શોધખોળ કરો

રિષભ પંતને લઈ મુખ્ય પસંદગીકારની ચેતવણી, કહ્યું- આ વિકેટકિપરો પર પણ છે નજર, જાણો વિગત

બીસીસીઆઈની પસંદી સમિતિના મુખ્ય પસંદગીકાર એમએસકે પ્રસાદે કહ્યું કે તે રિષભ પંતના વિકલ્પ તરીકે ઇશાન કિશન, સંજુ સેમસન અને અન્ય વિકેટકીપરો પર નજર રાખી રહ્યાં છે.

નવી દિલ્હી: યુવા વિકેટકીપર-બેટ્સમેન રિષભ પંતનું પ્રદર્શન ક્રિકેટની ત્રણેય ફોર્મેટમાં નિરાશાનજક રહ્યું છે. તેના બાદ હવે મુખ્ય પસંદગીકાર એમએસકે પ્રસાદે પણ તેને ઇશારા ઇશારામાં ચેતવણી આપી દીધી છે. બીસીસીઆઈની પસંદી સમિતિના મુખ્ય પસંદગીકાર એમએસકે પ્રસાદે કહ્યું કે તે રિષભ પંતના વિકલ્પ તરીકે ઇશાન કિશન, સંજુ સેમસન અને અન્ય વિકેટકીપરો પર નજર રાખી રહ્યાં છે. મહેન્દ્રસિંહ ધોનીના આંતરરાષ્ટ્રીય સ્તરે વિરામ લીધા બાદ પંત ટીમના મુખ્ય વિકેટકીપર તરીકે રમી રહ્યો છે પરંતુ તે સતત નિષ્ફળ સાબિત થઈ રહ્યો છે. બુધવારે સાઉથ આફ્રિકા વિરુદ્ધ રમાયેલી બીજી ટી20માં પંત માત્ર 4 રન જ બનાવી શક્યો હતો. આ પહેલા વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ દરમિયાન ત્રણ મેચોની ટી-20 સીરીઝમાં રિષભ પતંની બેટથી 69 રન આવ્યા હતા, જ્યારે વનડે સીરીઝમાં પણ તે માત્ર 20 રન બનાવી શક્યો હતો. એમએસ કે પ્રસાદનું માનવું છે કે પંત જેવા પ્રતિભાશાળી ખેલાડી સાથે ધીરજ રાખવાની જરૂર છે. પ્રસાદે એક અંગ્રેજી અખબાર ઇન્ડિયન એક્સપ્રેસનને જણાવ્યું હતું કે, મે પહેલા જ વર્લ્ડકપલબાદ કહ્યું હતું કે પંત પર નજર રાખી રહ્યાં છે. તેની સાથે ધીરજ રાખવાની જરૂર છે. કારણ કે તેની પાસે પ્રતિભા છે. પ્રસાદે કહ્યું કે, અમે પંતના વર્કલોડ પર પણ ધ્યાન આપી રહ્યાં છે. સાથે ત્રણેય ફોર્મેટ માટે વિકલ્પો પર પણ નજર રાખી રહ્યાં છે. ટેસ્ટમાં ઇન્ડિયા-એ માટે કેએસ ભરત સારુ પ્રદર્શન કરી રહ્યો છે. અમારી પાસે કિશન અને સેમસન છે. આજે સીમિત ઓવરોમાં ઇન્ડિયા-એ માટે સારુ પ્રદર્શન કરી રહ્યાં છે. પંતને લઈને મુખ્ય કોચ રવિ શાસ્ત્રી પણ સ્પષ્ટતા કરી ચુક્યા છે કે આ વિકેટકીપર બેટ્સમન પોતાની ભૂલને સતત કઈ રીતે પુનરાવર્તન કરી શકે અને જો એવું હોય તો તેણે આ ભૂલ ભોગવવી પડશે. સુનિલ ગાવસ્કર પણ કહી ચુક્યાં છે કે પંત સારુ પ્રદર્શન નહીં કરે તો સંજૂ સેમસન સર્વશ્રેષ્ઠ વિકલ્પ રહેશે. જો કે ટી20 વર્લ્ડકપ પહેલા પંતને વધુમાં વધુ તક આપવી જોઈએ.

ટોપ સ્ટોરી

'વિરાટને નિવૃત્તિ લેવા માટે મજબૂર કર્યો...', અજિત અગરકર પર લાગ્યા ગંભીર આરોપ
'વિરાટને નિવૃત્તિ લેવા માટે મજબૂર કર્યો...', અજિત અગરકર પર લાગ્યા ગંભીર આરોપ
IND vs WI 3rd T20: ભારતે લીધો રાંચીનો બદલો! ઇન્દોર T20 માં વેસ્ટ ઇન્ડીઝને 14 રને હરાવ્યું
IND vs WI 3rd T20: ભારતે લીધો રાંચીનો બદલો! ઇન્દોર T20 માં વેસ્ટ ઇન્ડીઝને 14 રને હરાવ્યું
ઇન્દોરમાં અભિષેક શર્માએ તોડ્યો સૂર્યકુમાર યાદવનો મોટો રેકોર્ડ, 30 બોલમાં 69 રન ફટકારી...
ઇન્દોરમાં અભિષેક શર્માએ તોડ્યો સૂર્યકુમાર યાદવનો મોટો રેકોર્ડ, 30 બોલમાં 69 રન ફટકારી...
ભારત સામે ઓસ્ટ્રેલિયાનો ધબડકો: 140/2 છતાં કાંગારૂઓ 49 રને હાર્યા, હારેલી મેચ બોલરોએ પલટી
ભારત સામે ઓસ્ટ્રેલિયાનો ધબડકો: 140/2 છતાં કાંગારૂઓ 49 રને હાર્યા, હારેલી મેચ બોલરોએ પલટી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નીતિન કાકાને બધા કરે યાદ
Hun To Bolish : હું તો બોલીશ : હવે તો બ્રેક મારો
Hun To Bolish : હું તો બોલીશ : દૂધમાં ભેળસેળ કરે છે કોણ ?
Jitu Vaghani Praises Nitin Patel : શંકર ચૌધરી બાદ જીતુ વાઘાણીએ નીતિન પટેલના કર્યા ભરપૂર વખાણ
DyCM Harsh Sanghavi: 'ફાયર બાબતે કોઈપણ બાંધછોડ ચાલશે નહીં':હર્ષ સંઘવીની ગરબા આયોજકોને ચેતવણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન
અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન
Today Weather: 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન
Today Weather: 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન
Jignesh Mevani: કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની વધી મુશ્કેલી, ગાંધીનગરમાં FIR દાખલ
Jignesh Mevani: કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની વધી મુશ્કેલી, ગાંધીનગરમાં FIR દાખલ
CJIએ INDIA ગઠબંધનના નેતાઓનો પ્રસ્તાવ ફગાવ્યો, રાહુલ ગાંધીએ માર્ચની કરી જાહેરાત
CJIએ INDIA ગઠબંધનના નેતાઓનો પ્રસ્તાવ ફગાવ્યો, રાહુલ ગાંધીએ માર્ચની કરી જાહેરાત
સરકારી યુનિ.ના ઈતિહાસમાં પ્રથમ ઘટના, પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા વિરૂદ્ધ મંગાવવામાં આવી જાહેર ફરિયાદ
સરકારી યુનિ.ના ઈતિહાસમાં પ્રથમ ઘટના, પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા વિરૂદ્ધ મંગાવવામાં આવી જાહેર ફરિયાદ
પાણીમાં પણ તરશે આ SUV, 12 મિનિટમાં જ થયું 10000 કારનું રેકોર્ડબ્રેક બુકિંગ
પાણીમાં પણ તરશે આ SUV, 12 મિનિટમાં જ થયું 10000 કારનું રેકોર્ડબ્રેક બુકિંગ
'વિરાટને નિવૃત્તિ લેવા માટે મજબૂર કર્યો...', અજિત અગરકર પર લાગ્યા ગંભીર આરોપ
'વિરાટને નિવૃત્તિ લેવા માટે મજબૂર કર્યો...', અજિત અગરકર પર લાગ્યા ગંભીર આરોપ
સાઉદી અરેબિયામાં ભારતીયો માટે જાહેર એડવાઈઝરી, રિયાધ એરપોર્ટ પર હુમલામાં ભારતીયનું થયું હતું મોત
સાઉદી અરેબિયામાં ભારતીયો માટે જાહેર એડવાઈઝરી, રિયાધ એરપોર્ટ પર હુમલામાં ભારતીયનું થયું હતું મોત
Embed widget