શોધખોળ કરો
Advertisement
આ દિગ્ગજ ક્રિકેટરે ધોનીને કહ્યો ગલી ટીમનો કેપ્ટન!
હેડને કહ્યું કે, ‘ધોની માત્ર એક ખેલાડી નહીં પણ ક્રિકેટનો એક યુગ છે. ઘણી રીતે મને લાગે છે કે, ધોની ગલી ક્રિકેટ ટીમનો કેપ્ટન છે. તો અમારામાંથી જ એક છે જે ટીમ માટે બધું કરી છૂટે છે.’
નવી દિલ્હીઃ મહેન્દ્ર સિંહ ધોની ક્રિકેટનો એક આખો યુગ છે. આવું કહેવું છે ઓસ્ટ્રેલિયાના પૂર્વ સ્ટાર બેટ્સમેન મેથ્યૂ હૈડનનું. હેડને કહ્યું કે, ટીમ ઇન્ડિયાના પૂર્વ અને સીએસકેના કેપ્ટન ધોની માત્ર એક ખેલાડી નથી પરંતુ ક્રિકેટનો એક યુગ છે.
હેડને કહ્યું કે, ‘ધોની માત્ર એક ખેલાડી નહીં પણ ક્રિકેટનો એક યુગ છે. ઘણી રીતે મને લાગે છે કે, ધોની ગલી ક્રિકેટ ટીમનો કેપ્ટન છે. તો અમારામાંથી જ એક છે જે ટીમ માટે બધું કરી છૂટે છે.’
હેડને આગળ જણાવ્યું કે, ‘તમે જોતા હશો કે, જે રીતે ધોની પ્રેક્ટિસ કરે છે, જે રીતે પોતાના લેગ સ્પિનર્સ પાસે બોલિંગ કરાવે છે, કેચ પકડાવે છે અને ખેલાડીઓ પાસેથી સલાહ લે છે અને આ બધા છતા તે ખૂબ જ શાંત રહે છે. તેના જેવો માણસ જો તમારી આસપાસ રહે તો તમે ઘણો આરામ અનુભવો છો. તેને ‘થાલા’ નામ આપવામાં આવ્યું છે કારણ કે, તે ન માત્ર ચેન્નઈનો જ નહીં પણ આખા દેશનો કેપ્ટન છે.’
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દુનિયા
દેશ
દેશ
Advertisement