મળતી માહિતી મુજબ સાક્ષી ધોનીએ આર્મ્સ લાઈન્સ માટે મેજિસ્ટ્રેટ કાર્યાલયમાં અરજી કરી હતી, જેને અરગોડા પોલીસ સ્ટેશન મોકલવામાં આવી છે. અરગોડા સ્ટેશનમાં આ અરજીની તપાસ કરતાં જાણવા મળ્યું કે સાક્ષી ધોની પર કોઈપણ પ્રકારનો કેસ નોંધાયેલ નથી. હાલમાં અરજી વેરિફિકેશન માટે એસએસપી કાર્યાલય મોકલવામાં આવી છે.
2/4
જણાવીએ કે, 2010માં મહેન્દ્ર સિંહ ધોનીને ગન લાઈસન્સની મંજૂર મળી ગઈ હતી, ત્યાર બાદ તેણે લાઈસન્સવાળી પિસ્ટલ ખરીદી હતી. ધોનીએ લાઈસન્સ મેળવવા માટે ઘણી મેહનત કરવી પડી હતી. તેની અરજી કેન્દ્ર સરકારને મોકલવામાં આવી હતી અને ત્યાંથી મંજૂરી મળ્યા બાદ તેને લાઈસન્સ આપવામાં આવ્યું હતું. રાંચિ જિલ્લા પ્રશાસનને ગૃહ મંત્રાલયને અરજી મોકલતા પહેલા 2008માં ધોનીના કેરેક્ટર સર્ટિફિકેટની માગ કરી હતી.
3/4
સાક્ષીએ પિસ્ટલ અથવા 0.32 રિવોલ્વર માટે અરજી કરી છે. સાક્ષીએ આર્મ્સ લાઈન્સ માટે અરજી કરતાં કહ્યું કે, તેને જેટલું ઝડપથી થાય તેટલું ઝડપથી પિસ્ટલ અથવા રિવોલ્વર ખરીદવા માટે લાઈસન્સ આપવામાં આવે.
4/4
નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની પત્ની સાક્ષીએ આર્મ્સ લાઈન્સ માટે અરજી કરી છે. સાક્ષી ધોનીએ પોતાના જીવને જોખમ હોવાનું કહીને આર્મ્સ લાઈન્સની માગ કરી છે. સાક્ષીનું કહેવું છે કે તે મોટેભાગે ઘરે એકલી હોય છે. પોતાના કામ માટે તેને એકલા જ પ્રવાસ કરવો પડે છે. એવામાં તેના જીવને પણ જોખમ છે, માટે તેને કોઈ હથિયારની જરૂરત છે.