નવી દિલ્હીઃ એશિયન ગેમ્સ 2018માં ઇરાનની મહિલા ટીમે કબડ્ડીમાં ભારતની મહિલા ટીમને હરાવી ગોલ્ડ મેડલ જીતી લીધો છે. ઇરાનની આ ભવ્ય પાછળ એક ભારતીય મહિલા ખેલાડીનું મહત્વપૂર્ણ યોગદાન છે. આ ખેલાડી બીજું કોઇ નહી પરંતુ ઇરાનની મહિલા ટીમની કોચ શૈલજા જૈન છે. નાશિકની રહેવાસી અને ઇરાનની કોચ શૈલજા જૈનેંન્દ્ર કુમાર જૈને દોઢ વર્ષ પહેલા જ ઇરાનની ટીમની કોચની જવાબદારી પોતાના માથે લીધી હતી.
2/5
3/5
ફાઇનલમાં જીત્યા બાદ શૈલજાએ કહ્યું હતું કે, લાંબા સમય બાદ ઇરાને ગોલ્ડ જીત્યો છે. ઇરાન ફેડરેશને મારા પર વિશ્વાસ વ્યક્ત કર્યો તે બદલ હું આભારી છું. મારી ભાષા અલગ હોવાના કારણે ખેલાડીઓ સાથે વાતચીત કરવી મુશ્કેલ હતી. જેથી મેં ફારસી શીખી. મેચ અગાઉ મે ખેલાડીઓને કહ્યું હતું કે, મને ગોલ્ડ વિના ભારત પાછી ના મોકલતા. જોકે, શૈલજાએ કહ્યું કે, મને દુખ થયું કે ભારત હારી ગયું પરંતુ આ પરિસ્થિતિમા પોતાની ટીમનો દેખાવ શાનદાર રહ્યો.
4/5
ઉલ્લેખનીય છે કે ભારતની મહિલા કબડ્ડી ટીમ ઇરાન સામે ફાઇનલમાં 24-27થી હારી ગઇ હતી. ઇરાનની મહિલા ટીમે પ્રથમવાર એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. જ્યારે 18 મહિના અગાઉ શૈલજાએ ઇરાનની ટીમની કોચની જવાબદારી સંભાળી ત્યારે તેણે પોતાના માટે લક્ષ્ય નક્કી કર્યું હતું કે તે દુનિયાભરને બતાવશે કે રણનીતિ બનાવવામાં તેનો કોઇ મુકાબલો નથી.
5/5
આ અંગે શૈલજાએ કહ્યું કે જ્યારે ઇરાનની ટીમનો પ્રસ્તાવ મારી સમક્ષ આવ્યો ત્યારે મેં તેને પડકાર સ્વરૂપે લીધો. શરૂઆતમાં મને કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડ્યો, કારણ કે હું શાકાહારી હતી અને સાથે ભાષા પણ એક સમસ્યા હતી. બાદમાં મેં થોડી ફારસી શીખી અને પછી બધુ જ સામાન્ય થઇ ગયું.