શોધખોળ કરો
Advertisement
Hockey, India Enters Semi-Finals: હોકીમાં બ્રિટનને હરાવીને ભારત 41 વર્ષ પછી પહોંચ્યું સેમીફાઈનલમાં
ભારતીય પુરુષ હોકી ટીમની ક્વાર્ટર ફાઇનલ મેચ બ્રિટન વિરૂદ્ધ રમાઈ હતી. ટીમ ઈન્ડિયા ગ્રેટ બ્રિટન સામે 3-1થી જીત મેળવી છે.
હોકીમાં બ્રિટનને હરાવીને ભારત 41 વર્ષ પછી સેમીફાઈનલમાં પહોંચ્યું છે. ભારતીય પુરુષ હોકી ટીમની ક્વાર્ટર ફાઇનલ મેચ બ્રિટન વિરૂદ્ધ રમાઈ હતી. ટીમ ઈન્ડિયા ગ્રેટ બ્રિટન સામે 3-1થી જીત મેળવી છે. દિલપ્રિત સિંહે પ્રથમ ગોલ ફટકાર્યો હતો.
अद्भुत, अद्वितीय और अविश्सनीय 😍
India are through to the semis. 🔥
🇮🇳 3:1 🇬🇧#INDvGBR #IndiaKaGame #HaiTayyar #Tokyo2020 #TeamIndia #TokyoTogether #StrongerTogether #HockeyInvites #WeAreTeamIndia #Hockey pic.twitter.com/l802EiWYvE — Hockey India (@TheHockeyIndia) August 1, 2021
ભારતીય હોકી ટીમે ઈતિહાસ રચ્યો છે. ટીમ 1972 બાદ પ્રથમ વખત સેમિફાઇનલમાં પહોંચી છે. ક્વાર્ટર ફાઇનલમાં ભારતે ગ્રેટ બ્રિટનને 3-1થી હરાવ્યું હતું. ટીમ ઇન્ડિયા માટે દિલપ્રીત સિંહે 7મી મિનિટે, ગુરજંત સિંહે 16મી અને હાર્દિક સિંહે 57મી મિનિટે ગોલ કર્યા હતા. ટીમ ઇન્ડિયા હવે સેમીફાઇનલમાં બેલ્જિયમ સામે ટકરાશે.
છેલ્લી વખત 1980મા ટીમ ટોપ-4મા પહોંચી હતી અને પછી ફાઇનલ મેચમાં ભારતે ગોલ્ડ મેડલ પણ જીત્યો હતો. ત્યારપછી ટીમ ક્યારેય ટોપ-4મા પહોંચી શકી નથી. તેવામાં 8 વખતની ઓલિમ્પિક ચેમ્પિયન ભારતીય ટીમ પાસે ઇતિહાસનું પુનરાવર્તન કરવાની મોટી તક છે.
ભારતીય બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુ બ્રોન્ઝ મેડલ મેચમાં ચીનની હી બિંગ ઝિયાઓ સામે મેચ જીતી ગઈ છે. સિંધુએ પ્રથમ ગેમ 21-13થી તથા બીજી ગેમ પણ 21-15થી જીતી બ્રોન્ઝ મેડલ પોતાને નામ કર્યો છે.
સિંધુ બે અલગ-અલગ ઓલિમ્પિકમાં મેડલ જીતનાર વિશ્વની ચોથી બેડમિન્ટન ખેલાડી બની ગઈ છે. સિંધુ સતત 2 ઓલિમ્પિકમાં મેડલ જીતનાર પહેલી ભારતીય મહિલા ખેલાડી બની ગઈ છે, આની સાથે જ પીવી સિંધુએ સુશીલ કુમારનાં રેકોર્ડની પણ બરાબરી કરી દીધી છે.
હવે ટોક્યો ઓલિમ્પિકમાં ભારતના ત્રણ મેડલ પાક્કા છે. ઈન્ડિયા માટે વેઇટલિફ્ટર મીરાબાઇ ચાનુએ સિલ્વર જીત્યો છે. તે જ સમયે, બોક્સર લવલિના બોર્ગોહેને મહિલાઓના 69 કિલો વજન વર્ગમાં ઓછામાં ઓછું બ્રોન્ઝ મેડલ સુનિશ્ચિત કર્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
આરોગ્ય
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion