IPL 2024 Retention: ગુજરાતે કેપ્ટન હાર્દિક પંડ્યાને રિટેન કર્યો, મુંબઇમાં જવાની અટકળો પર લાગ્યુ પૂર્ણવિરામ
મુંબઈ ઈન્ડિયન્સ, ગુજરાત ટાઈટન્સ, રાજસ્થાન રોયલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ સહિતની તમામ 10 ટીમો રિટેન અને રિલીઝ પર કામ કરી રહી હતી
IPL 2024 Retention: ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024ની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આજે ટૂર્નામેન્ટની દરેક ટીમો પોતાના ખેલાડીઓને રિટેન અને રિલીઝ કરી રહ્યાં છે. આજે રિટેન અને રિલીઝ કરવા માટેનો છેલ્લો દિવસ છે, ત્યારે આ બધાની વચ્ચે એક મોટી ખબર સામે આવી છે કે, હાર્દિક પંડ્યાને ગુજરાતે ફરીથી રિટેન કરી લીધો છે.
મુંબઈ ઈન્ડિયન્સ, ગુજરાત ટાઈટન્સ, રાજસ્થાન રોયલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ સહિતની તમામ 10 ટીમો રિટેન અને રિલીઝ પર કામ કરી રહી હતી. આ પહેલા મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પંડ્યા ગુજરાત છોડીને ફરી મુંબઈ જઈ શકે છે. જોકે, હવે આ તમામ અટકળો પર પૂર્ણવિરામ લાગી ગયુ છે. આજે રિટેન કરાયેલા અને રિલીઝ થયેલા ખેલાડીઓની યાદી બહાર આવી રહી છે. એક ટીમમાં ઓછામાં ઓછા 18 અને વધુમાં વધુ 25 ખેલાડીઓ હોઈ શકે છે. તેમની વચ્ચે આઠ વિદેશી ખેલાડીઓ હોવા પણ જરૂરી છે. જોકે, પ્લેઇંગ-11માં માત્ર ચાર ખેલાડીઓને જ તક આપી શકાય છે.
ગુજરાતની ટીમે હાર્દિક પંડ્યાને કર્યો રિટેન
ગુજરાત ટાઇટન્સે તેના કેપ્ટન હાર્દિક પંડ્યાને રિટેન કર્યો છે. અગાઉ હાર્દિકના મુંબઈ જવાની અટકળો ચાલી રહી હતી. એવું કહેવામાં આવી રહ્યું હતું કે મુંબઈ ટ્રેડ દ્વારા હાર્દિકને લઈ જઈ શકે છે. જોકે, હવે તે બધું સમાપ્ત થઈ ગયું છે. હાર્દિકને ટીમમાં યથાવત રાખવામાં આવ્યો છે, એટલે કે હાર્દિક આગામી સિઝનમાં પણ ગુજરાતની કેપ્ટનશીપ કરતો જોવા મળશે. ગુજરાતે આઠ ખેલાડીઓને બહાર કર્યા છે. જેમાં યશ દયાલ, કેએસ ભરત, શિવમ માવી, ઉર્વિલ પટેલ, પ્રદીપ સાંગવાન, ઓડિયન સ્મિથ, અલઝારી જોસેફ અને દાસુન શનાકાના નામ સામેલ છે.
ગુજરાત ટાઇટન્સે આ ખેલાડીઓ બહાર પાડ્યા (ગુજરાત ટાઇટન્સ રિલીઝ ખેલાડીઓની યાદી)
યશ દયાલ
કેએસ ભરત
શિવમ માવી
ઉર્વીલ પટેલ
પ્રદીપ સાંગવાન
ઓડિયન સ્મિથ
અલ્ઝારી જોસેફ
દાસુન શનાકા
રિટેન કરાયેલા અને છૂટા કરાયેલા ખેલાડીઓની યાદી ઓફિશિયલી રીતે જાહેર કરવાની ડેડલાઇન પુરી થઇ ચૂકી છે. ટૂંક સમયમાં તમામ ટીમોની યાદી જાહેર કરવામાં આવશે. માનવામાં આવી રહ્યું છે કે 50થી વધુ ખેલાડીઓને બહાર કરવામાં આવી શકે છે.