(Source: ECI/ABP News/ABP Majha)
IPL 2022: લખનઉની ટીમ માર્ક વુડની જગ્યાએ બાંગ્લાદેશના આ ખેલાડીને ખરીદશે, જાણો ગંભીરે કોને ફોન કર્યો
લખનઉ સુપર જાયંટ્સની ટીમને આઈપીએલથી પ્રથમ ઝટકો ત્યારે લાગ્યો હતો જ્યારે ઈંગ્લેન્ડના પેસર માર્ક વુડને આઈપીએલમાંથી બહાર નીકળી ગયા હતા.
ઈન્ડિયન પ્રીમિયર લીગની 2022ની સીઝન શરુ થવામાં હવે થોડા જ દિવસો બાકી રહ્યા છે. પ્રથમ વખત આઈપીએલમાં ભાગ લેવા જઈ રહેલી લખનઉ સુપ જાયંટ્સની ટીમને આઈપીએલથી પ્રથમ ઝટકો ત્યારે લાગ્યો હતો જ્યારે ઈંગ્લેન્ડના પેસર માર્ક વુડને આઈપીએલમાંથી બહાર નીકળી ગયા હતા.
હવે લખનઉની ટીમ માર્ક વુડની જગ્યાએ નવા ખેલાડીની ભરતી માટે લખનઉની ટીમ બાંગ્લાદેશ તરફ નજર દોડાવી રહી છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે બાંગ્લાદેશના ફાસ્ટ બોલર તસ્કીન અહમદને લખનઉની ટીમમાં લેવામાં આવશે. બાંગ્લાદેશના મીડિયા રિપોર્ટ પ્રમાણે લખનઉ સુપર જાયંટ્સના મેંટર ગૌતમ ગંભીરે ગઈકાલે રવિવારે જ ઢાકામાં આ ખેલાડી માટે ફોન કર્યો હતો.
રિપોર્ટ્સ પ્રમાણે ગૌતમ ગંભીરે તસ્કીન અહમદને સમગ્ર સિઝન માટે સાઈન કરવાનો પ્રસ્તાવ મુક્યો છે. તસ્કીન અહમદ જો આ પ્રસ્તાવનો સ્વિકાર કરશે તો તેને તરત જ બાંગ્લાદેશથી રવાના થવું પડશે. જે કે, તસ્કીન આઈપીએલમાં આવવા માટે રાજી થશે તેને સાઉથ આફ્રિકા સામે રમાનારી ટેસ્ટ સીરીઝ છોડવી પડશે.
ઉલ્લેખનીય છે કે, લખનઉ સુપર જાયંટ્સે ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર માર્ક વુડને 7.5 કરોડ રુપિયામાં ખરીદ્યો હતો. જો કે આઈપીએલની શરુઆત થાય તે પહેલાં જ ઈજાગ્રસ્ત થયેલા માર્ક વુડે પોતાનું નામ આઈપીએલમાંથી પાછું ખેંચી લીધું હતું. આ જ કારણથી હવે લખનઉની ટીમને ફાસ્ટ બોલરની તલાશ છે. હાલ લખનઉની ટીમમાં આવેશ ખાન, અંકિત રાજપૂત, દુષ્મંતા ચામીરા, શાહબાઝ નદીમ, મોહસીન ખાન, મયંક યાદવ જેવા બોલર છે. ત્યારે માર્ક વુડની જગ્યાએ તસ્કીન અહમદ લખનઉની ટીમ માટે સચોટ વિકલ્પ હોઈ શકે છે.