દક્ષિણ આફ્રિકા પ્રવાસ ભારતીય ટીમના આ ફાસ્ટ બૉલરની છેલ્લી સિરિઝ બનશે ? જાણો ભારતને ક્યા વિજય અપાવ્યા છે ?
મીડિયા રિપોર્ટ છે કે ઇશાન્ત શર્મા માટે દક્ષિણ આફ્રિકા સીરીઝ છેલ્લી સીરીઝ હશે.
નવી દિલ્હીઃ ભારતના સાઉથ આફ્રિકા પ્રવાસ બાદ વધુ સ્ટાર ભારતીયની ક્રિકેટર પુરી થવા જઇ રહી છે. ટીમના સીનિયર ફાસ્ટ બૉલર ઇશાન્ત શર્માની આ સીરીઝ છેલ્લી સીરીઝ બની રહેશે. નવા ઉભરતા ફાસ્ટ બૉલરોના કારણે સિલેક્ટરોએ હવે 33 વર્ષીય ઇશાન્ત શર્માને લઇને મોટો વિચાર કર્યો છે. ઇશાન્ત હાલમાં કેટલાક વર્ષોથી વિકેટ લેવા માટે સંઘર્ષ કરતો દેખાઇ રહ્યો છે.
મીડિયા રિપોર્ટ છે કે ઇશાન્ત શર્મા માટે દક્ષિણ આફ્રિકા સીરીઝ છેલ્લી સીરીઝ હશે. જો ઇશાન્ત આ ટેસ્ટ સીરીઝમાં વિકેટો લેવામાં અને પોતાના પ્રદર્શનમાં સુધારો નહી કરી શકે તો તેની કેરિયર પર પૂર્ણવિરામ લાગી શકે છે, કેમ કે બીસીસીઆઇ યુવા બૉલરોને વધુ અજમાવવાના વિચારમાં છે. સુત્રોનુ માનીએ તો પહેલા ઇશાન્ત શર્મા ભારતીય ફાસ્ટ બૉલિંગની આગેવાની કરતો હતો, પરંતુ જસપ્રીત બુમરાહ, શાર્દુલ ઠાકુર, નવદીપ સૈની, મોહમ્મદ સિરાજના આવ્યા બાદ આ મુકામ તેઓએ હાંસલ કરી લીધો છે. એટલુ જ નહીં ઉમેશ યાદવે પણ પોતાની રમતથી પ્રભાવિત કર્યા છે.
ઇશાન્ત શર્માની ટેસ્ટ કેરિયર
33 વર્ષીય ઇશાન્ત શર્માએ ભારતીય ટીમ તરફથી રમતા ટેસ્ટમાં સારુ પ્રદર્શન કર્યુ છે. ઇશાન્તે અત્યાર સુધી 105 ટેસ્ટ મેચો રમી છે, જેમાં 32.4ની એવરેજ અને 3.15ની ઇકોનૉમીથી 311 વિકેટો ઝડપી ચૂક્યો છે. જોકે, હવે તેની પાસે પહેલા જેવી લય નથી દેખાઇ રહી, જેના કારણે સિલેક્ટરો તેને ટેસ્ટમાંથી દુર કરી શકે છે. ખાસ વાત છે કે, ઇશાન્ત શર્માએ ભારતને વિદેશની ધરતી પર ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડમાં મોટા વિજય અપાવ્યા છે.
સાઉથ આફ્રિકાના પ્રવાસ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત
વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વાઇસ કેપ્ટન), લોકેશ રાહુલ, મયંક અગ્રવાલ, ચેતેશ્વર પૂજારા, રહાણે, શ્રેયસ ઐય્યર, હનુમા વિહારી, ઋષભ પંત, રિદ્ધિમાન સહા, રવિચંદ્રન અશ્વિન, જયંત યાદવ, ઇશાંત શર્મા, મોહમ્મદ શમી, ઉમેશ યાદવ, જસપ્રીત બુમરાહ, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ સિરાજ
ત્રણ દિવસ મુંબઇમાં ક્વૉરન્ટાઇ રહેશે ટીમ ઇન્ડિયા-
ભારતીય ટીમ આગામી 26 ડિસેમ્બરથી દક્ષિણ આફ્રિકા સામે ટેસ્ટ સીરીઝ રમવા જઇ રહી છે. ભારત દક્ષિણ આફ્રિકાના પ્રવાસે જાય તે પહેલા તેમને ક્વૉરન્ટાઇનમાંથી પસાર થવુ પડશે. રિપોર્ટ છે કે, ભારતીય ટીમ 15 ડિસેમ્બરે ચાર્ટર્ડ પ્લેનથી દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગ જવા રવાના થશે, આ ટીમ ઇન્ડિયાના તમામ સભ્યોને મુંબઇમાં ત્રણ દિવસ માટે ક્વૉરન્ટાઇન રહેવુ પડશે. ઉલ્લેખનીય છે કે, હાલમાં ક્રિકેટ ટીમો ચુસ્ત બાયૉ બબલ સાથે ક્રિકેટ રમી રહી છે, પરંતુ તેમ છતાં એમિક્રૉનનો ખતરો દક્ષિણ આફ્રિકન દેશોમા વધુ છે.
ટેસ્ટ સીરિઝનું શિડ્યુલઃ
પ્રથમ ટેસ્ટઃ 26-30 ડિસેમ્બર, સમય 1.30 વાગ્યે (ભારતીય સમય અનુસાર)
બીજી ટેસ્ટઃ 3-7 જાન્યુઆરી, સમય 1.30 વાગ્યે (ભારતીય સમય અનુસાર)
ત્રીજી ટેસ્ટઃ 11-15 જાન્યુઆરી, સમય 2 વાગ્યે (ભારતીય સમય અનુસાર)
વન-ડે સીરિઝનું શિડ્યુલઃ
પ્રથમ મેચઃ 19 જાન્યુઆરી, સમય 2 વાગ્યે (ભારતીય સમય અનુસાર)
બીજી મેચઃ 21 જાન્યુઆરી, સમય 2 વાગ્યે (ભારતીય સમય અનુસાર)
ત્રીજી મેચઃ 23 જાન્યુઆરી, સમય 2 વાગ્યે (ભારતીય સમય અનુસાર)
આ પણ વાંચો