ભારતે આ મેચમાં અનુભવી બેટ્સમેન મિતાલી રાજને ટીમમાં સામેલ કરી હતી. નવેમ્બર 2018 બાદ તે પ્રથમ વખત ટી20 ઇન્ટરનેશનલ રમી હતી. મિતાલી 20 બોલમાં 24 રન બનાવી નોટ આઉટ રહી હતી. આ પહેલાની બંને મેચમાં ભારતે મિતાલીનો ટીમમાં સમાવેશ કર્યો હતો.
2/3
ભારત શ્રેણીની પ્રથમ બે મેચ હારી ગયું હતું અને અંતિમ મેચમાં પણ હાર થતાં વ્હાઇટ વોશનો સામનો કરવો પડ્યો હતો.
3/3
હેમિલ્ટનઃ ભારતીય મહિલા ટીમની ઓપનર સ્મૃતિ મંધાનાએ 86 રનની ઇનિંગ રમી હોવા છતાં ન્યૂઝિલેન્ડ મહિલા ટીમ સામે રમાયેલી ત્રીજી ટી20માં ભારતે 2 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. હેમિલ્ટનમાં ન્યૂઝિલેન્ડની મહિલા ટીમે ટોસ જીતી પ્રથમ બેટિંગ કરતાં 7 વિકેટ પર 161 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ભારતીય મહિલા ટીમ 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 159 રન બનાવી શકી હતી. તેની સાથે જ ભારતીય મહિલા ટીમનો સીરિઝમાં 3-0થી વ્હાઇટ વોશ થયો હતો.