શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ઇન્ટરનેશનલ ક્રિકેટમાં કોહલીના સૌથી ઝડપી 20 હજાર રન, જાણો કેટલી ઈનિંગમાં મેળવી આ સિદ્ધી ?
ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ આઈસીસી વર્લ્ડ કપમાં વેસ્ટ ઈંડિઝ સામેના મુકાબલામાં ઈતિહાસ રચ્યો. વિરાટ કોહલી સૌથી ઝડપી 20 હજાર અંતરરાષ્ટ્રીય રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે.
નવી દિલ્હી: ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ આઈસીસી વર્લ્ડ કપમાં વેસ્ટ ઈંડિઝ સામેના મુકાબલામાં ઈતિહાસ રચ્યો. વિરાટ કોહલી સૌથી ઝડપી 20 હજાર અંતરરાષ્ટ્રીય રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે. વિરાટ કોહલીએ મહાન ક્રિકેટર સચિન તેંડૂલકર અને વેસ્ટ ઈંડિઝા મહાન બ્રાયન લારાના રેકોર્ડને તોડ્યા છે. વિરાટ કોહલીએ 417મી ઈનિંગમાં આ રેકોર્ડ બનાવ્યો હતો. વિરાટ કોહલી એશિયાનો પ્રથમ કેપ્ટન બન્યો છે કે જેણે સૌથી ઝડપી 20 હજાર રન બનાવ્યા હોય.
અફઘાનિસ્તાન સામેની મેચ પહેલા વિરાટના નામે 19896 રન હતા અને આ આંકડા સુધી પહોંચવા માટે 104 રનની જરૂર હતી. તે મેચમાં વિરાટે 67 રનની ઈનિંગ રમી હતી. 20 હજાર અંતરરાષ્ટ્રીય રન બનાવવા માટે વિરાટને 37 રનની જરૂર હતી. 37મો રન તેણે ઓલ્ડ ટેફર્ડમાં વેસ્ટ ઈંડિઝ સામેની મેચમાં 25મી ઓવરના ચોથા બોલ પર હોલ્ડર સામે એક રન બનાવી કોહલીએ આ રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. આ પહેલા આ રેકોર્ડ સચિન અને લારાને નામ પર હતો. આ બંને બેટ્સમેન 453 ઈનિંગ રમી આ રેકોર્ડ સુધી પહોંચ્યા હતા. જ્યારે ઓસ્ટ્રેલિયા પૂર્વ કેપ્ટન પોન્ટિંગ 468 ઈનિંગમાં 20 હજાર રન સુધી પહોંચ્યો હતો.Mt. 20k scaled! @imVkohli becomes the quickest batsman to make 20,000 international runs. He is the third Indian after @sachin_rt and Rahul Dravid to achieve this feat.???????????? #TeamIndia #CWC19 #KingKohli pic.twitter.com/s8mn9sgaap
— BCCI (@BCCI) June 27, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
દેશ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion