શોધખોળ કરો

Mary Kom: મેરી કોમે નિવૃતિના રિપોર્ટ પર આપી સ્પષ્ટતા, કહ્યુ- 'મારા નિવેદનને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યું'

Mary Kom On Retirement: ભારતીય મહિલા બોક્સર મેરી કોમે નિવૃત્તિના સમાચારને ફગાવી દીધા છે

Mary Kom On Retirement: ભારતીય મહિલા બોક્સર મેરી કોમે નિવૃત્તિના સમાચારને ફગાવી દીધા છે. વાસ્તવમાં અગાઉ ઘણા મીડિયા રિપોર્ટ્સમાં એવું કહેવામાં આવ્યું હતું કે મેરી કોમે બોક્સિંગને અલવિદા કહેવાનો નિર્ણય લીધો છે, પરંતુ હવે મેરી કોમે પોતે નિવૃત્તિના સમાચારને સંપૂર્ણપણે નકારી કાઢ્યા છે. તેમણે કહ્યું કે મારા નિવેદનને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યું છે.

'મારા વાતોને ખોટી રજૂ કરવામાં આવી'

બોક્સિંગ ચેમ્પિયન મેરી કોમે કહ્યું હતું કે અત્યાર સુધી મેં મારી નિવૃત્તિની જાહેરાત કરી નથી. મારા શબ્દોનો ખોટો અર્થ કાઢવામાં આવ્યો છે. તેણીએ કહ્યું કે જ્યારે પણ હું તેની જાહેરાત કરીશ ત્યારે હું વ્યક્તિગત રીતે મીડિયા સમક્ષ હાજર થઈશ. મેં કેટલાક મીડિયા અહેવાલો જોયા છે જેમાં કહેવામાં આવ્યું છે કે મેં મારી નિવૃત્તિની જાહેરાત કરી છે, પરંતુ આ બાબતોમાં કોઈ સત્ય નથી.

મીડિયા રિપોર્ટ્સ પર મેરી કોમે શું કહ્યું?

મેરી કોમે કહ્યું હતું કે 24 જાન્યુઆરીએ ડિબ્રુગઢમાં એક શાળાના કાર્યક્રમમાં બાળકોને પ્રેરિત કરવા માટે મેં કહ્યું કે હજુ પણ મારી અંદર સ્પોર્ટ્સની ભૂખ છે પરંતુ વય મર્યાદાના કારણે ઓલિમ્પિકમાં ભાગ લઈ શકીશ નહીં. જો કે, હું તેનો ભાગ બનવા માંગુ છું. તેણીએ એમ પણ કહ્યું કે હું મારી ફિટનેસ પર ઘણું કામ કરી રહી છું. અત્યાર સુધી મેં નિવૃત્તિની જાહેરાત કરી નથી. જ્યારે પણ હું મારી નિવૃત્તિની જાહેરાત કરીશ ત્યારે હું વ્યક્તિગત રીતે મીડિયા સમક્ષ હાજર થઈશ.

મેરી કોમ 6 વખત વર્લ્ડ ચેમ્પિયન બની

મેરી કોમે લંડન ઓલિમ્પિક ગેમ્સ 2012માં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ઉપરાંત, તે રેકોર્ડ 6 વખત વર્લ્ડ ચેમ્પિયન રહી છે. આમ કરનારી એકમાત્ર મહિલા બોક્સર મેરી કોમ છે. આ સિવાય મેરી કોમ 5 વખત એશિયન ચેમ્પિયનશિપની વિજેતા રહી હતી. જ્યારે મેરી કોમની બાયોપિક 2014માં આવી હતી. જેમાં બોલિવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ મેરી કોમનો રોલ કર્યો હતો. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર હિટ રહી હતી.

મેરી કોમની બોક્સિંગ કરિયર

મેરી કોમે તેની બોક્સિંગ કારકિર્દી 18 વર્ષની ઉંમરે સ્ક્રેન્ટન, પેન્સિલવેનિયામાં શરૂ કરી હતી. આ પછી મેરી કોમે ઇન્ટરનેશનલ બોક્સિંગ એસોસિએશન (IBA)ની મહિલા બોક્સિંગ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.  આવું કરનાર તે પ્રથમ ભારતીય બોક્સર બની હતી. ત્યારબાદ મેરી કોમે 2005, 2006, 2008 અને 2010માં વર્લ્ડ ચેમ્પિયનશિપ જીતી હતી. મેરી કોમ લંડન ઓલિમ્પિકમાં 51KG કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ વિજેતા હતી. તેમજ મેરી કોમે 2018માં છઠ્ઠી વખત વર્લ્ડ ચેમ્પિયનશિપ જીતી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ravindra Jadeja Record: ટેસ્ટ ક્રિકેટમાં રવિન્દ્ર જાડેજાનો શરમજનક રેકોર્ડ, બન્યો નં-1 બોલર!
Ravindra Jadeja Record: ટેસ્ટ ક્રિકેટમાં રવિન્દ્ર જાડેજાનો શરમજનક રેકોર્ડ, બન્યો નં-1 બોલર!
Arjuna Award: અર્જુન એવોર્ડનું થયું એલાન, તેજસ્વિન શંકર સહિત 17 ખેલાડીઓને મળશે સન્માન
Arjuna Award: અર્જુન એવોર્ડનું થયું એલાન, તેજસ્વિન શંકર સહિત 17 ખેલાડીઓને મળશે સન્માન
ઋષભ પંતે ઈતિહાસ રચી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, ટેસ્ટમાં સૌથી ઝડપી 100 સિક્સ ફટકારનાર બેટ્સમેન બન્યો  
ઋષભ પંતે ઈતિહાસ રચી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, ટેસ્ટમાં સૌથી ઝડપી 100 સિક્સ ફટકારનાર બેટ્સમેન બન્યો  
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
Jharkhand Exam Cancelled: ઝારખંડમાં રદ કરાઈ 44 પરીક્ષાઓ, સરકારે જાહેર કરી યાદી
Jharkhand Exam Cancelled: ઝારખંડમાં રદ કરાઈ 44 પરીક્ષાઓ, સરકારે જાહેર કરી યાદી
Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા
Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
Tarot Card Rashifal : કન્યા રાશિ માટે ધન પ્રાપ્તિનો શુભ અવસર, જાણો શું કહે છે આપનું કિસ્મતનું કાર્ડ
Tarot Card Rashifal : કન્યા રાશિ માટે ધન પ્રાપ્તિનો શુભ અવસર, જાણો શું કહે છે આપનું કિસ્મતનું કાર્ડ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
Embed widget