શોધખોળ કરો

ઓલિમ્પિકમાં ગૉલ્ડ મેડલ જીતનારાઓને ભારત કે અમેરિકા નહીં આ દેશ આપે છે સૌથી વધુ ઇનામી રકમ, 1 કરોડથી પણ ઓછી છે વસ્તી

Paris Olympics 2024: ભારતે પેરિસ ઓલિમ્પિક 2024માં શૂટિંગમાં બે બ્રૉન્ઝ મેડલ જીતીને શાનદાર શરૂઆત કરી છે. મનુ ભાકરે 10 મીટર એર પિસ્તોલ વ્યક્તિગત ઈવેન્ટમાં બ્રૉન્ઝ મેડલ જીત્યો હતો

Paris Olympics 2024: ભારતે પેરિસ ઓલિમ્પિક 2024માં શૂટિંગમાં બે બ્રૉન્ઝ મેડલ જીતીને શાનદાર શરૂઆત કરી છે. મનુ ભાકરે 10 મીટર એર પિસ્તોલ વ્યક્તિગત ઈવેન્ટમાં બ્રૉન્ઝ મેડલ જીત્યો હતો. તે પછી સરબજોતસિંહ સાથે મળીને તેણે ફરીથી 10 મીટર એર પિસ્ટલ મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં બ્રૉન્ઝ મેડલ પર નિશાન સાધ્યું. હવે ગઇકાલે ભારતીય હૉકી ટીમે બ્રૉન્ઝ અને જેવેલિન થ્રૉમાં નીરજ ચોપડાએ સિલ્વર મેડલ પર કબજો જમાવ્યો છે. હવે એ જાણવું પણ રસપ્રદ છે કે ઓલિમ્પિક મેડલ જીતવા બદલ વિશ્વભરના દેશો તેમના ખેલાડીઓને કેટલા ઈનામો આપે છે.

ભારતમાં મેડલ વિજેતાઓને મળશે પૈસા ? 
ફૉર્બ્સના રિપોર્ટ અનુસાર, પેરિસ ઓલિમ્પિકમાં મેડલ જીતનારા પોતાના ખેલાડીઓને ઓછામાં ઓછા 33 દેશો રોકડ પુરસ્કાર આપશે. આમાંથી 15 દેશો એવા છે જે ગૉલ્ડ મેડલ માટે $1,00,000 (અંદાજે 82 લાખ રૂપિયા)થી વધુ આપીને ખેલાડીઓને પ્રોત્સાહિત કરશે. ભારતના યુવા બાબતો અને રમત મંત્રાલયે 2019માં જાહેરાત કરી હતી કે વ્યક્તિગત ઈવેન્ટ્સમાં ગૉલ્ડ મેડલ જીતનારી ભારતીય ખેલાડીઓને 75 લાખ રૂપિયા, સિલ્વર મેડલ જીતનારાને 50 લાખ રૂપિયા અને બ્રૉન્ઝ મેડલ વિજેતાઓને 30 લાખ રૂપિયા આપવામાં આવશે.

કયો દેશ સૌથી વધુ આપે છે ઇનામી રકમ ? 
ઓલિમ્પિક મેડલ વિજેતાઓને સૌથી વધુ ઈનામ આપનારો દેશ હોંગકોંગ છે. હોંગકોંગ, જે ચીનથી સ્વતંત્ર રીતે ઓલિમ્પિકમાં ભાગ લે છે, ગૉલ્ડ મેડલ માટે $768,000 (આશરે 6.3 કરોડ રૂપિયા) ચૂકવે છે. હોંગકોંગ તેના એથ્લેટ્સને સિલ્વર મેડલ માટે $380,000 (આશરે 3.1 કરોડ રૂપિયા) આપે છે, જે ખરેખરમાં એક મોટી રકમ છે.

ઇઝરાયેલ $275,000 (લગભગ 2.2 કરોડ રૂપિયા)ના ગૉલ્ડ મેડલ ઇનામ સાથે બીજા સ્થાને છે. જ્યારે સર્બિયા $218,000 (આશરે 1.8 કરોડ રૂપિયા) સાથે ત્રીજા સ્થાને છે. રસપ્રદ વાત એ છે કે આ બંને દેશોના ખેલાડીઓએ 2021 ટોક્યો ગેમ્સમાં ગૉલ્ડ મેડલ જીત્યા હતા.

આ દેશોમાં રોકડની સાથે ભથ્થુ પણ  
ઘણા દેશો તેમના રમતવીરોને માત્ર રોકડ બૉનસ જ નહીં પરંતુ અન્ય ઘણા પ્રકારના પ્રોત્સાહનો પણ આપે છે. યૂનાઇટેડ સ્ટેટ્સ ઓલિમ્પિક અને પેરાલિમ્પિક સમિતિ (USOPC) સિલ્વર મેડલ માટે $22,500 અને બ્રૉન્ઝ મેડલ માટે $15,000 ઓફર કરે છે. તે તેના ઓલિમ્પિયનોને સ્વાસ્થ્ય વીમા જેવા અનુદાન અને લાભો પણ પ્રદાન કરે છે. વળી, મલેશિયા અને બૂલ્ગેરિયા તેમના ગૉલ્ડ મેડલ વિજેતાઓને જીવનભર માટે $1,000 (આશરે 82 હજાર રૂપિયા) કરતાં વધુનું માસિક ભથ્થું આપે છે. ચિલી, કોસોવો અને લિથુઆનિયા જેવા દેશો પણ આગામી ઓલિમ્પિક સુધી તેમના મેડલ વિજેતાઓને સમાન લાભ પ્રદાન કરે છે.

ન્યૂઝીલેન્ડ તેના ગૉલ્ડ મેડલ વિજેતાઓને આગામી ઓલિમ્પિક સુધી દર વર્ષે $40,000 (આશરે 33 લાખ રૂપિયા)નું બૉનસ આપે છે. વળી, ડેનમાર્ક, જે વિશ્વમાં સૌથી વધુ કર દરો ધરાવે છે, તે ગૉલ્ડ મેડલ જીતવા બદલ $15,000 (અંદાજે 12 લાખ રૂપિયા) નું કરમુક્ત પુરસ્કાર ઓફર કરે છે.

અહીં ઇનામની સાથે ઘર અને વાઉચર 
કેટલાક દેશો એવા છે કે જેઓ તેમના રમતવીરોનું સન્માન કરવા માટે માત્ર નાણાકીય પુરસ્કારોથી આગળ વધે છે. ઉદાહરણ તરીકે પોલેન્ડ તેના સુવર્ણ ચંદ્રક વિજેતાઓને આશરે $82,000 (અંદાજે 67 લાખ રૂપિયા), પ્રતિષ્ઠિત પોલિશ કલાકારોના ચિત્રો, હીરા અને હૉલિડે વાઉચર આપે છે. એટલું જ નહીં, પોલેન્ડમાં કોચને પણ ખેલાડીઓ જેટલો જ પુરસ્કાર મળે છે. પોલેન્ડની ઓલિમ્પિક સહભાગિતાના 100 વર્ષની ઉજવણી કરવા માટે, વ્યક્તિગત ઈવેન્ટ્સમાં ગૉલ્ડ મેડલ વિજેતાઓને વોર્સોમાં બે બેડરૂમનો એપાર્ટમેન્ટ આપવામાં આવશે, જ્યારે ટીમ ઈવેન્ટ્સમાં ગૉલ્ડ મેડલ જીતનારને એક બેડરૂમનો ફ્લેટ મળશે.

બધા નથી આપતા રોકડ રકમ 
જો કે, બધા દેશો મેડલ જીતવા માટે રોકડ પુરસ્કારો ઓફર કરતા નથી. નોર્વે, આઈસલેન્ડ અને સ્વીડન જેવા દેશો ઓલિમ્પિક પહેલા તેમના રમતવીરોને આર્થિક પુરસ્કાર આપવાને બદલે મદદ કરે છે. જેમ કે સ્વીડિશ ઓલિમ્પિક સમિતિના સેક્રેટરી જનરલ આસા એડલંડ જોન્સને ફોર્બ્સને જણાવ્યું હતું કે, 'અમે ઈચ્છીએ છીએ કે અમારા એથ્લેટ્સને ઓલિમ્પિકની સફળતાની તકો વધારવા માટે ગેમ્સ પહેલા સંપૂર્ણ સમર્થન મળે.' બ્રિટિશ એથ્લેટિક્સ, બ્રિટનમાં એથ્લેટિક્સની દેખરેખ કરતી સંસ્થા, સરકાર તરફથી અલગથી મેડલ જીતવા માટે બોનસ આપે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Goverdhan Puja 2024: આજે ગોવર્ધન પૂજા પર આયુષ્માન અને સૌભાગ્ય યોગ,આ મુહૂર્તમાં કરો પૂજા, મળશે અનેક લાભ
Goverdhan Puja 2024: આજે ગોવર્ધન પૂજા પર આયુષ્માન અને સૌભાગ્ય યોગ,આ મુહૂર્તમાં કરો પૂજા, મળશે અનેક લાભ
વરસાદ બાદ હવે ઠંડી ભુક્કા બોલાવશે! આ તારીખથી દેશમાં ગાત્રો થીજવતી ટાઢ પડશે, તમામ રેકોર્ડ તૂટશે
વરસાદ બાદ હવે ઠંડી ભુક્કા બોલાવશે! આ તારીખથી દેશમાં ગાત્રો થીજવતી ટાઢ પડશે, તમામ રેકોર્ડ તૂટશે
Donald Trump On Bangladeshi Hindu: બાંગ્લાદેશમાં હિંદુઓ પર હુમલા પર ટ્રમ્પ ભડક્યા, કહ્યું - 'અમે તમારી આઝાદી માટે લડીશું'
બાંગ્લાદેશમાં હિંદુઓ પર હુમલા પર ટ્રમ્પ ભડક્યા, કહ્યું - 'અમે તમારી આઝાદી માટે લડીશું'
IPLમાં રમતા વિદેશી ખેલાડીઓને ડોલરમાં પગાર મળે છે કે ભારતીય રૂપિયામાં?
IPLમાં રમતા વિદેશી ખેલાડીઓને ડોલરમાં પગાર મળે છે કે ભારતીય રૂપિયામાં?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Bhupendra Patel: પંચદેવ મંદિરમાં દર્શન કરી મુખ્યમંત્રીએ સૌને પાઠવી નવા વર્ષની શુભેચ્છાઓHun To Bolish: હું તો બોલીશ: જંકફૂડમાં ઝેરHun To Bolish: હું તો બોલીશ: લોહિયાળ દિવાળીDiwali 2024 | હસતાં હસતાં ખેલાતું યુદ્ધ! : સાવરકુંડલામાં લોકોએ ઈંગોરિયા યુદ્ધનો આનંદ માણ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Goverdhan Puja 2024: આજે ગોવર્ધન પૂજા પર આયુષ્માન અને સૌભાગ્ય યોગ,આ મુહૂર્તમાં કરો પૂજા, મળશે અનેક લાભ
Goverdhan Puja 2024: આજે ગોવર્ધન પૂજા પર આયુષ્માન અને સૌભાગ્ય યોગ,આ મુહૂર્તમાં કરો પૂજા, મળશે અનેક લાભ
વરસાદ બાદ હવે ઠંડી ભુક્કા બોલાવશે! આ તારીખથી દેશમાં ગાત્રો થીજવતી ટાઢ પડશે, તમામ રેકોર્ડ તૂટશે
વરસાદ બાદ હવે ઠંડી ભુક્કા બોલાવશે! આ તારીખથી દેશમાં ગાત્રો થીજવતી ટાઢ પડશે, તમામ રેકોર્ડ તૂટશે
Donald Trump On Bangladeshi Hindu: બાંગ્લાદેશમાં હિંદુઓ પર હુમલા પર ટ્રમ્પ ભડક્યા, કહ્યું - 'અમે તમારી આઝાદી માટે લડીશું'
બાંગ્લાદેશમાં હિંદુઓ પર હુમલા પર ટ્રમ્પ ભડક્યા, કહ્યું - 'અમે તમારી આઝાદી માટે લડીશું'
IPLમાં રમતા વિદેશી ખેલાડીઓને ડોલરમાં પગાર મળે છે કે ભારતીય રૂપિયામાં?
IPLમાં રમતા વિદેશી ખેલાડીઓને ડોલરમાં પગાર મળે છે કે ભારતીય રૂપિયામાં?
Shah Rukh Khan Birthday: શાહરૂખ ખાન સાથે જોડાયેલા આ 5 સવાલોના જવાબ જાણવા ઉત્સુક રહે છે ફેન્સ
Shah Rukh Khan Birthday: શાહરૂખ ખાન સાથે જોડાયેલા આ 5 સવાલોના જવાબ જાણવા ઉત્સુક રહે છે ફેન્સ
Govardhan Puja 2024: ગોવર્ધન પૂજામાં આ રીતે તૈયાર કરો અન્નકૂટ, માતા અન્નપૂર્ણા થશે પ્રસન્ન
Govardhan Puja 2024: ગોવર્ધન પૂજામાં આ રીતે તૈયાર કરો અન્નકૂટ, માતા અન્નપૂર્ણા થશે પ્રસન્ન
અમેરિકાએ 15 ભારતીય કંપનીઓ પર લગાવ્યો પ્રતિબંધ, જાણો શું છે કારણ
અમેરિકાએ 15 ભારતીય કંપનીઓ પર લગાવ્યો પ્રતિબંધ, જાણો શું છે કારણ
પાક નિષ્ફળ જતાં કેશોદના શેરગઢમાં ખેડૂતની આત્મહત્યા, 4 દીકરીઓએ કરી પિતાની અંતિમવિધિ
પાક નિષ્ફળ જતાં કેશોદના શેરગઢમાં ખેડૂતની આત્મહત્યા, 4 દીકરીઓએ કરી પિતાની અંતિમવિધિ
Embed widget