શોધખોળ કરો
દાદા સુભાષ ચંદ્ર સાથે દેશ માટે યુદ્ધ લડ્યા હતા, હવે પૌત્રને મળ્યું ટીમ ઇન્ડિયામાં સ્થાન
નવદીપના દાદા કરમસિંહની ઉંમર 100થી વધારે છે.
![દાદા સુભાષ ચંદ્ર સાથે દેશ માટે યુદ્ધ લડ્યા હતા, હવે પૌત્રને મળ્યું ટીમ ઇન્ડિયામાં સ્થાન navdeep saini's grandfather is freedom fighter દાદા સુભાષ ચંદ્ર સાથે દેશ માટે યુદ્ધ લડ્યા હતા, હવે પૌત્રને મળ્યું ટીમ ઇન્ડિયામાં સ્થાન](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/07/22105248/1-navdeep-sainis-grandfather-is-freedom-fighter.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદી અપાવવામાં ભારતના અનેક ક્રાંતિકારીઓનો ફાળો રહ્યો છે. જેમાં એક નામ છે સુભાષ ચંદ્ર બોસ. ભારતના મોટા ક્રાંતિકારી નેતા રહેલ સુભાષ ચંદ્રના ગ્રુપ આઝાદ હિંદ ફોજની સાથે કામકરનાર એક વ્યક્તિનો પૌત્રને ભારતીય ક્રિકેટ ટીમમાં સ્થાન મળ્યું છે.
નવદીપ સૈનીના પિતા અમરજીત સિંહ સૈની એક ડ્રાઇવર હતા. તેના પિતા હરિયાણા સરકારમાં ડ્રાઇવરની નોકરી કરતા હતા. નવદીપના દાદા કરમસિંહની ઉંમર 100થી વધારે છે. કરમસિંહ નેતાજી સુભાષ ચંદ્ર બોઝની ઇન્ડિયન નેશનલ આર્મીમાં સૈનિક હતા. નવદીપ સૈનીના દાદાને ક્રિકેટ વિશે વધારે માહિતી નથી પરંતુ તેઓ તેના પૌત્રને ટીવી પર જુએ છે ત્યારે ખુશ થઈ જાય છે.
નવદીપ સૈની પહેલા ટેનિસ બોલ ટૂર્નામેન્ટ રમતો હતો. તે આ રમતમાં 200 રૂપિયા જીતતો હતો. આ પૈસાથી તેણે કરનાલ પ્રીમિયર લીગમાં નસીબ અજમાવ્યું હતું, જે બાદમાં તેની જિંદગી બદલાઈ ગઈ હતી. દિલ્હીના ફાસ્ટ બોલર સુમિત નરવાલે સૈનીની ખૂબી ઓળખી લીધી અને તેની મુલાકાત ગૌતમ ગંભીર સાથે કરાવી હતી. નવદીપ સૈનીની કારકિર્દી બનાવવા પાછળ ગંભીરનો બહુ મોટો ફાળો છે. દિલ્હીની રણજીમાં નવદીપને મોકો આપવા માટે ગંભીર પસંદગી ટીમ સાથે લડ્યો હતો.
![દાદા સુભાષ ચંદ્ર સાથે દેશ માટે યુદ્ધ લડ્યા હતા, હવે પૌત્રને મળ્યું ટીમ ઇન્ડિયામાં સ્થાન](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/07/22105256/2-navdeep-sainis-grandfather-is-freedom-fighter.jpg)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
રાજકોટ
બિઝનેસ
દુનિયા
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)