શોધખોળ કરો

IPL 2022: મુંબઇ ઇન્ડિયન્સને સતત પાંચ હાર બાદ લાગ્યો વધુ એક ઝટકો, કેપ્ટન રોહિત શર્મા સહિત આખી ટીમને મળી આ સજા

પુણેમાં રમાયેલી IPL 2022 ની 23મી મેચમાં પંજાબ કિંગ્સે મુંબઈ ઈન્ડિયન્સને 12 રનથી હાર આપી હતી.

નવી દિલ્હીઃ મુંબઇ ઇન્ડિયન્સ માટે ઇન્ડિયન પ્રિમિયર લીગ 2022ની શરૂઆત ખરાબ રહી છે. ટીમને અત્યાર સુધી સતત પાંચ મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. પંજાબ કિંગ્સ સામેની મેચમાં મુંબઇની 12 રનથી હાર થઇ હતી. વર્તમાન સીઝનમાં મુંબઇ સતત પાંચ મેચ હારી ચૂકી છે. હાર બાદ કેપ્ટન રોહિત શર્મા અને ટીમને વધુ એક ઝટકો લાગ્યો છે. પંજાબ કિંગ્સ વિરુદ્ધ સ્લો ઓવર રેટના કારણે રોહિત સાથે આખી ટીમને ભારે દંડ ફટકારવામાં આવ્યો છે.

 આઇપીએલની આચાર સંહિતા હેઠળ ન્યૂનતમ સ્લો ઓવરરેટના અપરાધ સાથે સંબંધિત આ સિઝનનો મુંબઈ ઇન્ડિયન્સનો બીજો ગુનો હતો. આ કારણે ટીમના કેપ્ટન રોહિત શર્મા પર 24 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે અને પ્લેઇંગ ઇલેવનના અન્ય સભ્યો પર છ લાખ રૂપિયા અથવા મેચ ફીના 25 ટકા, તેમાંથી જે પણ ઓછું હશે તેટલો દંડ ફટકારવામાં આવ્યો છે.

આ અગાઉ આઇપીએલ 2022ની પોતાની પ્રથમ  મેચમાં દિલ્હી કેપિટલ્સ સામેની મેચમાં સ્લો ઓવર રેટના કારણે કેપ્ટન રોહિત શર્માને 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે પુણેમાં રમાયેલી IPL 2022 ની 23મી મેચમાં પંજાબ કિંગ્સે મુંબઈ ઈન્ડિયન્સને 12 રનથી હાર આપી હતી. આ સિઝનમાં મુંબઈની આ સતત પાંચમી હાર છે. આ સાથે જ પંજાબ કિંગ્સની આ ત્રીજી જીત છે. પંજાબ કિંગ્સે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 198 રન બનાવ્યા હતા. જવાબમાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમ 186 રન જ બનાવી શકી હતી. પંજાબ કિંગ્સ તરફથી ઓડિયન સ્મિથે સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી.

199 રનના સ્કોરનો પીછો કરવા ઉતરેલી મુંબઈની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. કેપ્ટન રોહિત શર્મા માત્ર 28 રન બનાવીને આઉટ થયો હતો. બાદમાં ઈશાન કિશન પણ જલ્દી આઉટ થઈ ગયો હતો. બે વિકેટ ગુમાવ્યા બાદ મુંબઇ તરફથી બ્રેવિસ અને તિલકે ટીમને સંભાળી હતી.

બ્રેવિસે 49 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં 25 બોલનો સામનો કર્યો હતો. આ દરમિયાન તેણે 5 સિક્સ અને 4 ફોર ફટકારી હતી. તેના આઉટ થયા બાદ તિલક પણ 36 રન બનાવીને રનઆઉટ થયો હતો. તેના આઉટ થયા બાદ સૂર્યકુમાર યાદવ અને પોલાર્ડે સ્થિતિ સંભાળી હતી.  જોકે, પોલાર્ડ પણ 10 રન બનાવીને રનઆઉટ થયો હતો. તેના આઉટ થયા બાદ સૂર્યકુમાર યાદવે ટીમને જીતાડવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેના આઉટ થયા બાદ મુંબઈના બેટ્સમેનો નિષ્ફળ રહ્યા હતા. ટીમ 20 ઓવરમાં માત્ર 186 રન જ બનાવી શકી અને ટીમને 12 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. 

આ અગાઉ  શિખર ધવન (70) અને કેપ્ટન મયંક અગ્રવાલ (52)ની શાનદાર બેટિંગને કારણે પંજાબ કિંગ્સ (PBKS) એ IPL 2022ની મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ (CSK)ને 199 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. પંજાબે 20 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને 198 રન બનાવ્યા હતા. ટીમ માટે કેપ્ટન મયંક અને ધવને 57 બોલમાં 97 રનની શાનદાર ભાગીદારી કરી હતી. મુંબઈ તરફથી બેસિલ થમ્પીએ બે વિકેટ ઝડપી હતી.  જસપ્રિત બુમરાહ, એમ. અશ્વિન અને જયદેવ ઉનડકટે એક-એક વિકેટ લીધી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 
લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | ટેકાથી જીવતી હૉસ્પિટલHu to Bolish | હું તો બોલીશ | બુટલેગરના બાપ કોણ?Navsari News | નવસારી શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ, વારંવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીંSurat News | અનાજની ઠગાઈનો આંતરરાજ્ય કારોબાર ચલાવતો ઠગની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 
લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 
Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય
Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
આ લોકોને નવું આધાર કાર્ડ મેળવવામાં લાગે છે છ મહિના, જાણો UIDAIએ શું કર્યો છે મોટો ફેરફાર
આ લોકોને નવું આધાર કાર્ડ મેળવવામાં લાગે છે છ મહિના, જાણો UIDAIએ શું કર્યો છે મોટો ફેરફાર
રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો
રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો
Embed widget