્ટાર ઓલરાઉન્ડર સેમ કરન સાથે 18.50 કરોડ રૂપિયાની મોટી કિંમતે જોડાઈ છે. જ્યારે ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર કેમેરોન ગ્રીનને ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2023ની હરાજીમાં ઘણા પૈસા મળ્યા છે. કેમરુન ગ્રીનને ખરીદવા માટે મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે જોરદાર રસાકસી જોવા મળી હતી. જેમાં મુંબઈએ અંત સુધી હાર ન માની અને તેમની સાથે જોડાવા માટે 17.50 કરોડ રૂપિયા ખર્ચ્યા હતા. આ સિવાય ચેન્નાઈ સુપર કિંગ્સે બેન સ્ટોક્સને 16.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે અને તેને પોતાની ટીમમાં સામેલ કર્યો છે.
IPLના ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બન્યો સૈમ કરન
ઇંગ્લેન્ડના ઓલરાઉન્ડર ખેલાડી સેમ કરન આઇપીએલ ઓક્શનમાં વેચનારો સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે, તેને યુવરાજ સિંહ અને ક્રિસ મૉરિસનો રેકોર્ડ તોડી નાંખ્યો છે.
સૌથી ઓછી રકમ કોલકત્તા પાસે
તમામ ફ્રેન્ચાઇઝીની હરાજી પર્સમાં કુલ રકમ 206.5 કરોડ રૂપિયા છે, આમાં સૌથી વધુ રકમ સનરાઇઝર્સ હૈદરબાદ (42.25 કરોડ) અને સૌથી ઓછી કોલકત્તા નાઇટ રાઇડર્સ (7.05 કરોડ) છે.
સૌથી વધુ સ્લૉટ્સ હૈદરાબાદ પાસે
10 ફ્રેન્ચાઇજી ટીમોની પાસે કુલ 87 ખેલાડીઓની જગ્યા ખાલી છે, આમાં 30 ખેલાડીઓ વિદેશી હોઇ શકે છે. સૌથી વધુ સ્લૉટ્સ સનરાઇઝર્સ હૈદરાબાદ (13) ની પાસે ખાલી છે, વળી, દિલ્હી કેપિટલ્સને સૌથી ઓછા ખેલાડીઓ (5) પર દાંવ લગાવવાનો છે.
શૉર્ટલિસ્ટ થયા છે 405 ખેલાડીઓ
શૉર્ટલિસ્ટ થયેલા 405 ખેલાડીઓમાં 273 ભારતીય અને 132 વિદેશી ખેલાડી હતા, વિદેશી ખેલાડીઓમાં 4 ખેલાડી એસૉસિએટ દેશમાથી છે. આમાં 119 ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય મેચ રમવાનો અનુભવ ધરાવતા હતા, બાકીના 282 ખેલાડીઓ અનકેપ્ડ હતા, આ સંખ્યામાં એક-બે નંબરનો હેરફેર થઇ શકે છે.