શોધખોળ કરો

વિમ્બલ્ડન ચેમ્પિયન બન્યો યાનિક સિનર , ઝ્વેરેવને હરાવીને કરિયરનું પાંચમું ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીત્યું

આ તેની કારકિર્દીની 100મી ગ્રાન્ડ સ્લેમ મેચ જીત પણ હતી. સિનરે ઝ્વેરેવ સામે સતત 10મી જીત નોંધાવી, તેમની વચ્ચે રમાયેલા છેલ્લા 18 સેટમાંથી 17 સેટ જીત્યા

વિશ્વના નંબર 1 યાનિક સિનરે 2026 વિમ્બલ્ડન મેન્સ સિંગલ્સ ટાઇટલ જીત્યું છે. રવિવારે સેન્ટર કોર્ટ પર રમાયેલી ફાઇનલમાં ઇટાલિયન સ્ટારે જર્મનીના એલેક્ઝાન્ડર ઝ્વેરેવને 6-7(7), 7-6(2), 6-3, 6-4 થી હરાવીને સતત બીજી વખત વિમ્બલ્ડન ચેમ્પિયન બન્યો. લગભગ 3 કલાક અને 46 મિનિટ ચાલેલી આ રોમાંચક મેચમાં સિનરે તેનો પાંચમો ગ્રાન્ડ સ્લેમ અને તેની કારકિર્દીનું 30મું ATP ટાઇટલ પણ જીત્યું હતું. 

ઝ્વેરેવે શરૂઆતમાં સિનરને સખત લડાઈ આપી. પહેલા સેટમાં બંને ખેલાડીઓ વચ્ચે જોરદાર મુકાબલો જોવા મળ્યો, જેમાં કોઈ પણ ખેલાડી બ્રેક પોઈન્ટ મેળવી શક્યો નહીં. મેચ ટાઇ-બ્રેકમાં ગઈ, જ્યાં ઝ્વેરેવે તેની ઉત્તમ સર્વ અને આક્રમક રમતને કારણે પહેલો સેટ જીત્યો. 2025 વિયેના ઓપન ફાઇનલ પછી આ પહેલી વાર હતું જ્યારે ઝ્વેરેવે સિનર સામે સેટ જીત્યો હતો.

જોકે, પ્રથમ સેટ ગુમાવવાથી સિનર નિરાશ ન થયો. બીજા સેટમાં તેણે પોતાનું સંયમ જાળવી રાખ્યું અને ટાઇ-બ્રેકમાં શાનદાર પ્રદર્શન કરીને મેચને એક-એક સેટથી બરાબરી પર લાવી દીધી. તેની રીટર્ન ગેમ અને કોર્ટ કવરેજ પહેલા કરતા પણ વધુ સારું હતું.

ત્રીજા સેટે ફાઇનલની પરિસ્થિતિ બદલી નાખી

ત્રીજો સેટ વિમ્બલ્ડન ફાઇનલમાં ટર્નિંગ પોઇન્ટ સાબિત થયો. બંને ખેલાડીની સર્વિસ અઢી કલાકથી વધુ સમય સુધી તૂટી નહીં. દરમિયાન, ઝ્વેરેવે મેચનો પોતાનો પહેલો બ્રેક પોઇન્ટ મેળવ્યો, પરંતુ સિનરે શાનદાર શોટથી ભય ટાળ્યો. તેના થોડા સમય પછી ઝ્વેરેવ ઘાસ પર લપસી ગયો અને પડી ગયો. સિનર તરત જ નેટ તરફ દોડી ગયો અને ખેલદિલી દર્શાવતા તેના વિરોધીની તબિયત વિશે પૂછપરછ કરી. આ ઘટનાએ ઝ્વેરેવની લયને ખોરવી નાખી અને સિનરે મેચનો પહેલો સર્વિસ બ્રેક મેળવવાની તક ઝડપી લીધી. ત્યારબાદ તેણે ત્રીજો સેટ 6-3થી જીતીને લીડ મેળવી હતી.

ઝ્વેરેવે ચોથા સેટમાં વાપસી કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ સિનર સંપૂર્ણપણે તેના લયમાં હતો. ૩-૩ના ડ્રો પછી તેણે નિર્ણાયક બ્રેક મેળવ્યો અને પછી શાનદાર સર્વિસ ગેમ રમીને મેચ જીતી લીધી. આ જીત સાથે 24  વર્ષીય સિનરે ઘણા મોટા રેકોર્ડ પણ બનાવ્યા. તે ઓપન યુગમાં પીટ સેમ્પ્રસ, રોજર ફેડરર અને નોવાક જોકોવિચ પછી ફક્ત ચોથો ખેલાડી બન્યો, જેણે વિશ્વનું નંબર 1 ટાઈટલ જાળવી રાખીને બે વાર વિમ્બલ્ડન જીત્યું.

આ તેની કારકિર્દીની 100મી ગ્રાન્ડ સ્લેમ મેચ જીત પણ હતી. સિનરે ઝ્વેરેવ સામે સતત 10મી જીત નોંધાવી, તેમની વચ્ચે રમાયેલા છેલ્લા 18 સેટમાંથી 17 સેટ જીત્યા. ફ્રેન્ચ ઓપનમાં શરૂઆતની હાર બાદ યાનિક સિનરના ફોર્મ પર સવાલ ઉઠાવવામાં આવ્યા હતા, પરંતુ વિમ્બલ્ડનમાં તેના પ્રભાવશાળી પ્રદર્શને સાબિત કર્યું કે તે હાલમાં પુરુષોના ટેનિસમાં શ્રેષ્ઠ ખેલાડી કેમ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

વીવીએસ લક્ષ્મણ બનશે ટીમ ઈન્ડિયાનો નવો ચીફ સિલેક્ટર! અજીત અગરકરની થશે છૂટ્ટી
વીવીએસ લક્ષ્મણ બનશે ટીમ ઈન્ડિયાનો નવો ચીફ સિલેક્ટર! અજીત અગરકરની થશે છૂટ્ટી
ધોનીથી લઈને રહાણે સુધી: ભારતના આ 12 મહાન ક્રિકેટરોને ન મળી ફેરવેલ મેચ, જુઓ લિસ્ટ
ધોનીથી લઈને રહાણે સુધી: ભારતના આ 12 મહાન ક્રિકેટરોને ન મળી ફેરવેલ મેચ, જુઓ લિસ્ટ
વીરેન્દ્ર સેહવાગ કેમ ન બન્યા ટીમ ઈન્ડિયાના કોચ? વર્ષો પછી કર્યો મોટો ધડાકો
વીરેન્દ્ર સેહવાગ કેમ ન બન્યા ટીમ ઈન્ડિયાના કોચ? વર્ષો પછી કર્યો મોટો ધડાકો
ટીમ ઈન્ડિયા શ્રીલંકા જવા રવાના થઈ, એક ખેલાડી ભારતમાં જ રોકાયો; જાણો શું છે કારણ
ટીમ ઈન્ડિયા શ્રીલંકા જવા રવાના થઈ, એક ખેલાડી ભારતમાં જ રોકાયો; જાણો શું છે કારણ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : ખેડૂતનું દર્દ સાંભળો સરકાર
Hun To Bolish : હું તો બોલીશ : અસલી આરોપી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે પુરાશે ખાડા ?
Morbi news: મોરબીમાં રેંજ આઈજીની ટીમની કાર્યવાહી, કોંગ્રેસ- AAPના આગેવાન સહિત ચારને ઝડપી લીધા
Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
RBI Repo Rate: RBI એ રેપો રેટને લઈ કરી મોટી જાહેરાત, જાણો તમારી લોન પર શું થશે અસર?
RBI Repo Rate: RBI એ રેપો રેટને લઈ કરી મોટી જાહેરાત, જાણો તમારી લોન પર શું થશે અસર?
ભારે વરસાદથી આસામમાં 87 તો કેરળમાં 25ના મોત, ઓડિશામાં 8 લાખ લોકો પ્રભાવિત
ભારે વરસાદથી આસામમાં 87 તો કેરળમાં 25ના મોત, ઓડિશામાં 8 લાખ લોકો પ્રભાવિત
બનાસકાંઠામાંથી ઝડપાયા નશાના સોદાગરો, 19.80 લાખના હેરોઈન સાથે ચાર શખ્સો ઝડપાયા
બનાસકાંઠામાંથી ઝડપાયા નશાના સોદાગરો, 19.80 લાખના હેરોઈન સાથે ચાર શખ્સો ઝડપાયા
ડોનાલ્ડ ટ્રમ્પને મારવાનો હતો પ્લાન? રાષ્ટ્રપતિના ગોલ્ફ ક્લબ પાસે કારમાં ગન સાથે સંદિગ્ધની ધરપકડ
ડોનાલ્ડ ટ્રમ્પને મારવાનો હતો પ્લાન? રાષ્ટ્રપતિના ગોલ્ફ ક્લબ પાસે કારમાં ગન સાથે સંદિગ્ધની ધરપકડ
Rajkot News: રાજકોટ મહાનગરપાલિકાના કારસ્તાનનો પર્દાફાશ, લાખો લોકોને દૂષિત પાણીનું કર્યું વિતરણ 
Rajkot News: રાજકોટ મહાનગરપાલિકાના કારસ્તાનનો પર્દાફાશ, લાખો લોકોને દૂષિત પાણીનું કર્યું વિતરણ 
વીવીએસ લક્ષ્મણ બનશે ટીમ ઈન્ડિયાનો નવો ચીફ સિલેક્ટર! અજીત અગરકરની થશે છૂટ્ટી
વીવીએસ લક્ષ્મણ બનશે ટીમ ઈન્ડિયાનો નવો ચીફ સિલેક્ટર! અજીત અગરકરની થશે છૂટ્ટી
નેશનલ હાઈવે ઓથોરિટીને ગુજરાત હાઈકોર્ટની ટકોર, કહ્યું- 'ટોલ ઉઘરાવો છો તો સુવિધા પણ આપો'
નેશનલ હાઈવે ઓથોરિટીને ગુજરાત હાઈકોર્ટની ટકોર, કહ્યું- 'ટોલ ઉઘરાવો છો તો સુવિધા પણ આપો'
'ઈન્શ્યોરન્સ ન હોય તો ન આપો પેટ્રોલ', સુપ્રીમ કોર્ટનો કેન્દ્ર સરકારને નિર્દેશ- 'પાયલોટ પ્રોજેક્ટ તૈયાર કરો'
'ઈન્શ્યોરન્સ ન હોય તો ન આપો પેટ્રોલ', સુપ્રીમ કોર્ટનો કેન્દ્ર સરકારને નિર્દેશ- 'પાયલોટ પ્રોજેક્ટ તૈયાર કરો'
Embed widget