બેટ પર લખેલી ગાળનો ખુલાસો ત્યારે થયો જ્યારે 10માં નંબર પર બેટિંગ કર્યા બાદ સ્ટુઅર્ટ બ્રોડ આઉટ થયા બાદ તેણે ડ્રિંક્સ બ્રેક માટે બેટ અને હેલમેટ જમીન પર મૂક્યું હતું. આ દરમિયાન કેમેરામેને તેના બેટના આઘળના હિસ્સાને ઝૂમ કર્યું ત્યારે અંગ્રેજીમાં F**K it લખેલું હતું.
2/6
મેચની ઈનિંગમાં બટલરની 80 રનની અણનમ ઈનિંગ વડે યજમાન ટીમે 363 રનનો સ્કોર બનાવી મોટી લીડ લધી હતી. જેના જવાબામાં પાકિસ્તાનની ટીમ 134 રનમાં જ ખખડી ગઈ હતી. પરિણામે ઈંગ્લેન્ડનો એક ઈનિંગ અને 55 રનથી વિજય થયો હતો.
3/6
લોર્ડ્સઃ આઈપીએલની સીઝન 11માં સતત પાંચ અડધી સદી ફટકારનારા જોસ બટલરે વતન પરત ફર્યા બાદ પણ આઈપીએલનું ફોર્મ જાળવી રાખ્યું છે. ઈંગ્લેન્ડના સ્ટાઇલિશ બેટ્સમેન બટલરે પાકિસ્તાન સામે બીજી ટેસ્ટમાં 80 રનની મહત્વની ઈનિંગ રમીને મહેમાન ટીમ પાકિસ્તાનને હરાવવામાં યોગદાન આપ્યું હતું.
4/6
આઈસીસીના નિયમ મુજબ ખેલાડી બેટ કે શરીરના કોઈપણ અંગ પર ખાનગી સંદેશ આઈસીસીની મંજૂરી વગર મેચ દરમિયાન પ્રદર્શિત કરી શકતા નથી.
5/6
આ ઘટના બાદ ઘણા લોકોએ સોશિયલ મીડિયા પર તેની આલોચના કરી. હવે આ મામલે આઈસીસી પગલાં પણ લઈ શકે છે. આઈપીએલમાં તેણે સતત 5 અડધી સદી ફટકારી સેહવાગના રેકોર્ડની બરાબરી કરી હતી.
6/6
પાકિસ્તાન સામે બીજી ટેસ્ટ મેચ દરમિયાન બટલરને બેટ પર એક એવો સંદેશો મળ્યો હતો, જેને વાંચીને તમામ લોકો દિગ્મૂઢ થઈ ગયા હતા. બટલરે બેટના હેન્ડલ પર ગાળ લખી હતી. જેને કેમેરામાં કંડારી લેવામાં આવી હતી.