શોધખોળ કરો
ઈગ્લેન્ડના આ સ્ટાર ક્રિકેટરની વિનંતી માન્ય રખાઈ હોત તો ન્યુઝીલેન્ડ વર્લ્ડકપ જીતી ગયું હોત, જાણો વિગત
રવિવારે ન્યૂઝીલેન્ડ સામેની ફાઇનલ દરમિયાન ન્યૂઝીલેન્ડના ફિલ્ડર માર્ટિન ગુપ્ટિલનો થ્રો સ્ટોક્સના બેટને અથડાઈ બાઉન્ડ્રી બહાર જતો રહ્યો હતો. એ વખતે સ્ટોક્સે બીજો રન પૂરો કરવા માટે ડાઇવ લગાવી હતી. અમ્પાયર્સે સ્ટોક્સે દોડેલા બે રન ઉપરાંત ઓવર-થ્રોના ચાર રન મળીને કુલ છ રન આપ્યા હતા.

લંડનઃ ઈંગ્લેન્ડ વર્લ્ડકપ જીત્યું તેનો વિવાદ ચાલી રહ્યો છે ત્યારે ઇંગ્લેન્ડની ટેસ્ટ ટીમના સભ્ય જેમ્સ એન્ડરસને મોટો ધડાકો કર્યો છે. એન્ડરસનના કહેવા પ્રમાણે વર્લ્ડ કપ વિજેતા ટીમના સ્ટાર ખેલાડી બેન સ્ટોક્સે તેમની ટીમના સ્કોરમાંથી ઓવર-થ્રોના ચાર રન રદ કરવાની વિનંતી કરી હતી.
રવિવારે ન્યૂઝીલેન્ડ સામેની ફાઇનલ દરમિયાન ન્યૂઝીલેન્ડના ફિલ્ડર માર્ટિન ગુપ્ટિલનો થ્રો સ્ટોક્સના બેટને અથડાઈ બાઉન્ડ્રી બહાર જતો રહ્યો હતો. એ વખતે સ્ટોક્સે બીજો રન પૂરો કરવા માટે ડાઇવ લગાવી હતી. અમ્પાયર્સે સ્ટોક્સે દોડેલા બે રન ઉપરાંત ઓવર-થ્રોના ચાર રન મળીને કુલ છ રન આપ્યા હતા.
જો કે ઓવર-થ્રોના રન આપવાના નિર્ણય અંગે નિષ્ણાતોએ અમ્પાયર્સની આકરી ઝાટકણી કાઢી હતી. એન્ડરસને જણાવ્યું હતું કે ઓલરાઉન્ડર સ્ટોક્સે ઓવર-થ્રો બાદ તરત જ હાથ ઉંચા કરીને માફી માગી હતી અને અમ્પાયર્સને તેમનો નિર્ણય બદલવા માટે અપીલ કરી હતી.
સામાન્ય રીતે બોલ સ્ટમ્પ તરફ ફેંકાયો હોય અને બેટ્સમેનના બેટ કે શરીરના કોઈ ભાગને અથડાઈને ફંટાઈ જાય તો બેટ્સમેન રન લેતા નથી. આ વખતે બોલ બાઉન્ડ્રી બહાર જતો રહ્યો હોવાના કારણે નિયમ અનુસાર બાઉન્ડ્રી જાહેર કરવામાં આવી હતી પણ સ્ટોક્સે ખેલદિલી બતાવી હતી.
બેન સ્ટોક્સ અમ્પાયર્સ પાસે ગયો હતો અને તેમને કહ્યું હતું કે શું તમે ચાર રન રદ કરી શકો છો? અમારે આ રન નથી જોઈતા, પરંતુ નિયમના કારણે અમ્પાયર્સ પણ કશું કરી શક્યા નહોતા. તેમણે ચાર રન આપ્યા હતા અને આ ચાર રન આખરે નિર્ણાયક સાબિત થયા હતા. આ ચાર રન રદ થયા હોત તો ન્યુઝીલેન્ડ વર્લ્ડકપ જીત્યું હોત.
રવિ શાસ્ત્રીની સાથે વિરાટ કોહલીને પણ કેપ્ટનપદેથી કરાશે રવાના, જાણો કોણ બનશે ભારતીય ટીમનો નવો કેપ્ટન?
હવે ચાલુ ક્રિકેટ મેચમાં ટીમ બદલી શકશે ખેલાડી, પણ ICCએ રાખી આ શરત....
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
રાજકોટ
દેશ
રાજકોટ
દેશ
Advertisement
