શોધખોળ કરો

KKR vs LSG IPL 2023 Highlights: કોલકત્તાને હરાવીને પ્લે ઓફમાં પહોંચી લખનઉ, રોમાંચક મેચમાં એક રનથી મેળવી જીત

KKR vs LSG: લખનઉ સુપર જાયન્ટ્સે રોમાંચક મેચમાં કોલકતા નાઈટ રાઈડર્સને 1 રનથી હરાવ્યું હતું

KKR vs LSG: લખનઉ સુપર જાયન્ટ્સે રોમાંચક મેચમાં કોલકતા નાઈટ રાઈડર્સને 1 રનથી હરાવ્યું હતું.  આ જીત સાથે લખનઉએ પ્લેઓફમાં સ્થાન મેળવી લીધું છે. 

લખનઉએ પ્રથમ બેટિંગ કરતા 176 રન બનાવ્યા હતા. જેના જવાબમાં કોલકત્તાની ટીમ માત્ર 175 રન જ બનાવી શક્યા હતા. લખનઉ તરફથી નિકોલસ પૂરને 58 રનની શાનદાર ઇનિંગ રમી હતી. બોલિંગમાં રવિ બિશ્નોઈ અને યશ ઠાકુરે 2-2 વિકેટ લીધી હતી. કૃણાલ પંડ્યા અને ગૌતમને એક-એક વિકેટ મળી હતી.

આ જીત છતાં લખનઉ સુપર જાયન્ટ્સ પોઈન્ટ ટેબલમાં ચેન્નઈ સુપર કિંગ્સથી આગળ નીકળી શકી ન હતી અને ત્રીજા સ્થાને રહી હતી. ચેન્નઇનો નેટ-રનરેટ લખનઉ કરતા સારો હતો. હવે પ્રથમ ક્વોલિફાયર મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ 23 મેના રોજ ટકરાશે. જ્યારે લખનઉએ એલિમિનેટર મેચ (24 મે)રમવી પડશે.

177 રનના ટાર્ગેટનો પીછો કરતા કોલકતાએ શાનદાર શરૂઆત કરી અને પાવરપ્લેમાં વેંકટેશ ઐય્યર સાથે જેસન રોયે આક્રમક શરૂઆત અપાવી હતી. બંન્નેએ 5.5 ઓવરમાં 61 રનની ભાગીદારી કરી હતી. કૃષ્ણપપ્પા ગૌતમે વેંકટેશને આઉટ કરીને આ ભાગીદારીનો અંત કર્યો હતો. વેંકટેશે 15 બોલમાં 3 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 24 રન બનાવ્યા હતા. થોડા સમય બાદ કોલકાતાએ કેપ્ટન નીતીશ રાણા અને જેસન રોયની વિકેટ પણ ગુમાવી હતી. રોયે 28 બોલમાં 45 રન બનાવ્યા જેમાં સાત ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ થાય છે.

136 રનમાં સાત વિકેટ પડી ગયા બાદ એવું લાગી રહ્યું હતું કે કોલકાતાની ટીમ હારી જશે પરંતુ રિંકુ સિંહે ફરી એકવાર તોફાની બેટિંગ કરીને મેચને છેલ્લી ઓવર સુધી ખેંચી લીધી હતી. છેલ્લી ઓવરમાં કોલકત્તાને જીતવા માટે 21 રન બનાવવાના હતા પરંતુ પ્રથમ ત્રણ બોલ પર માત્ર ત્રણ રન જ બન્યા હતા. હવે છેલ્લા ત્રણ બોલ પર કોલકત્તાએ જીતવા માટે 18 રન બનાવવાના હતા, પરંતુ રિંકુ સિંહ માત્ર 16 રન જ બનાવી શક્યો હતો અને કોલકત્તા એક રનથી મેચ હારી ગયું હતું. રિંકુ સિંહે 33 બોલમાં અણનમ 67 રન બનાવ્યા જેમાં છ ચોગ્ગા અને ચાર છગ્ગાનો સમાવેશ થાય છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો

ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?

રાજ્યમાં હવામાન વિભાગની મોટી આગાહી, ચાર જિલ્લામાં રેડ તો 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર

રથયાત્રાના દિવસે અમદાવાદમાં વરસાદ પડશે કે નહીં? હવામાન વિભાગે કરી મોટી આગાહી
રથયાત્રાના દિવસે અમદાવાદમાં વરસાદ પડશે કે નહીં? હવામાન વિભાગે કરી મોટી આગાહી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Champion Team India । ટી-20 વિશ્વકપ જીતી ભારતીય ટીમની વતન વાપસી, દિલ્હીમાં ભવ્ય સ્વાગતMehsana News । સારા વરસાદથી મહેસાણાના ધરોઈ ડેમની વધી જળસપાટીAhmedabad News । અમદાવાદમાં કોંગ્રેસ ભવન પર હુમલાને લઈ ધારાસભ્ય શૈલેષ પરમારે નોંધાવી પોલીસ ફરિયાદToday Rain Update | આગામી 3 કલાક ગુજરાત માટે ભારે, આ વિસ્તારોમાં પડશે ધોધમાર વરસાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
રાજ્યમાં હવામાન વિભાગની મોટી આગાહી, ચાર જિલ્લામાં રેડ તો 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
રાજ્યમાં હવામાન વિભાગની મોટી આગાહી, ચાર જિલ્લામાં રેડ તો 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
રથયાત્રાના દિવસે અમદાવાદમાં વરસાદ પડશે કે નહીં? હવામાન વિભાગે કરી મોટી આગાહી
રથયાત્રાના દિવસે અમદાવાદમાં વરસાદ પડશે કે નહીં? હવામાન વિભાગે કરી મોટી આગાહી
મુકેશ અંબાણી પહોંચ્યા 10 જનપથ, સોનિયા ગાંધીને પુત્રના લગ્નનું આમંત્રણ આપવા આવ્યા - સૂત્રો

Gujarat Rain Forecast:  ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ

Victory Parade: મુંબઇમાં નીકળશે ટીમ ઇન્ડિયાનું વિજયી સરઘસ, આ રસ્તાઓ રહેશે બંધ, ટ્રાફિક પોલીસનું એલર્ટ

RBI ગવર્નરે બેન્કોને કહ્યું-  બેન્કના આ એકાઉન્ટ્સ વિરુદ્ધ કરો કાર્યવાહી

Embed widget