શોધખોળ કરો
Advertisement
ધોનીએ 6 મહિના બાદ નેટ પ્રેક્ટિસ શરૂ કરી, ક્રિકેટમાં વાપસીના આપ્યા સંકેત
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ લાંબા સમય બાદ પોતાનું બેટ હાથમાં લીધું છે. ધોનીએ આશરે 6 મહિના બાદ નેટ પ્રેક્ટિસ શરૂ કરી છે
નવી દિલ્હી: ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ લાંબા સમય બાદ પોતાનું બેટ હાથમાં લીધું છે. ધોની ઈંગ્લેન્ડ અને વેલ્સમાં રમવામાં આવેલા વર્લ્ડ કપના સેમીફાઈનલ બાદ ક્રિકેટથી દૂર હતો. 10 જુલાઈ 2019ના એમ એસ ધોનીએ છેલ્લી વાર બેટ પકડ્યું હતું. જે બાદ તેઓ આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી દૂર હતો. ધોનીએ આશરે 6 મહિના બાદ નેટ પ્રેક્ટિસ શરૂ કરી છે.
ધોનીએ નેટ પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. શુક્રવાર 15 નવેમ્બરે ધોનીએ ઝારખંડ ક્રિકેટ અસોસિયેશનના સ્ટેડિયમમાં પ્રેક્ટિસ શરૂ કરી છે. ધોનીના પ્રેક્ટિસ સેશનમાં પાછા ફરવાનો વીડિયો તેના ફેન ક્લબે ટ્વિટર પર શેર કર્યો છે. ધોની ફેન ઑફિશિયલ નામના આ ટ્વિટર હેન્ડલ પર કેટલાક સેકન્ડનો વીડિયો શેર કરવામાં આવ્યો છે. જેના કેપ્શનમાં એ પણ લખવામાં આવ્યું છે કે લાંબા સમય બાદ ધોનીએ પોતાનું પહેલું નેટ સેશન શરૂ કર્યું છે..@msdhoni’s first net session after a long long break.
Retweet if you can’t wait to see him back!????????#Dhoni #MSDhoni #Ranchi #JSCA pic.twitter.com/2X6kbQNYMG — MS Dhoni Fans Official (@msdfansofficial) November 15, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ઓટો
આરોગ્ય
Advertisement