(Source: ECI/ABP News/ABP Majha)
રોહિત શર્માના નામે IPLમાં નોંધાયો આ એકદમ ખરાબ રેકોર્ડ, બન્યો એક નંબરને ખરાબ ક્રિકેટર
શૂન્ય રન પર આઉટ થતાંની સાથે જ રોહિતના નામે એક ખરાબ રેકોર્ડ નોંધાઇ ગયો છે, તે સૌથી આઇપીએલ ઇતિહાસમાં સૌથી વધુ વાર ઝીરો રન પર આઉટ થનારો ખેલાડી બની ગયો છે.
Rohit Sharma IPL 2022: ઇન્ડિયન પ્રીમિયર લીગમાં ગઇકાલે મુંબઇ ઇન્ડિયન્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચે એક રોમાંચક મેચ રમાઇ, છેલ્લા બૉલે ધોનીએ ચોગ્ગો ફટકારીને સીએસકેને ટૂર્નામેન્ટમાં બીજી જીત અપાવી, જોકે, રોહિતની મુંબઇ ફરી એકવાર પહેલી જીતથી દુર થઇ. મેચમાં ઘણોબધો ઉતારચઢાવ જોવા મળ્યો, પરંતુ બધાની નજર મુંબઇના કેપ્ટન રોહિત શર્મા પર રહી, રોહિતે ફરી એકવાર ફેન્સને નિરાશ કર્યા અને શૂન્ય રન પર આઉટ થયો હતો.
શૂન્ય રન પર આઉટ થતાંની સાથે જ રોહિતના નામે એક ખરાબ રેકોર્ડ નોંધાઇ ગયો છે, તે સૌથી આઇપીએલ ઇતિહાસમાં સૌથી વધુ વાર ઝીરો રન પર આઉટ થનારો ખેલાડી બની ગયો છે. ગુરુવારે આ મેચમાં રોહિત શર્મા મુકેશ ચૌધરીના બૉલ પર આઉટ થયો, મિચેલ સેન્ટરનરે રોહિતનો શાનદાર કેચ પકડ્યો હતો.
આઇપીએલ ઇતિહાસમાં રોહિત શર્મા અત્યાર સુધી 14 વાર શૂન્ય રન પર આઉટ થયો છે. રોહિત બાદ આ મામલામાં બીજા નંબર પર પીયુષ ચાવલાનો નંબર આવે છે, જે 13 વાર આઉટ થયો છે.
આઇપીએલમાં સૌથી વધુ વાર શૂન્ય રને આઉટ થવાનો રેકોર્ડ
• રોહિત શર્મા 14 વાર
• પીયુષ ચાવલા - 13 વાર
• હરભજન સિંહ - 13 વાર
• મંદીપ સિંહ - 13 વાર
• પાર્થિવ પટેલ - 13 વાર
• અંબાતી રાયુડુ - 13 વાર
ખાસ વાત છે કે આઇપીએલની સિઝન 15માં કેપ્ટન રોહિત શર્મા એકદમ ફ્લૉપ રહ્યો છે, તેને સાત ઇનિંગમાં માત્ર 114 રન જ બનાવ્યા છે, તેનો સર્વાધિક સ્કૉર 41 રનનો છે.
આઇપીએલ 2022માં રોહિત શર્માઃ 41, 10, 3, 26, 28, 6, 0 રન કર્યા છે.
આ પણ વાંચો..........
DC vs RR: આ પ્લેઇંગ ઇલેવન સાથે મેદાન પર ઉતરી શકે છે દિલ્હી અને રાજસ્થાન, જાણો પિચ રિપોર્ટ
LRD ભરતીને લઈને આવી શકે છે મોટા સમાચાર, 570 યુવાનોને મળી શકે છે નોકરી
સમગ્ર રાજ્યમાં આજે અને આવતીકાલે ધોરણ સાતની પરીક્ષા રદ, જાણો ક્યા વિષયનું પેપર રદ કરાયુ