આ બંને ખેલાડીઓનો પ્રતિબંધ 12 જાન્યુઆરીથી શરૂ થઈ ગયો છે. ત્યારે બંનેને બીડબલ્યૂએફે અસ્થાયી રીતે સસ્પેન્ડ કર્યા હતા. તાન ચુન 2010માં પ્રતિષ્ઠિત થોમસ કપ માટે મલેશિયન ટીમનો હિસ્સો હતો. જુલ્ફાદલીએ 2011માં ડેનમાર્કના વર્તમાન વિશ્વ ચેમ્પિયન વિક્ટર એક્લલેસનને હરાવીને વર્લ્ડ જૂનિયર ચેમ્પિયનશિપ જીતી હતી.
2/4
મલેશિયન બેડમિન્ટન સંઘના અધ્યક્ષ નોર્જા જકારિયાએ કહ્યું કે, આ મલેશિયન બેડમિન્ટન માટે દુઃખદ અને કાળો દિવસ છે. જે રમત અમારા દિલની ખૂબ જ નજીક છે તેના પર મેચ ફિક્સિંગનો ડાઘ લાગી ગયો છે.
3/4
સંસ્થાના નિવેદન મુજબ આ બંનેને સટ્ટાબાજી, જુગાર અને અનિયમિત મેચ પરિણામ સંબંધિત બીડબલ્યુએફ આચાર સંહિતાના ઉલ્લંઘન બદલ દોષિત જણાયા હતા. બીડબલ્યુએફેની પેનલે ફેબ્રુઆરીમાં સિંગાપુરમાં આ મામલાની સુનાવણી કરી હતી. જેમાં જણાવાયું હતું કે, બંને ખેલાડી 2013થી અનેક મહત્વપૂર્ણ ટૂર્નામેન્ટમાં ભ્રષ્ટાચાર કર્યો હતો.
4/4
કુઆલાલમ્પુરઃ મલેશિયાના બે બેડમિન્ટન ખેલાડીઓ પર ભ્રષ્ટાચાર અને મેચ ફિક્સિંગમાં દોષી જાહેર થયા બાદ તેમના પર ક્રમશઃ 20 અને 15 વર્ષનો પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. વિશ્વ બેડમિન્ટન મહાસંઘે કહ્યું છે કે પૂર્વ વિશ્વ ચેમ્પિયન ‘25 વર્ષીય જુલ્ફાદલી જુલ્કિફલી પર 20 વર્ષનો પ્રતિબંધ અને 25 હજાર ડોલરનો દંડ ફટકારવામાં આવ્યો છે. 31 વર્ષીય તાન ચુન સિયાંગ પર 15 વર્ષનો પ્રતિબંધ અને 15 હજાર ડોલરનો દંડ લગાવાયો છે.