શોધખોળ કરો
Advertisement
મિતાલી રાજને ટ્વિટર યૂઝરે પૂછ્યું- તમિલ નથી આવડતી ? , તેણે એવો જવાબ આપ્યો કે બોલતી બંધ કરી દીધી
મિતાલી રાજે એક ટ્રોલરને એવો જવાબ આપ્યો કે તે ચર્ચાનો વિષય બન્યો છે.
નવી દિલ્હી: ભારતીય મહિલા ક્રિકેટ ટીમના કેપ્ટન મિતાલી રાજના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયાએ સાઉથ આફ્રિકા સામે 3-0 થી વનડે સીરિઝ જીતી છે. તેની સાથે જ આંતરરાષ્ટ્રીય મેચોમાં 20 વર્ષ પૂરા કરનારી તે પ્રથમ ખેલાડી બની છે. આ ઉપલબ્ધી પર ખેલ જગતથી લઈ તેમના અનેક ફેન્સ શુભકામાઓ પાઠવી રહ્યાં છે. જો કે તેની વચ્ચે એક ટ્રોલરે તેમને ટ્રોલ કરવાનો પ્રયત્ન કર્યો હતો. જેને મિતાલીએ આકરો જવાબ આપ્યો હતો
વાસ્તવમાં, સાઉથ આફ્રિકા સામેની જીત પર સચિન તેંડુલકરે મિતાલીને ટ્વિટર પર શુભકામનાઓ પાઠવી હતી. સચિનના ટ્વીટ પર મિતાલીએ અંગ્રેજીમાં જવાબ આપ્યો હતો અને લખ્યું કે, “આપ જેવા વ્યક્તિ દ્વારા પ્રશંસા થાય તેનાથી સારું લાગું છે. તમે તે ખેલાડી છો જેને જોઈને હું ઘણું શીખી છું. આભાર ચેમ્પિયન”
મિતાલીના આ ટ્વિટ પર એક યૂઝરે લખ્યું, મિતાલીને તમિલ ભાષા નથી આવડતી. તેના પર મિતાલીએ તરત જ તમિલ ભાષામાં જવાબ આપતા લખ્યું કે તમિલ મારી માતૃભાષા છે અને તેના પર ગર્વ છે. સૌથી મોટી વાત એ કે હું એક ભારતીય છું.
ઉલ્લેખનીય છે કે ગત મહિને મિતાલીએ આંતરાષ્ટ્રીય ટી-20 માંથી નિવૃતી લેવાની જાહેરાત કરી હતી. તેમનું કહેવું છે કે તે વર્ષ 2021માં યોજાનાર વર્લ્ડકપ પર પોતાનું સંપૂર્ણ ધ્યાન લગાવવા માંગે છે.தமிழ் என் தாய் மொழி.. நான் தமிழ் நன்றாக பேசுவேன்.. தமிழனாய் வாழ்வது எனக்கு பெருமை.. but above it all I am very proud indian ! Also my dear sugu ,you constant criticism on each and every post of mine ,you day to day advice on how and what should I do is exactly what keeps me going https://t.co/udOqOO2ejx
— Mithali Raj (@M_Raj03) October 15, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દુનિયા
ક્રિકેટ
Advertisement