ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ જીત્યા બાદ નીરજ ચોપરાએ કોડ જાળવી રાષ્ટ્રધ્વજ ફોલ્ડ કર્યો, વીડિયો વાયરલ
નીરજ ચોપરા(NeeraJ Chopra)એ આજે 87.58 મીટર જવેલિન થ્રો ( javelin throw) કરીને ગોલ્ડ મેડલ જીત્યો છે. ઓલિમ્પિકના 100 વર્ષના ઇતિહાસમાં ભારતે એથ્લેટિકમાં પહેલીવાર ગોલ્ડ મેડલ જીત્યો છે.
ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ (Gold Medal) જીતીને ભારતે ઇતિહાસ રહ્યો છે. નીરજ ચોપરા(NeeraJ Chopra)એ આજે 87.58 મીટર જવેલિન થ્રો ( javelin throw) કરીને ગોલ્ડ મેડલ જીત્યો છે. ઓલિમ્પિકના 100 વર્ષના ઇતિહાસમાં ભારતે એથ્લેટિકમાં પહેલીવાર ગોલ્ડ મેડલ જીત્યો છે. ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યા બાદ નીરજ ચોપરાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યા બાદ નીરજ ચોપરાએ કોડ જાળવીને ભારતીય રાષ્ટ્રધ્વજ ફોલ્ડ હતો. નીરજે રાષ્ટ્રધ્વજનું માની રાખી ફોલ્ડ કર્યો હતો અને લોકોના દિલ જીતી લીધા હતા. હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
"...Man with golden arm..."#Neeraj Chopra
— Rajesh Kumar Mahato (@RajeshK90183000) August 7, 2021
Congrats... pic.twitter.com/DkwLtzMRsH
બીજા નંબરે ચેક રિપ્બીલીકનો વેડલેચ રહ્યો છે, જેણે 86.67 મીટર દૂર જેવેલિન થ્રો કર્યો હતો. જ્યારે ત્રીજા નંબરે ચેક રિપ્લીકનો વેસ્લે રહ્યો છે, જેણે 85.44 મીટર દૂર જવેલિન થ્રો કર્યો હતો.
આ ગોલ્ડ સાથે આજે ભારતને બીજો મેડલ મળ્યો છે. કુસ્તીમાં બજરંગ પુનિયાએ બ્રોન્ઝ મેડલ અપાવ્યા પછી નીરજ ચોપરાએ જેવેલિન થ્રોમાં ગોલ્ડ મેડલ અપાવ્યો છે. અગાઉ 12મા દિવસે ભારત માટે એક સારા સમાચાર આવ્યા હતા. ભારતીય એથ્લેટ નિરજ ચોપડાએ જેવલિન થ્રોમાં એટલે કે ભાલા ફેંક સ્પાર્ધાની ફાઈનલ માટે ક્વોલિફાઇ કરી લીધું હતું.
ટોક્યો ઓલિમ્પિકનો આજે 15મો દિવસ છે. ભારતીય કુસ્તીબાજ બજરંગ પુનિયાએ બ્રોન્ઝ મેડલ જીત્યો છે. કઝાકિસ્તાનના ખેલાડીને હરાવીને બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે. પુનિયાએ 8-0થી કઝાકિસ્તાનના ખેલાડીને પરાજય આપ્યો હતો. ટોક્યો ઓલિમ્પિકમાં આ સાથે ભારતના ખાતામાં અત્યાર સુધીમાં 7 મેડલ આવ્યા છે. જેમાં એક ગોલ્ડ, બે સિલ્વર અને 4 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે.
નીરજ ચોપરાએ ગોલ્ડ મેડલ જીતતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુભેચ્છા પાઠવી છે. તેમણે લખ્યું- ‘ટોક્યોમાં ઇતિહાસ રચાઇ ગયો છે! આજે જે પ્રાપ્ત કર્યું છે તેને હંમેશા યાદ કરવામાં આવશે. નીરજે અસાધરણ રૂપથી સારું પ્રદર્શન કર્યું છે. તેમણે ઉલ્લેખનીય જૂનુન સાથે રમત રમી અને અદ્વિતિય ધૈર્ય બતાવ્યું. ગોલ્ડ જીતવા માટે તેમને શુભેચ્છા.’
નીરજ ચોપરાએ ગોલ્ડ મેડલ જીતતા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ શુભેચ્છા પાઠવી છે. તેમણે લખ્યું- ‘નીરજ ચોપરાની અભૂતપૂર્વ જીત! તમારો સોનેરી ભાલો તમામ વિઘ્નોને તોડીને ઇતિહાસ રચે છે. તમે તમારા પ્રથમ ઓલમ્પિકમાં ભારતને પહેલીવાર ટ્રેક અને ફીલ્ડ પદક અપાવો છો. તમારો કરતબ આપણા યુવાનોને પ્રેરણા આપશે. ભારત ઉત્સાહિત છે! હાર્દિક શુભેચ્છા!’