શોધખોળ કરો

Video: ઉમરાન મલિકના બોલ પર લિવિંગસ્ટોને ફટકારી 106 મીટરની સિક્સર, વિલિયમસન અને કુંબલેએ આપ્યું આવું રિએક્શન

મુંબઈના DY પાટિલ સ્ટેડિયમમાં રમાઈ રહેલી IPL 2022 ની 28મી મેચમાં પંજાબ કિંગ્સના વિસ્ફોટક બેટ્સમેન લિયામ લિવિંગસ્ટોને સનરાઈઝર્સ હૈદરાબાદના ઉમરાન મલિકની  ઓવરમાં  106 મીટર લાંબી સિક્સ ફટકારી હતી.

PBKS vs SRH: મુંબઈના DY પાટિલ સ્ટેડિયમમાં રમાઈ રહેલી IPL 2022 ની 28મી મેચમાં પંજાબ કિંગ્સના વિસ્ફોટક બેટ્સમેન લિયામ લિવિંગસ્ટોને સનરાઈઝર્સ હૈદરાબાદના ઉમરાન મલિકની  ઓવરમાં  106 મીટર લાંબી સિક્સ ફટકારી હતી. લિવિંગસ્ટોનના આ સિક્સરનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

ઉમરાન મલિક આ મેચમાં પંજાબના બેટ્સમેનોને પોતાની સ્પીડથી પરેશાન કરી રહ્યો હતો. આ ઓવરના પ્રથમ બે બોલ પર ઉમરાને લિવિંગસ્ટોનને પરેશાન કર્યા, પરંતુ ત્રીજા બોલ પર, લિવિંગસ્ટોને પુલ શોટ રમ્યો અને 106 મીટર લાંબી સિક્સર ફટકારી. હૈદરાબાદનો કેપ્ટન કેન વિલિયમસન પણ લિવિંગસ્ટોનના આ શોટને જોતો રહ્યો. જ્યારે ડગઆઉટમાં બેઠા હતા ત્યારે પંજાબના કોચ અનિલ કુંબલે પણ ખુશીથી ઉછળી પડ્યા હતા.

ઉમરાન મલિકે છેલ્લી ઓવરમાં ત્રણ વિકેટ ઝડપી હતી.

સનરાઇઝર્સ હૈદરાબાદ માટે છેલ્લી ઓવરમાં આવેલા ઉમરાન મલિકે એકપણ રન આપ્યા વિના ત્રણ વિકેટ ઝડપી હતી. આ ઓવરમાં એક ખેલાડી રનઆઉટ પણ થયો હતો. આ રીતે 20મી ઓવરમાં કુલ ચાર વિકેટ પડી હતી. ઉમરાને તેની ચાર ઓવરમાં મેડન આપીને 28 રન આપીને ચાર વિકેટ લીધી હતી. આ સાથે જ ભુવીએ ત્રણ વિકેટ ઝડપી હતી.

જરૂરિયાતના સમયે ફિફ્ટી મારીઃ
પ્રથમ બેટિંગ કરવા આવતા પંજાબની શરૂઆત ખાસ રહી ન હતી. ટીમના ઓપનર ધવન અને પ્રભસિમરન સિંહ વધુ રન નહોતા બનાવી શક્યા અને જલ્દી જ આઉટ થઈ ગયા હતા. તેમના આઉટ થયા બાદ ચાહકોને જોની બેરસ્ટો પાસેથી ઘણી અપેક્ષા હતી પરંતુ તે પણ માત્ર 12 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. 

તેના પછી બેટિંગ કરવા આવેલા જીતેશ શર્મા પણ 11 રન બનાવીને આઉટ થયો હતો. જીતેશ શર્મા આઉટ થયા પછી, લિવિંગસ્ટોને શાહરૂખ ખાન સાથે ટીમની કમાન સંભાળી. બંનેએ અડધી સદીની ભાગીદારી કરી હતી. આ સિવાય લિવિંગસ્ટોને પોતે પણ આ સિઝનની બીજી અડધી સદી ફટકારી હતી. તેની આ ઇનિંગના કારણે પંજાબ મજબૂત સ્કોર તરફ આગળ વધી શક્યું હતું.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

પોઇચા નજીક  નર્મદા નદીમાં ત્રણ બાળકો સહિત  સાત લોકો ડૂબ્યાં. યુદ્ધના ધોરણ રેસ્ક્યુ ઓપરેશન શરૂ

Unseasonal Rain : ખેડૂતો માટે આવ્યા મોટા સમાચાર, માવઠાને કારણે થયેલા નુકસાનનો સર્વે કરવા કૃષિમંત્રીનો આદેશ

Farmers: જૂનાગઢમાં કેસર કેરીના પાકને મોટાપાયે નુકસાન, તાત્કાલિક સહાય ચૂકવવા ખેડૂતોની માંગ

Wholesale Inflation: મોંઘવારીમાં રેકોર્ડતોડ ઉછાળો, મોંઘા શાકભાજી અને કઠોળાને કારણે ફુગાવો વધ્યો

for smartphones
and tablets

વિડિઓઝ

Chhota Udepur । છોટા ઉદેપુરમાં સવારથી વરસ્યો છુટોછવાયો વરસાદAhmedabad News । અમદાવાદના સાણંદ APMCમાં ભારે પવન સાથે વરસાદથી પલળ્યો પાકSurat News । સુરતના ઓલપાડ તાલુકામાં પવન સાથે વરસાદથી પાકને નુકસાનSouth Gujarat । દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી પાકને વ્યાપક નુકસાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પોઇચા નજીક  નર્મદા નદીમાં ત્રણ બાળકો સહિત  સાત લોકો ડૂબ્યાં. યુદ્ધના ધોરણ રેસ્ક્યુ ઓપરેશન શરૂ
પોઇચા નજીક નર્મદા નદીમાં ત્રણ બાળકો સહિત સાત લોકો ડૂબ્યાં. યુદ્ધના ધોરણ રેસ્ક્યુ ઓપરેશન શરૂ
Unseasonal Rain : ખેડૂતો માટે આવ્યા મોટા સમાચાર, માવઠાને કારણે થયેલા નુકસાનનો સર્વે કરવા કૃષિમંત્રીનો આદેશ
Unseasonal Rain : ખેડૂતો માટે આવ્યા મોટા સમાચાર, માવઠાને કારણે થયેલા નુકસાનનો સર્વે કરવા કૃષિમંત્રીનો આદેશ
Farmers: જૂનાગઢમાં કેસર કેરીના પાકને મોટાપાયે નુકસાન, તાત્કાલિક સહાય ચૂકવવા ખેડૂતોની માંગ
Farmers: જૂનાગઢમાં કેસર કેરીના પાકને મોટાપાયે નુકસાન, તાત્કાલિક સહાય ચૂકવવા ખેડૂતોની માંગ
Wholesale Inflation: મોંઘવારીમાં રેકોર્ડતોડ ઉછાળો, મોંઘા શાકભાજી અને કઠોળાને કારણે ફુગાવો વધ્યો
Wholesale Inflation: મોંઘવારીમાં રેકોર્ડતોડ ઉછાળો, મોંઘા શાકભાજી અને કઠોળાને કારણે ફુગાવો વધ્યો
આ એરલાઇનને થયો તગડો નફો, કર્મચારીઓને બોનસ તરીકે આપશે પાંચ મહિનાનો પગાર

ઇન્ટરવ્યુમાં ક્યારેય ન બોલો આવા શબ્દો, તેને 'રેડ ફ્લેગ' માનવામાં આવે છે, તમારી છાપ બગાડશે

PM Modi Nomination Live: Pm મોદીએ  કાળ ભૈરવના દર્શન કરીને વારાણસીથી ત્રીજી વખત ભર્યુ ઉમેદવારી ફોર્મ

Bomb Threat: દિલ્હીમાં હોસ્પિટલોને ફરી મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસે શરૂ કરી તપાસ

Embed widget